India

BIG NEWS: ભારત-બ્રાઝિલ વચ્ચે ટ્રેડ ડીલ પર હસ્તાક્ષર, 20 અરબ ડૉલર વ્યાપારનો ટાર્ગેટ

By GS TEAM
21 Feb 20262 mins read
TukuTouch Logo
ભારત અને બ્રાઝિલના સંબંધોમાં આજે (21 ફેબ્રુઆરી) એક નવા અધ્યાયની શરુઆત થઈ છે. ભારત-બ્રાઝીલ વચ્ચે ટ્રેડ ડીલ પર હસ્તાક્ષર થઈ ચૂક્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બ્રાઝીલના પ્રમુખ લુઇસ ઇનાસિયો લૂલા ડી સિલ્વા વચ્ચે દ્વિપક્ષીય વાતચીતમાં આ મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર સહમતિ બની છે, જે બંને દેશોની અર્થવ્યવસ્થાને નવી ગતિ આપી શકે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

BIG NEWS: ભારત-બ્રાઝિલ વચ્ચે ટ્રેડ ડીલ પર હસ્તાક્ષર, 20 અરબ ડૉલર વ્યાપારનો ટાર્ગેટ

India-Brazil Trade Deal: ભારત અને બ્રાઝિલના સંબંધોમાં આજે (21 ફેબ્રુઆરી) એક નવા અધ્યાયની શરુઆત થઈ છે. ભારત-બ્રાઝીલ વચ્ચે ટ્રેડ ડીલ પર હસ્તાક્ષર થઈ ચૂક્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બ્રાઝીલના પ્રમુખ લુઇસ ઇનાસિયો લૂલા ડી સિલ્વા વચ્ચે દ્વિપક્ષીય વાતચીતમાં આ મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર સહમતિ બની છે, જે બંને દેશોની અર્થવ્યવસ્થાને નવી ગતિ આપી શકે છે.

20 અરબ ડૉલર વ્યાપારનો ટાર્ગેટ

ભારત અને બ્રાઝિલ વચ્ચે ટ્રેડ ડીલ થઈ ચૂકી છે. આ દરમિયાન વર્ષ 2030 સુધી દ્વિપક્ષીય વેપારને 20 અરબ ડૉલર સુધી પહોંચાડવાનો ટાર્ગેટ નક્કી છે. ગત વર્ષ એટલે 2025માં ભારત અને બ્રાઝિલ વચ્ચે 15.21 અરબ ડૉલર સુધીનો વેપાર થયો હતો. જેમાં 25 ટકાથી વધુનો વધારો થયો છે. ભારતનું એક્સપોર્ટ 8.35 અરબ ડૉલર અને બ્રાઝિલથી ઇમ્પોર્ટ 6.85 અરબ ડૉલર સુધી રહ્યું. આ સિવાય બ્રાઝિલમાં ભારતીય રોકાણ 15 અરબ ડૉલરથી વધુનું રહ્યું.

'મને પ્રમુખ લૂલાનું ભારતમાં સ્વાગત કરતાં ખૂબ ખુશી'

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રમુખ લૂલા અને તેમના પ્રતિનિધિમંડળનું ભારતમાં સ્વાગત કરતા કહ્યું કે, મને પ્રમુખ લૂલા અને તેમના પ્રતિનિધિમંડળનું ભારતમાં સ્વાગત કરતા ખુબ ખુશી થઈ રહી છે. તેમના વિઝન અને પ્રેરણાદાયક નેતૃત્વથી ભારત-બ્રાઝિલના સંબંધોને લાંબા સમયથી લાભ મળ્યો છે. ગત કેટલાક વર્ષોમાં બંને નેતાઓ વચ્ચે કેટલીક મુલાકાતો થઈ છે અને દરેક વખતે ભારત પ્રત્યે પ્રમુખ લૂલાની ગાઢ મિત્રતા અને વિશ્વાસ સ્પષ્ટ રીતે અનુભવાયો છે. પ્રમુખ લૂલાનો આ પ્રવાસ ઐતિહાસિક 'AI Impact Summit'ને પણ નવી ઉર્જા આપે છે અને બંને દેશોની સ્ટ્રેટેજિક પાર્ટનરશિપને મજબૂત કરે છે.'

'વેપારને 20 બિલિયન ડૉલરથી વધુ લઈ જવાનું લક્ષ્ય'

વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, 'બ્રાઝિલ લેટિન અમેરિકામાં ભારતનું સૌથી મોટું ટ્રેડિંગ પાર્ટનર છે. બંને દેશો આગામી પાંચ વર્ષમાં દ્વિપક્ષીય વેપારને 20 બિલિયન ડૉલરથી વધુ લઈ જવા માટે પ્રતિબદ્ધ છે. આપણો વેપાર ફક્ત એક આંકડો નથી; તે પરસ્પર વિશ્વાસનું પ્રતિબિંબ છે. પ્રમુખ લૂલા સાથે આવેલું મોટું વ્યાપારી પ્રતિનિધિમંડળ આ વિશ્વાસને પ્રતિબિંબિત કરે છે.'

'ટૅક્નોલૉજી અને ગ્લોબલ સાઉથ પર ફોકસ'

વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, 'ટૅક્નોલૉજી અને નવીનતામાં સહયોગ માત્ર ભારત અને બ્રાઝિલ માટે જ નહીં, પરંતુ સમગ્ર ગ્લોબલ સાઉથ માટે મહત્ત્વપૂર્ણ છે. AI, ડિજિટલ ટૅક્નોલૉજી અને સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમમાં ભાગીદારી વિકાસશીલ દેશોને નવી દિશા પણ પ્રદાન કરી શકે છે.