India-UK FTA: સ્કોચ વ્હિસ્કીથી લઈને રોલ્સ રોયસ સુધી બધુ જ સસ્તું! 99% ભારતીય સામાન પર 0 ટેરિફ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

India UK FTA Implementation July 15 2026 : ભારત અને બ્રિટન (UK) માટે આજનો દિવસ ઐતિહાસિક બની ગયો છે. બંને દેશો વચ્ચેનો ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (India-UK FTA) 15 જુલાઈ 2026 એટલે કે આજથી સત્તાવાર રીતે લાગુ થઈ ગયો છે. આ વ્યાપાર કરાર ભારત માટે ગેમ ચેન્જર સાબિત થવાનો છે, કારણ કે તેનાથી ભારતના આશરે 99% નિકાસી ઉત્પાદનોને બ્રિટન જેવા વિશાળ માર્કેટમાં કોઈ પણ ટેક્સ (ડ્યુટી-ફ્રી અથવા ઝીરો ટેરિફ) વિના પ્રવેશ મળશે. વૈશ્વિક સ્તરે જ્યાં મિડલ ઈસ્ટમાં અમેરિકા-ઈરાન વચ્ચેના તણાવથી આર્થિક અનિશ્ચિતતા છે, ત્યારે આ ભારત-બ્રિટન ડીલ બંને દેશોની અર્થવ્યવસ્થા માટે સંજીવની સમાન સાબિત થશે.
બ્રિટિશ સરકારનું માનવું છે કે આ કરારથી બ્રિટિશ અર્થતંત્રમાં 4.8 અબજ પાઉન્ડનો વધારો થશે અને વાસ્તવિક વેતનમાં 2.2 અબજ પાઉન્ડનો ઉછાળો જોવા મળશે. બીજી તરફ, ભારત સરકારના મતે આ ડીલથી નિકાસ ક્ષેત્રને જોરદાર વેગ મળશે.
- ભારતમાં બ્રિટિશ ચીજવસ્તુઓ થશે સસ્તી
વિદેશ વ્યાપાર મહાનિર્દેશાલય (DGFT) ના જાહેરનામા અનુસાર, હવે ભારતમાં બ્રિટિશ સ્કોચ-વ્હિસ્કી પર લાગતો 150% ટેરિફ તબક્કાવાર ઘટાડીને માત્ર 40% પર લાવવામાં આવશે, જેનાથી તેની કિંમતોમાં 110% નો મોટો ઘટાડો થશે. આ ઉપરાંત ઓટોમોબાઈલ પર લાગતો ટેરિફ 100% થી ઘટાડીને માત્ર 10% કરવામાં આવશે. આ ફેરફારથી લેન્ડ રોવર, જગુઆર, રોલ્સ રોયસ, એસ્ટન માર્ટિન અને ડિફેન્ડર જેવી સુપર લક્ઝરી બ્રિટિશ કારો ભારતમાં ઘણી સસ્તી થશે. બ્રિટિશ બ્યુટી પ્રોડક્ટ્સ પરનો ટેરિફ પણ 22% જેટલો ઘટશે અથવા નાબૂદ થશે. - ભારતનો 99% સામાન બ્રિટનમાં સાવ ડ્યુટી-ફ્રી
બ્રિટિશ માર્કેટમાં ભારતના 99% ઉત્પાદનોને ઝીરો ટેરિફ હેઠળ એન્ટ્રી મળશે. અગાઉ બ્રિટનમાં ટેક્સટાઈલ ગાર્મેન્ટ્સ પર 12%, કેમિકલ્સ પર 8% અને બેઝ મેટલ્સ પર 10% ડ્યુટી લાગતી હતી. હવે આ તમામ સહિત કપડાં, જૂતાં અને અનાજ જેવા ઉત્પાદનો પણ '0%' ડ્યુટી કેટેગરીમાં આવી જશે. - નિકાસ વધવાની સાથે લાખો નવી રોજગારીનું સર્જન
બ્રિટનમાં ટેક્સ ઘટવાને કારણે ભારતીય ઉત્પાદનોની માંગ વધશે, જેથી ભારતના લેબર-ઇન્ટેન્સિવ (શ્રમ-પ્રધાન) ઉદ્યોગોમાં ઉત્પાદન વધશે. ખાસ કરીને કાપડ (ટેક્સટાઈલ), ચર્મ ઉદ્યોગ (લેધર), ફૂડ પ્રોસેસિંગ અને MSMEs સેક્ટરમાં લાખો નવી રોજગારીની તકો ઊભી થશે. - આઈટી અને અન્ય પ્રોફેશનલ્સને ટેક્સ મુક્તિનો બમ્પર લાભ
બ્રિટનમાં કામ કરતા ભારતીય પ્રોફેશનલ્સ માટે આ કરાર ખૂબ ફાયદાકારક છે. 'ડબલ કોન્ટ્રિબ્યુશન કન્વેન્શન' (DCC) હેઠળ ભારતીયોને બ્રિટનના નેશનલ ઈન્સ્યોરન્સમાંથી મુક્તિ પ્રસ્તાવિત છે. કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે અગાઉ જણાવ્યું હતું કે, બ્રિટનમાં ભારતીય પ્રોફેશનલ્સના પગારનો આશરે 25% હિસ્સો ત્યાંની સોશિયલ સિક્યોરિટી સ્કીમમાં જતો હતો. હવે આ નાણાં ભારતમાં તેમના પ્રોવિડન્ટ ફંડ (PF Account) માં જમા થશે, જેના પર વાર્ષિક 8.25% વ્યાજ મળશે અને આ સમગ્ર રકમ સંપૂર્ણપણે ટેક્સ-ફ્રી રહેશે. - મેન્યુફેક્ચરિંગ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં બ્રિટિશ રોકાણ વધશે
આ ડીલથી બંને દેશો વચ્ચે માત્ર વ્યાપાર જ નહીં વધે પરંતુ બ્રિટિશ કંપનીઓ ભારતમાં રોકાણ (FDI) પણ વધારશે. આનાથી ભારતના મેન્યુફેક્ચરિંગ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ગ્રોથને મોટી ગતિ મળશે. આ સાથે જ ભારતીય આઈટી કંપનીઓ, એન્જિનિયરો, આર્કિટેક્ટ્સ અને અન્ય નિષ્ણાતો માટે બ્રિટનમાં કામ કરવાની તકો પણ અનેકગણી વધી જશે.









