India

449 કરોડનું ભારતનું ‘સિક્રેટ શસ્ત્ર’, એક્ટિવ થતા જ દુશ્મન દેશોના ‘ડિફેન્સ સિસ્ટમ’ થઈ જશે ફેલ, જાણો ખાસિયત

By GS Team
12 Jun 20262 mins read
TukuTouch Logo
ચીન-પાકિસ્તાનની સૈન્ય હિલચાલ પર લગામ લગાવવા માટે ભારતીય નૌસેનાએ એક મોટો માસ્ટરસ્ટ્રોક શરૂ કર્યો છે. આધુનિક યુદ્ધમાં સેટેલાઈટ સિગ્નલો અને ઈલેક્ટ્રોનિક વોરફેરનું મહત્વ ખૂબ વધી ગયું છે, જેને ધ્યાનમાં રાખીને ભારતે 20 અત્યાધુનિક 'ગ્લોબલ નેવિગેશન સેટેલાઈટ સિસ્ટમ' (GNSS) જેમર્સ ખરીદવા માટે રૂ.449 કરોડનો સત્તાવાર સોદો પૂર્ણ કર્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

449 કરોડનું ભારતનું ‘સિક્રેટ શસ્ત્ર’, એક્ટિવ થતા જ દુશ્મન દેશોના ‘ડિફેન્સ સિસ્ટમ’ થઈ જશે ફેલ, જાણો ખાસિયત

India GNSS Jammer Defense Technology : ચીન-પાકિસ્તાનની સૈન્ય હિલચાલ પર લગામ લગાવવા માટે ભારતીય નૌસેનાએ એક મોટો માસ્ટરસ્ટ્રોક શરૂ કર્યો છે. આધુનિક યુદ્ધમાં સેટેલાઈટ સિગ્નલો અને ઈલેક્ટ્રોનિક વોરફેરનું મહત્વ ખૂબ વધી ગયું છે, જેને ધ્યાનમાં રાખીને ભારતે 20 અત્યાધુનિક 'ગ્લોબલ નેવિગેશન સેટેલાઈટ સિસ્ટમ' (GNSS) જેમર્સ ખરીદવા માટે રૂ.449 કરોડનો સત્તાવાર સોદો પૂર્ણ કર્યો છે.

સમુદ્રમાં દુશ્મન દેશો સામે ભારતનું પ્રભુત્વ વધશે

આ પ્રોજેક્ટ સંપૂર્ણપણે સ્વદેશી છે. બેંગલુરુની જાણીતી ડિફેન્સ ફર્મ 'એકોર્ડ સોફ્ટવેર એન્ડ સિસ્ટમ્સ' આ જેમર્સ તૈયાર કરશે. આ એ જ કંપની છે જેણે અગાઉ DRDO સાથે મળીને ભારતના પોતાના સેટેલાઈટ નેવિગેશન સિસ્ટમ 'નાવિક' (NavIC) માટે કોર ટાઈમિંગ ચિપ બનાવી હતી. હિંદ મહાસાગર અને અરબ સાગરમાં ચીનના 'બાયડૂ' (BeiDou) નેવિગેશન નેટવર્ક અને તેના આધારે ચાલતા પાકિસ્તાની હથિયારોની ઘેરાબંદી તોડવા માટે આ સિસ્ટમ ભારતીય નૌસેનાને સમુદ્રમાં એકતરફી પ્રભુત્વ આપશે.

આ પણ વાંચો : VIDEO : ભારતને ઘેરવાની ચીન-પાકિસ્તાનની ચાલ ! કરાચી પહોંચી ડ્રેગનની ઘાતક સબમરીન

આ નવી ટેકનોલોજીની મુખ્ય ખાસિયતો

શાતિર 'સ્પૂફિંગ' ટેકનોલોજી : આ સિસ્ટમ માત્ર દુશ્મનના સિગ્નલ બ્લોક કરીને તેને એલર્ટ નથી કરતી, પરંતુ 'સ્પૂફિંગ' પદ્ધતિ પર કામ કરે છે. જ્યારે ચીન કે પાકિસ્તાનનું કોઈ ડ્રોન અથવા ક્રૂઝ મિસાઈલ ભારતીય સરહદ તરફ આગળ વધશે, ત્યારે આ જેમર તેના કોમ્પ્યુટરમાં ખોટા કોઓર્ડિનેટ્સ અને ખોટી લોકેશન ફીડ કરી દેશે. જેના કારણે દુશ્મનની મિસાઈલ રસ્તો ભટકીને કોઈ ખાલી જગ્યા પર અથવા તેમના પોતાના જ ઠેકાણા પર જઈને બ્લાસ્ટ થઈ જશે.

એકસાથે મલ્ટિપલ સેટેલાઈટ પર એટેક : આ જેમર્સ 'મલ્ટીપલ કોન્સ્ટિલેશન્સ' ક્ષમતા ધરાવે છે. એટલે કે તે એક જ સમયે ચીનના 'બાયડૂ', અમેરિકાના 'જીપીએસ' (GPS) અને રશિયાના 'ગ્લોનાસ' (GLONASS) જેવા તમામ મોટા સેટેલાઈટ નેટવર્કના સિગ્નલોને એકસાથે જામ કે સ્પૂફ કરવાની તાકાત રાખે છે.

ચીન-પાકિસ્તાનની જુગલબંધી નિષ્ફળ જશે : ચીને અમેરિકાના જીપીએસ પરની નિર્ભરતા હટાવવા પોતાનું 'બાયડૂ' નેટવર્ક બનાવ્યું છે અને પાકિસ્તાનને પણ તેની મિલિટ્રી-ગ્રેડ સિગ્નલ એક્સેસ આપી છે. પાકિસ્તાનના જેએફ-17 ફાઈટર જેટ અને રાદ ક્રૂઝ મિસાઈલ આ જ સિસ્ટમ પર કામ કરે છે, પરંતુ ભારતના આ નવા બ્રહ્માસ્ત્ર સામે આ આખું નેટવર્ક હવે નકામું સાબિત થશે.

આ પણ વાંચો : પાકિસ્તાની સેનાનો દમનનો દોર ચાલુ રહેતાં Pokમાં કેન્ડલ લાઈટ પ્રોસેશનમાં હજ્જારો જોડાય