India

રશિયા અને અમેરિકાને પાછળ મૂકીને ભારત યુરોપનો અગ્રણી ઓઇલ સપ્લાયર

By GS Team
6 Sep 20261 min read
TukuTouch Logo
ખાડી દેશોમાં તંગદિલી છતાં ભારતમાં ઓઇલ-ગેસ પુરવઠાને અસર નથી. રશિયા-અમેરિકાની નિકાસમાં મંદી વચ્ચે ભારત યુરોપને ડીઝલ પૂરું પાડતો અગ્રણી દેશ બન્યો છે. ઓગસ્ટમાં યુરોપ ગયેલા ડીઝલનો લગભગ 60% હિસ્સો ભારતીય રિફાઇનરીઓ દ્વારા સપ્લાય થયો. ભારત 258.1 મિલિયન ટન વાર્ષિક ક્ષમતા સાથે ચોથો સૌથી મોટો રિફાઇનર છે, જે ઘરેલું માંગ કરતાં વધુ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

રશિયા અને અમેરિકાને પાછળ મૂકીને ભારત યુરોપનો અગ્રણી ઓઇલ સપ્લાયર

નવી દિલ્હી : ખાડી દેશોમાં તંગદિલીને કારણે ઓઇલ અને ગેસનાં પુરવઠા પર અસર થઇ છે.જો કે ભારતમાં ઓઇલ અને ગેસનાં પુરવઠા પર અસર ખૂબ જ નહીંવત જોવા મળી છે. એટલું જ નહીં પણ ભારત હવે અન્ય દેશોને ઓઇલ સપ્લાય કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે.
એક રિપોર્ટ અનુસાર રશિયાની નિકાસમાં મંદી અને અમેરિકન શિપમેંટમાં નબળાઇને પગલે હવે ભારત યુરોપને ડીઝલ પૂરો પાડનાર એક અગ્રણી દેશ બનીને ઉભરી રહ્યો છે.
રિપોર્ટ અનુસાર ઓગસ્ટમાં બાબ-અલ-મંડેબ સ્ટ્રેટથી થઇને યુરોપ જનારા જહાજો પર પહોંચેલ ડીઝલનો લગભગ ૬૦ ટકા હિસ્સો ભારતીય રિફાઇનરીઓ દ્વારા સપ્લાય કરવામાં આવ્યો હતો.
ગયા મહિને યુરોપ જનારા પ્રમુખ શિપિંગ રૂટથી લગભગ બે લાખ બેરલ પ્રતિદિન ડીઝલની અવરજવર થઇ હતી. માર્ચ અને એપ્રિલમાં આ માર્ગથી પ્રવાહ લગભગ ઠપ થઇ ગયા પછી આ આંકડો ગત વર્ષનાં સ્તરથી નજીક છે.
ડીઝલ સપ્લાયની બાબતમાં ભારતની વધતી ભૂમિકાનું કારણ એ રહ્યું છે કે દેશનાં રિફાઇનરો પાસે વધારાની ક્ષમતા ઉપલબ્ધ છે. ભારત વિશ્વનું ચોથું સૌથી મોટું રિફાઇનર છે.
જેની સ્થાપિત ક્ષમતા ૨૫૮.૧ મિલિયન ટન પ્રતિ વર્ષ છે જે ઘરેલુ ઇંધણની માંગથી વધારે છે. ૨૦૨૫-૨૬માં ભારતે ૬૧.૫ મિલિયન ટન પેટ્રોલિયમ ઉત્પાદનોની નિકાસ કરી હતી.
જેના કારણે તે ભારત રિફાઇન્ડ પેટ્રોલિયમ પ્રોડક્ટનો વિશ્વનાં સૌથી મોટા નિકાસકારોમાંથી એક બની ગયો છે. આ ઇંધણોને હવે યુરોપ અને રશિયામાં બજાર મળી રહ્યાં છે.