Get The App

ઇન્ડિગોની મુસાફરો માટે રિફંડની જાહેરાત, સરકારે પણ આપી મહત્ત્વની અપડેટ

Updated: Dec 5th, 2025

GS TEAM

Google News
Google News
ઇન્ડિગોની મુસાફરો માટે રિફંડની જાહેરાત, સરકારે પણ આપી મહત્ત્વની અપડેટ 1 - image
Image Source: IANS

Indigo Crisis: સમગ્ર દેશમાં ઇન્ડિગોના ફ્લાઇટ્સ ઓપરેશનમાં સર્જાયેલા સંકટ બાદ ડાયરેક્ટોરેટ જનરલ ઑફ સિવિલ એવિએશન (DGCA) અને Indigo બંને હરકતમાં આવ્યા છે. DGCAએ એરલાઇન્સ પાયલોટ માટે જાહેર કરેલો સાપ્તાહિક આરામ અંગેનો પોતાનો અગાઉનો આદેશ તાત્કાલિક અસરથી પાછો ખેંચી લીધો છે. આ સિવાય ઇન્ડિગોએ રિફંડને લઈને મહત્ત્વની અપડેટ આપી છે અને નાગરિક ઉડ્ડયન મંત્રાલયે પણ નિવેદન આપ્યું છે.

ઇન્ડિગોએ રિફંડને લઈને આપી અપડેટ

ઇન્ડિગોએ મુસાફરોને મોટી રાહત આપી છે. તેણે રિફંડના પૈસા પરત કરવાની વાત કરી છે. એરલાઇને X પર પોસ્ટ શેર કરી છે. જેમાં કહ્યું છે કે, '5 ડિસેમ્બરથી 15 ડિસેમ્બર સુધી ટિકિટ્સને રિશેડ્યુલ અથવા કેન્સલેશનનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવશે. તેની સાથે જ રિફંડની પ્રોસેસ પણ ઓટોમેટિકલી શરુ થઈ જશે.'

આ પણ વાંચો: પાયલોટના વિકલી રેસ્ટ અંગેનો આદેશ તાત્કાલિક અસરથી પરત ખેંચાયો, ઇન્ડિગો સંકટ બાદ DGCAનો નિર્ણય

ઇન્ડિગોએ મુસાફરોની માફી માગી

ઇન્ડિગોએ પ્રેસ રિલીઝ જાહેર કરી છે. જેમાં તેમણે કહ્યું કે, અમે કન્ફર્મ કરીએ છીએ કે 5 ડિસેમ્બર, 2025એ દિલ્હી ઍરપોર્ટથી રવાના થયેલી ઇન્ડિગોની તમામ ડોમેસ્ટિક ફ્લાઇટ્સ રાત્રે 11:59 PM સુધી કેન્સલ રહેશે. અમે પોતાના તમામ કિમતી ગ્રાહકોની માફી માગીએ છીએ, જેના પર આ અચાનક બનેલી ઘટનાની ખૂબ અસર પડી છે.

ઇન્ડિગો સંકટ પર નાગરિક ઉડ્ડયન મંત્રાલયનું મોટું નિવેદન

નાગરિક ઉડ્ડયન મંત્રાલયે કહ્યું કે, 'આજે રાતથી પરિસ્થિતિ સામાન્ય થવાની આશા છે. અમે સંપૂર્ણ સ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ. આજે અડધી રાત્રે તમામ ફ્લાઇટ શેડ્યુલ સ્થિર થઈ જશે અને નોર્મલ થવા લાગશે. આગામી કેટલાક દિવસોમાં સંપૂર્ણ સર્વિસ અને સ્થિરતા પરત આવી જશે. મુસાફર ઇન્ડિગો અને બીજાના લગાવેલા ઇન્ફોર્મેશન સિસ્ટમ દ્વારા ઘરેથી જ ફ્લાઇટ્સને ટ્રેક કરી શકે છે.'

આ પણ વાંચો: ઇન્ડિગોનું સંકટ ઘેરાયુંઃ દેશભરમાં 500થી વધુ ફ્લાઇટ રદ, વિવિધ એરપોર્ટ પર હજારો મુસાફરો રઝળ્યા

DGCAએ ઇન્ડિગોની તમામ માંગ સ્વીકારી

DGCAએ ઇન્ડિગોની તમામ માગને સ્વીકારી લીધી છે અને નિયમોમાં રાહત આપી છે. DGCA સાપ્તાહિક આરામથી જોડાયેલો આદેશ પરત લીધો છે. હવે એરલાઇન્સ જરૂર પડવા પર અઠવાડિયાની જગ્યાએ 'લીવ'ને માની શકે છે. પહેલા આને લઈને એ નિયમ હતો કે 7 દિવસ કામ કર્યા બાદ સતત 48 કલાકનો આરામ આપવાનો થતો હતો. નાઇટ ડ્યુટી હવે રાત્રે 12 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી ચાલશે. પહેલા સવારે 5 વાગ્યા સુધી હતી. એરલાઇન્સે કહ્યું કે, પહેલાનો નિયમ રોસ્ટર બનાવવા અને ઉડાનોને નિયમિત રાખવામાં મુશ્કેલી ઊભી કરતો હતો.

Tags :