Get The App

BIG NEWS: ભારતમાં જ બનશે 5th Gen ફાઈટર જેટ, સરકારે મેગા પ્રોજેક્ટને આપી મંજૂરી

Updated: May 27th, 2025

GS TEAM


Google News
Google News
BIG NEWS: ભારતમાં જ બનશે 5th Gen ફાઈટર જેટ, સરકારે મેગા પ્રોજેક્ટને આપી મંજૂરી 1 - image


Fighter Jet: સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે AMCA (Advanced Medium Combat Aircraft) કાર્યક્રમ માટે મંગળવારે (27 મે) મંજૂરી આપી દીધી છે. આ પગલું ભારતને આત્મનિર્ભર ભારત અભિયાનને મજબૂત બનાવવાની દિશામાં મોટું પગલું છે. આ કાર્યક્રમને ADA (Aeronautical Development Agency) અને ઉદ્યોગોની ભાગીદારીથી લાગુ કરવામાં આવશે, જેમાં ખાનગી અને સાર્વજનિક વિસ્તારની કંપનીને સમાન તક મળશે. 

BIG NEWS: ભારતમાં જ બનશે 5th Gen ફાઈટર જેટ, સરકારે મેગા પ્રોજેક્ટને આપી મંજૂરી 2 - image

શું છે AMCA? 

AMCAએ ભારતની પાંચમી પેઢીનું સ્ટીલ્થ ફાઇટર જેટ છે, જે ભારતીય વાયુસેના માટે ડિઝાઇન કરવામાં આવી રહ્યું છે. આ વિમાન આધુનિક ટેક્નિકથી બનાવેલું હશે જેમાં સ્ટીલ્થ ટેક્નિક, સુપરક્રૂઝ, અદ્યતન સેન્સર અને હથિયાર, AIનો સમાવેશ થશે. ચાલો જાણીએ આ તમામની વિશેષતા વિશે. 

આ પણ વાંચોઃ VIDEO : છત્તીસગઢમાં ‘બસવરાજુ’ના એન્કાઉન્ટર બાદ નક્સલીઓમાં દહેશત, 18 નક્સલીનું સરેન્ડર

  • સ્ટીલ્થ ટેક્નિકઃ રડારથી બચવાની ક્ષમતા, જેનાથી દુશ્મન તેને સરળતાથી પકડી ન શકે. 
  • સુપરક્રૂઝઃ આફ્ટરબર્નર વિના ધ્વનિની ગતિ સાથે વધુ ઉડાન ભરવાની ક્ષમતા. 
  • અદ્યતન સેન્સર અને હથિયારઃ રડાર, મિસાઇલ અને ઇલેક્ટ્રોનિક યુદ્ધ પ્રણાલી જે તેને મલ્ટી રોલ વિમાન બનાવશે.
  • AI: સ્વચાલિત નિર્ણય લેવા અને નેટવર્ક કેન્દ્રિત યુદ્ધમાં મદદ કરશે. 

AMCAને  DRDO (Defence Research and Development Organisation)ની ADA દ્વારા વિકસિત કરવામાં આવશે. તેનો લક્ષ્ય ભારતીય વાયુસેનાને 2030 સુધી એક વિશ્વસ્તરીય સ્વદેશી વિમાન આપવાનો છે, જે આયાત કરવામાં આવેલા વિમાન (જેમકે રાફેલ અથવા સુખોઈ) પર નિર્ભરતા ઓછી કરશે. 

AMCA કાર્યક્રમનું અમલીકરણ મોડેલ

સંરક્ષણ મંત્રીએ AMCAના વિકાસ માટે એક નવું અમલીકરણ મોડેલ મંજૂર કર્યું છે, જેમાં અનેક વિશેષતાઓ છે. આ વિશેષતાઓમાં ADA આ કાર્યક્રમને ખાનગી અને સાર્વજનિક વિસ્તારની કંપની સાથે મળીને ચલાવશે. જેનાથી સ્વદેશી ટેક્નિકની કુશળતા અને ક્ષમતાનો ઉપયોગ થશે. આ સિવાય ખાનગી અને જાહેર કંપનીઓ સ્વતંત્ર રૂપે, જોઇન્ટ વેન્ચર અથવા કંસોર્ટિયા (અનેક કંપનીનો સમૂહ)ના રૂપે બોલી લગાવી શકે છે. બોલી લગાવનાર કંપનીઓએ ભારતીય કાયદાઓનું પાલન કરવાનું રહેશે. તમામ કંપનીને સમાન તક મળશે અને પસંદગી હરીફાઈના આધારે થશે. ADA જલ્દી AMCAના વિકાસ ચરણ માટે એક એક્સપ્રેશન ઑફ ઈન્ટરેસ્ટ (EoI) જાહેર કરશે, જે હેઠળ કંપની પોતાની ભાગીદારી માટે અરજી કરી શકશે. આ મોડેલ ભારતના એરોસ્પેસ ઉદ્યોગને વેગ આપશે અને ખાનગી કંપની જેવી કે, HAL, TATA, L&T અને અન્યને મોટા સંરક્ષણ પ્રોજેક્ટમાં સામેલ થવાન તક આપવામાં આવશે.

આ પણ વાંચોઃ રાજ્યસભામાં વધશે વિપક્ષનો 'પાવર', 8 બેઠકો પર ચૂંટણી બાદ બદલાઈ જશે સમીકરણ

AMCAની વિશેષતાઃ

AMCA ભારતની પાંચમી પેઢીનું ફાઇટર જેટ હશે, જેમાં અનેક અદ્યતન વિશેષતાઓ હશે...

  • વજન અને આકારઃ મધ્યમ વજન વર્ગ (લગભગ 25 ટન), જે રાફેલ અને સુખોઈથી નાનું પરંતુ તેજ અને વધુ ચપળ હશે. 
  • રેન્જ અને ગતિઃ 1 હજાર કિ.મીથી વધુ રેન્જ અને મૈક 1.8+ની ગતિ.
  • હથિયારઃ હવાથી હવા, હવાથી જમીન અને સ્ટીલ્થ મિસાઇલ જેમકે, અસ્ત્ર અને બ્રહ્મોસ-એનજી.
  • એન્જિનઃ શરૂઆતમાં GE F414 એન્જિન, પરંતુ બાદમાં સ્વદેશી AL-51 એન્જિન વિકસિત કરવામાં આવશે. 
  • અદ્યતન રડારઃ AESA (Active Electronically Scanned Array) રડાર, જે અનેક લક્ષ્યને એકસાથે ટ્રેક કરી શકે છે. 
  • લો-ઑબ્ઝર્વેબલ ડિઝાઇનઃ રડાર ક્રૉસ-સેક્શનને ઓછું કરવા માટે વિશેષ ડિઝાઇન, જે તેને સ્ટીલ્થ બનાવે છે. 

નોંધનીય છે કે, ADAએ પહેલાં જ AMCAની ડિઝાઇનને અંતિમ રૂપ આપી દીધું છે. હવે ઉદ્યોગની ભાગીદારી સાથે પ્રોટોટાઇપ નિર્માણ શરૂ થશે. 2030 સુધી ભારતીય વાયુસેનામાં AMCAની પહેલી સ્ક્વાડ્રન સામેલ થવાની આશા છે.

વ્યૂહાત્મક મહત્ત્વ

  • AMCA કાર્યક્રમ ભારતની રક્ષા અને વ્યૂહાત્મક ક્ષમતા માટે ગેમ ચેન્જર છે. 
  • AMCA દ્વારા આયાત કરવામાં આવતા વિમાન પરથી નિર્ભરતા ઓછી થશે. ભારતનો એરોસ્પેસ ઉદ્યોગ વૈશ્વિક સ્તર પર હરીફ બનશે. 
  • AMCA ચીનના J-20 અને પાકિસ્તાનના પ્રોજેક્ટ AZM જેવા પાંચમી પેઢીના વિમાનનો મુકાબલો કરશે. 
  • ખાનગી અને જાહેર કંપનીની ભાગીદારીથી રોજગાર અને ટેક્નોલોજીકલ નવીનતામાં વધારો કરશે. 
  • AMCA ની સફળતા ભારતને ફાઇટર એરક્રાફ્ટના નિકાસકાર તરીકે સ્થાપિત કરી શકે છે.
Tags :