ભારત કહે છે : અમારા ઉદ્યોગો ક્ષમતા કરતાં વધારે ઉત્પાદન કરતા જ નથી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- ટ્રમ્પની ૨૫% ટેરિફ વધારાની ધમકી
- આ આક્ષેપો વચ્ચે નવી દિલ્હીએ કહ્યું : વ્યાપાર મતભેદો નિવારવા મંત્રણા કરવા તૈયાર છીએ : વ્યાપાર સમજૂતી થાય તો ટેરિફ ૧૭ ટકા જેટલો જ રહે
નવી દિલ્હી : અમેરિકાએ કરેલો દાવો કે ભારતની ઔદ્યોગિક નીતિને લીધે તેના ઉદ્યોગો તેમની ક્ષમતા કરતાં વધુ ઉત્પાદન કરે છે. તે દાવાને ભારતે ફગાવી દીધો છે, અને કહ્યું છે કે કોઈ પણ ક્ષેત્રના ઉદ્યોગો તેમની ક્ષમતા કરતાં વધુ ઉત્પાદન કરતા જ નથી. માર્કેટની ડીમાન્ડ હોય તે ધ્યાનમાં રાખીને ઉત્પાદન કરે છે. (ટ્રમ્પે આવો દાવો તે દ્રષ્ટિએ કર્યો છે કે ભારતના ઉદ્યોગો ક્ષમતા કરતાં વધુ ઉત્પાદન કરી ડમ્પીંગ કરે છે જે સામે ભારતે સ્પષ્ટ ઇન્કાર કર્યો છે)
ઉલ્લેખનીય છે કે સંભવત: ડમ્પીંગની ગણતરીએ જ ભારત ઉપર વધારાનો ૨૫% ટેરીફ લાદવા નિર્ણય કર્યો છે. તેણે ભારત સહિત કુલ ૧૬ દેશો ઉપર વધારાનો ટેરિફ લાદવા નિર્ણય કર્યો છે. જો કે તેનો અમલ તો જાન્યુઆરી ૧, ૨૦૨૭થી કરવાનો છે.
તે ટેરિફ વધારા સામે ભારતે મજબૂત બચાવ કર્યો છે. સાથે તેમ પણ જણાવ્યું છે કે જો ભારત-અમેરિકા ટ્રેડ એગ્રીમેન્ટ થાય તો ટેરિફ ૧૭ ટકા જેટલો જ રહેશે.
ભારતનાં વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે બુધવારે પ્રસિદ્ધી કરેલાં નિવેદનમાં જણાવ્યું હતું કે, ભારત સરકારે યુએસટીઆરદ્વારા પ્રસિદ્ધ કરાયેલી છેલ્લી નોટિસની નોંધ લીધી છે. તેનું પરીક્ષણ ચાલે છે, અને તે તપાસમાં ભારત પણ સક્રિય રીતે સહભાગી છે.
બીજી તરફ ભારતના અર્થતંત્ર માટે અત્યંત મહત્વપૂર્ણ એવી 'મેક ઇન ઇંડીયા, આત્મનિર્ભર ભારત તથા પ્રોડકશન લિંક્ડ ઇન્સેન્ટીવ્ઝ (ઉત્પાદન સાથે સંકળાયેલા પ્રોત્સાહનો-પીએલઆઈ) અને આઈબીઈએફ યોજનાઓ પર ટ્રમ્પ સરકારે પ્રહાર કર્યો છે. ભારતે આ યોજનાઓ હેઠળ સોલાર, સ્ટીલ, સ્વાસ્થ્ય અને આઈટીસી જેવા સેક્ટર્સમાં ઉત્પાદન વધારવા પર ભાર મૂક્યો છે હોવાનો યુએસટીઆરે આક્ષેપ કર્યો છે. અમેરિકાએ આ યોજનાઓ અંગે તેણે તપાસ શરૂ કરી છે તે કહે છે કે ભારતની આ નીતિઓને લીધે ઉદ્યોગો માર્કેટ ડીમાન્ડ કરતાં પણ વધુ ઉત્પાદન કરે છે. આ ઉપરાંત અમેરિકાએ ભારતના લેબર લૉઝ તથા ઉદ્યોગોમાં સરકારની ભાગીદારી અને વિદેશી કંપનીઓ પ્રત્યેના ભારતના અભિગમની પણ ટીકા કરી છે.
ભારતે આ ટીકાઓને રદિયો આપ્યો છે. ભારત કહે છે : અમારી ઉદ્યોગ નીતિઓ સ્થાનિક માગણીને સંતોષવાની દ્રષ્ટિએ ઘડવામાં આવે છે, સાથે રોજગારી વધારવા અને બીજા દેશોમાંથી કરાતી આયાત ઘટાડવાના હેતુથી ઘડવામાં આવી છે. (બીજા દેશોમાં ડમ્પીંગ કરવા માટે નહીં)
ભારતે વધુમાં જણાવ્યું હતું કે ભારતના ઉદ્યોગો બજારના પ્રવાહને અનુલક્ષીને તેમજ માગને ધ્યાનમાં રાખીને ઉત્પાદન કરે છે જે ઉત્પાદનની જરૂર નથી તે ઉત્પાદન કરવામાં આવતું જ નથી. (ડીમાન્ડ એન્ડ સપ્લાયના નિયમને અનુસરે છે)
આમ છતાં અમેરિકાએ યુ.એસ.ટ્રેડ એક્ટ ૧૯૭૪ની કલમ ૩૦૧ નીચે ભારતના માલ ઉપર વધારાનો ૨૫ ટકા ટેરિફ લગાડવા માગે છે.
હવે જો ભારત અમેરિકા સાથે વ્યાપાર સમજૂતી સાધી શકે તો, તે દર ૧૭ ટકા જેટલો નીચે ઉતરી શકે. તેથી અન્ય એશિયાઈ દેશો જેવા કે બાંગ્લાદેશ, કમ્બોડિયા, ઇન્ડોનેશિયા, મલાયેશિયા અને થાઈલેન્ડ ઉપરના ૧૮ ટકા ટેરિફ સામે સ્પર્ધા કરી શકે.
ભારત અને અમેરિકા ફેબુ્રઆરી ૨૫થી વ્યાપાર મંત્રણા કરી રહ્યાં છે. ફેબુ્રઆરી ૨૦૨૬માં બંનેએ વચગાળાનું માળખું તૈયાર કર્યું હતું પરંતુ આખરી સમજૂતી થઇ ન હતી. ભારત તેથી જ ઇચ્છે છે કે વ્યાપાર કરારોની ટર્મસ (કલમો) વહેલામાં વહેલી નક્કી કરવામાં આવે.




