India

ભારત ગૌરવ ટ્રેનથી કરો 7 જ્યોતિર્લિંગના દર્શન, IRCTC લાવ્યું જોરદાર ટૂર પેકેજ, જાણો કેટલો થશે ખર્ચ

By GS Team
19 Sep 20232 mins read
This article was originally published on 19 Sep 2023
TukuTouch Logo
ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન લિમિટેડ (IRCTC) દ્વારા દેશ- વિદેશમાં વિવિધ સ્થળો પર ફરવા માટે ટુર પેકેજ લોન્ચ કરવામાં આવે છે. આ ઉપરાંત ભારતીય રેલવે દ્વારા ધાર્મિક પ્રવાસન સ્થળો પર જવા માટે પણ ટુર પેકેજનું સંચાલન કરવામાં આવે છે. જેમા આ વખતે ભારતીય રેલવે દ્વારા ભારત ગૌરવ પર્યટન ટ્રેન દ્વારા 7 જ્યોતિર્લિંગની યાત્રા માટેનું પેકેજ જાહેર કર્યુ છે. આવો IRCTC ના આ જ્યોતિલિંગ ટુર પેકેજ બાબતે વિસ્તાર પુર્વક જાણીએ.

Summarized by AI; it may make mistakes. Check important info

ભારત ગૌરવ ટ્રેનથી કરો 7 જ્યોતિર્લિંગના દર્શન, IRCTC લાવ્યું જોરદાર ટૂર પેકેજ, જાણો કેટલો થશે ખર્ચ
Image  Envato & Wikipedia

તા. 19 સપ્ટેમ્બર 2023, મંગળવાર 

ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન લિમિટેડ (IRCTC) દ્વારા દેશ- વિદેશમાં વિવિધ સ્થળો પર ફરવા માટે ટુર પેકેજ લોન્ચ કરવામાં આવતાં હોય છે. આ સાથે ભારતીય રેલવે દ્વારા ધાર્મિક પ્રવાસન સ્થળો પર જવા માટે પણ ટુર પેકેજનું સંચાલન કરવામાં આવે છે. જેમા આ વખતે ભારતીય રેલવે દ્વારા ભારત ગૌરવ પર્યટન ટ્રેન દ્વારા 7 જ્યોતિર્લિંગની યાત્રા માટેનું પેકેજ જાહેર કર્યુ છે. આવો  IRCTC ના આ જ્યોતિલિંગ ટુર પેકેજ બાબતે વિસ્તાર પુર્વક જાણીએ. 

7 જ્યોતિર્લિંગ યાત્રા 

આ ટુર પેકેજનું નામ 7 જ્યોતિર્લિંગ રાખવામાં આવ્યું છે. જેની શરુઆત ગોરખપુરથી કરવામાં આવનાર છે. આ ટુર પેકેજમાં ટોટલ 767 બર્થ છે. તેમાંથી કંફર્ટ 49, સ્ટાન્ડર્ડ 70 અને ઈકોનોમી સીટો 648 છે. આ ટુર પેકેજ 17 નવેમ્બરથી 26 નવેમ્બર 2023 સુધી ચાલુ રહેશે. 

પેકેજમાં શું શું સામેલ છે. 

આ યાત્રામાં ઓમકારેશ્વર, મહાકાલેશ્વર, સોમનાથ, દ્વારકાધીશ મંદિર, નાગેશ્વર, ત્ર્યંબકેશ્વર, ધૃષ્ણેશ્વર અને ભીમાશંકર જ્યોતિર્લિંગનો સમાવેશ કરવામાં આવ્યો છે. 9 રાત્રી અને 10 દિવસના  આ પેકેજમાં 2 ટાયર એસી, 3 ટાયર એસી તથા સ્લીપર ક્લાસમાં યાત્રા કરી શકાય છે, તેમજ આ સાથે પેકેજમાં સવારે નાસ્તો, બપોરનું તેમજ રાત્રીનું શાકાહારી ભોજન આપવામાં આવશે. આ ઉપરાંત એસી/ નોન એસી બસો દ્વારા લોકલ વિસ્તારોમાં પણ લઆ જવા માટેની વ્યવસ્થા કરવામાં આવશે. 

આ ટુર પેકેજમાં આ પ્રમાણેનો ચાર્જ રહેશે

કેટેગરી ટ્રેન મુસાફરી સિંગલ / ડબલ / ત્રિપલ બાળકો (5-11)

કંફર્ટ          2 એસી            42200/- રુપિયા          40650/- રુપિયા 

સ્ટાન્ડર્ડ 3 એસી            31800/- રુપિયા          30500/- રુપિયા 

ઈકોનોમી SL                    18950/- રુપિયા          17850/- રુપિયા