Get The App

'અમેરિકા કોણ છે ભારતને મંજૂરી આપનારું?', રશિયા પાસેથી તેલ ખરીદવા 30 દિવસની છૂટ મળતાં કોંગ્રેસના પ્રહાર

Updated: Mar 6th, 2026

GS TEAM

Google News
Google News
'અમેરિકા કોણ છે ભારતને મંજૂરી આપનારું?', રશિયા પાસેથી તેલ ખરીદવા 30 દિવસની છૂટ મળતાં કોંગ્રેસના પ્રહાર 1 - image

India US Oil Deal Criticism: ઈરાન ઈઝરાયલ યુદ્ધના કારણે અમેરિકાએ ભારતને રશિયા પાસેથી તેલ ખરીદવા માટે 30 દિવસ સુધીની છૂટ આપી છે. ત્યારે કોંગ્રેસે કેન્દ્ર સરકારના આડે હાથ લીધી છે. અમેરિકા દ્વારા ભારત માટે લેવાયા આ નિર્ણયને આઝાદી અને સંપ્રભુતા પર જોરદાર થપ્પડ હોવાનો દાવો કર્યો છે.

'સંપ્રભુતા પર જોરદાર થપ્પડ'

કોંગ્રસ નેતા સુપ્રિયા શ્રીનેતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરતાં લખ્યું કે, અમેરિકાના નાણામંત્રીએ મીડિયાને કહ્યું છે કે તેને ભારતને 30 દિવસ માટે રશિયા પાસેથી તેલની ખરીદી કરવાની મંજૂરી આપી છે. આ આપણી આઝાદી અને સંપ્રભુતા પર જોરદાર થપ્પડ છે, અમેરિકા કોણ છે ભારતને મંજૂરી આપનારું? રાહુલ ગાંધી આ ઊર્જા સુરક્ષા અંગે સતત ચેતવણી આપી રહ્યા છે.

'અમેરિકન બ્લેકમેઇલ ક્યાં સુધી?'

બીજી તરફ જયરામ રમેશે પણ પોસ્ટ શેર કરતાં કહ્યું છે કે, ટ્રમ્પનો નવો ખેલ, દિલ્હીના મિત્રને કહ્યું કે તમે પુતિન પાસેથી તેલ મેળવી શકો છો, આ અમેરિકન બ્લેકમેઇલ ક્યાં સુધી ચાલુ રહેશે?

'મોદી વધુને વધુ નરમ પડી રહ્યા છે'

પ્રિયાંક ખડગેએ અમેરિકાની પરવાનગીથી X પર પોસ્ટ કરતી વખતે લખ્યું કે, ભારતને રશિયન તેલ ખરીદવાની મંજૂરી આપનારા યુએસ ટ્રેઝરી સેક્રેટરી ખરેખર કોણ છે? ભારત સરકાર આ બકવાસને કેમ સહન કરી રહી છે અને યુએસની દરેક હુકમ સામે કેમ ઝૂકી રહી છે? તેમની પાસે એવું તો શું છે કે જેના કારણે પીએમ નરેન્દ્ર મોદી વધુને વધુ નરમ પડી રહ્યા છે? ભાજપના જોકરોના શાસન હેઠળ આપણી વિદેશ નીતિ મજાક બની ગઈ છે. મોદી સરકારે થોડી હિંમત બતાવવી જોઈએ.

'વાહ રે શરણાગતિ'

ઇમરાન પ્રતાપગઢીએ કહ્યું, 'તો હવે મોદી સરકારની એવી સ્થિતિ છે કે રશિયા પાસેથી તેલ ખરીદવા અમેરિકા મંજૂરી આપે. વાહ રે શરણાગતિ,' અમેરિકાના આ વલણ પર કોંગ્રેસ શરૂઆતથી જ મોદી સરકાર પર પ્રહારો કરી રહી છે.

આ પણ વાંચો: ચીન જેવી ભૂલ ભારત સાથે નહીં કરીએ', વેપાર અને વિકાસ મામલે અમેરિકાનું મોટું નિવેદન

ઈરાન અને અમેરિકા-ઈઝરાયલ વચ્ચેના યુદ્ધને કારણે ગ્લોબલ ઓઇલ માર્કેટ પર મોટું દબાણ સર્જાયું છે. આ દબાણને ઓછું કરવા માટે વોશિંગ્ટને રશિયા પરના પ્રતિબંધોમાં થોડી ઢીલ આપી હતી. અમેરિકી વહીવટીતંત્રે ભારતને રશિયન ઓઇલના શિપમેન્ટ સ્વીકારવા માટે 30 દિવસની 'ટેમ્પરરી ડિસ્પેન્સેશન' (અસ્થાયી છૂટ) મંજૂર કરી છે. આ જાહેરાત કરતાં યુએસ ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે, 'ઈરાન વૈશ્વિક ઊર્જા બજારને બંધક બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ દબાણને ઓછું કરવા માટે, અમે ભારતને 30 દિવસની છૂટ આપી રહ્યા છીએ,'