India

આ લોકો સામે બ્લડ ડૉનેટ કરવા પર પ્રતિબંધ જરૂરી...' સરકારે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું કારણ

By GS TEAM
13 Mar 20262 mins read
TukuTouch Logo
મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી ત્રણ જજોની બેન્ચ સમક્ષ એડિશનલ સોલિસિટર જનરલ ઐશ્વર્યા ભાટીએ સરકારનો પક્ષ રાખ્યો હતો. સરકારની તરફથી દલીલો રજુ કરી હતી. સ્વાસ્થ્ય મંત્રાલયના ડેટા મુજબ, સામાન્ય વસ્તીની સરખામણીએ આ વિશિષ્ટ જૂથોમાં HIV, હેપેટાઇટિસ-B અને હેપેટાઇટિસ-Cનું જોખમ 6 થી 13 ગણું વધુ જોવા મળ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

આ લોકો સામે બ્લડ ડૉનેટ કરવા પર પ્રતિબંધ જરૂરી...' સરકારે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું કારણ

Blood Donation Rules India: કેન્દ્ર સરકારે ટ્રાન્સજેન્ડર્સ, સમલૈંગિક પુરુષો અને મહિલા સેક્સ વર્કર્સને સંભવિત રક્તદાતાઓની યાદીમાંથી બહાર રાખવાના પોતાના નિર્ણયનો સુપ્રીમ કોર્ટમાં મજબૂત બચાવ કર્યો છે. સરકારે સ્પષ્ટતા કરી છે કે, આ કોઈ ભેદભાવ નથી, પરંતુ જાહેર સ્વાસ્થ્ય અને સુરક્ષા સાથે જોડાયેલો ગંભીર વિષય છે.

શું છે સરકારની દલીલ?

મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી ત્રણ જજોની બેન્ચ સમક્ષ એડિશનલ સોલિસિટર જનરલ ઐશ્વર્યા ભાટીએ સરકારનો પક્ષ રાખ્યો હતો. સરકારની તરફથી દલીલો રજુ કરી હતી. સ્વાસ્થ્ય મંત્રાલયના ડેટા મુજબ, સામાન્ય વસ્તીની સરખામણીએ આ વિશિષ્ટ જૂથોમાં HIV, હેપેટાઇટિસ-B અને હેપેટાઇટિસ-Cનું જોખમ 6 થી 13 ગણું વધુ જોવા મળ્યું છે.

નેશનલ બ્લડ પોલિસીનો ઉદ્દેશ્ય

રાષ્ટ્રીય રક્ત નીતિનો મુખ્ય ઉદ્દેશ્ય દર્દીઓને 'સૌથી સુરક્ષિત' બ્લડ પૂરો પાડવાનો છે. ઉચ્ચ જોખમ ધરાવતા જૂથો પાસેથી લોહી લેવું એ આ નીતિના સિદ્ધાંતોની વિરુદ્ધ છે. આ ઉપરાંત માત્ર ભારત જ નહીં, પરંતુ મોટાભાગના યુરોપિયન દેશોમાં પણ જાતીય રીતે સક્રિય સમલૈંગિક પુરુષોના રક્તદાન પર કાયમી પ્રતિબંધ છે.

વ્યક્તિગત અધિકાર vs જાહેર સ્વાસ્થ્ય

સરકારે કોર્ટમાં દાખલ કરેલા સોગંદનામામાં જણાવ્યું કે, રક્ત ચઢાવવુંએ ગંભીર દર્દીઓ માટે જીવન બચાવવાનો અંતિમ વિકલ્પ હોય છે. આવી સ્થિતિમાં સંક્રમણ ફેલાવવાનું જોખમ શૂન્ય હોવું જોઈએ. "આ મુદ્દાને માત્ર વ્યક્તિગત અધિકારોના ચશ્માથી જોઈ શકાય નહીં. તેને જાહેર સ્વાસ્થ્યના વ્યાપક દૃષ્ટિકોણથી જોવો જરૂરી છે."

મુખ્ય આંકડા (સ્વાસ્થ્ય વિભાગ રિપોર્ટ 2020-21):

HIV જોખમ: સામાન્ય લોકો કરતા 6 થી 13 ગણું વધુ.

નિયમ: હાઈ-રિસ્ક ગ્રુપના સભ્યો રક્તદાન કરી શકશે નહીં.

હેતુ: ટ્રાન્સફ્યુઝન-ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન (TTI) ને અટકાવવું.