India

વિશ્વના નવા નકશામાં ભારતના વિસ્તારો સાથે છેડછાડ નહીં ચલાવાય

By GS Team
6 Sep 20261 min read
TukuTouch Logo
સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જાહેર થયેલા વિશ્વના નવા નકશાને ભારતે સમર્થન આપ્યું છે. વિદેશ મંત્રાલયે સ્પષ્ટતા કરી કે, ભારતના સત્તાવાર નકશા મુજબ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખનો સમાવેશ યથાવત્ રહે. ભારતે UN મહાસભામાં નવા નકશાની તરફેણમાં મતદાન કર્યું, પરંતુ દેશની અખંડિતતા સાથે કોઈપણ છેડછાડ નહીં ચલાવી લેવાય તેવી ચેતવણી પણ આપી. આ પ્રસ્તાવને 164 મત મળ્યા, જ્યારે અમેરિકાએ વિરોધ કર્યો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

વિશ્વના નવા નકશામાં ભારતના વિસ્તારો સાથે છેડછાડ નહીં ચલાવાય

નવી દિલ્હી: સંયુક્ત રાષ્ટ્ર દ્વારા સમગ્ર વિશ્વ માટે નવો નકશો જાહેર કરવામાં આવ્યો છે. ભારતે આ નકશાને સમર્થન આપ્યું છે સાથે જ એવી સ્પષ્ટતા કરી છે કે ભારતના સત્તાવાર નકશામાં જમ્મુ કાશ્મીર અને લદ્દાખનો સમાવેશ કરાયેલો છે તેમાં કોઇ જ પ્રકારની છેડછાડ કરવામાં ના આવે.
ભારતના વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે સંયુક્ત રાષ્ટ્રની મહાસભામાં વિશ્વના નવા નકશા માટે મતદાન થયું હતું, ભારતે આ નવા નકશાની તરફેણમાં મતદાન કર્યું છે. જોકે સાથે જ કહ્યું છે કે ભારતની અખંડતા સાથે કોઇ પણ પ્રકારની છેડછાડ નહીં ચલાવી લેવાય. ભારતના જમ્મુ કાશ્મીર અને લદ્દાખ ભારતના સત્તાવાર નકશા મુજબ વિશ્વના નકશામાં પણ જળવાઇ રહેવા જોઇએ.
ભારતે એવી ચેતવણી પણ આપી છે કે જો કોઇ પણ પ્રકારની છેડછાડ કરવામાં આવી તો તેને નહીં ચલાવી લેવાય. ભારતની અખંડતા સાથે કોઇ પણ પ્રકારની બાંધછોડ કરવામાં નહીં આવે તે અમારો અંતિમ નિર્ણય છે.
જોકે ભારતે નવા વૈશ્વિક નકશાનું સ્વાગત કર્યું હતું સાથે જ કહ્યું હતું કે સંયુક્ત રાષ્ટ્રના પ્રસ્તાવમાં કોઇ પણ વિવાદીત સ્થાન કે સરહદોનો ઉલ્લેખ નથી. આ પ્રસ્તાવને ૧૬૪ મત મળ્યા હતા, જ્યારે અમેરિકાએ તેનો વિરોધ કર્યો હતો. કેમ કે નવા નકશામાં અમેરિકાનું કદ ઘટી ગયું છે જ્યારે આફ્રિકાનું કદ વધી ગયું છે.