India

PM મોદીની હાજરીમાં બે ટેક દિગ્ગજો વચ્ચેનો અણબનાવ ઉઘાડો પડ્યો, એકબીજાનો હાથ પણ ન પકડ્યો

By GS TEAM
19 Feb 20262 mins read
TukuTouch Logo
ગ્રુપ ફોટો લેતી વખતે પીએમ મોદી અને અન્ય ટેક લીડર્સ (Tech Leaders) એ એકસાથે મળીને હાથ ઉપર કર્યા હતા. આ દરમિયાન OpenAI ના CEO સેમ ઓલ્ટમેન અને Anthropic ના CEO ડારિયો અમોડેઈ એ બીજા નેતાઓની જેમ એકબીજાના હાથ પકડવાને બદલે માત્ર પોતાના હાથ ઉપર કર્યા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

PM મોદીની હાજરીમાં બે ટેક દિગ્ગજો વચ્ચેનો અણબનાવ ઉઘાડો પડ્યો, એકબીજાનો હાથ પણ ન પકડ્યો

'India AI Impact Summit' માં એક નાની ક્ષણ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ ગઈ છે. ગ્રુપ ફોટો લેતી વખતે પીએમ મોદી અને અન્ય ટેક લીડર્સ (Tech Leaders) એ એકસાથે મળીને હાથ ઉપર કર્યા હતા. આ દરમિયાન OpenAI ના CEO સેમ ઓલ્ટમેન અને Anthropic ના CEO ડારિયો અમોડેઈ એ બીજા નેતાઓની જેમ એકબીજાના હાથ પકડવાને બદલે માત્ર પોતાના હાથ ઉપર કર્યા હતા. રિપોર્ટ્સ અને સોશિયલ મીડિયા પોસ્ટમાં આ ઘટનાને બંને કંપનીઓ વચ્ચેના જૂના પ્રોફેશનલ ટકરાવ સાથે જોડીને જોવામાં આવી રહી છે.

વૈચારિક મતભેદ કે પ્રોફેશનલ હરીફાઈ?

OpenAI અને Anthropic વચ્ચેના તફાવતને લોકો આ રીતે જોઈ રહ્યા છે. OpenAI: આ કંપનીનું ફોકસ ઝડપી પ્રોડક્ટ લોન્ચ અને મોટા પાયે યુઝર્સ સુધી પહોંચવા પર રહ્યું છે.

Anthropic: આ કંપની શરૂઆતથી જ AI ની સુરક્ષા (Safety) અને જવાબદાર ઉપયોગ પર વધુ ભાર આપે છે. જોકે, આ વાયરલ ક્ષણ અંગે બંનેમાંથી કોઈ પણ કંપની દ્વારા સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. 

સેમ ઓલ્ટમેન અને ડારિયો અમોડેઈ વચ્ચેની તકરારનો ઈતિહાસ


આ બંને દિગ્ગજો વચ્ચેના તણાવની વાત નવી નથી:

- ડારિયો અમોડેઈ અગાઉ OpenAI માં જ સિનિયર પોઝિશન પર કામ કરતા હતા.

- પાછળથી તેમણે પોતાના કેટલાક સાથીઓ સાથે મળીને Anthropic શરૂ કર્યું હતું.

અલગ થવાનું મુખ્ય કારણ AI ને કેટલી ઝડપથી આગળ વધારવું અને સુરક્ષાને કેટલી પ્રાથમિકતા આપવી તે અંગેનો વૈચારિક મતભેદ હતો. ત્યારથી જ આ બંને કંપનીઓ AI રેસમાં એકબીજાની મોટી હરીફ માનવામાં આવે છે.

સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયાઓ

સોશિયલ મીડિયા પર આ પળને લઈને મીમ્સ અને જોક્સનું પૂર આવ્યું છે. કેટલાક યુઝર્સે તેને AI ઇન્ડસ્ટ્રીનું 'કોલ્ડ વોર' ગણાવે છે, જ્યારે ઘણા લોકોનું કહેવું છે કે આ માત્ર એક સામાન્ય પળ હતી જેને જરૂર કરતા વધુ મહત્વ આપવામાં આવી રહ્યું છે.

સમિટનો મુખ્ય ઉદ્દેશ્ય

નોંધનીય છે કે AI Impact Summit માત્ર આ વાયરલ પળો પૂરતી મર્યાદિત નથી. આ મંચ પર ભારત માટે AI નું ભવિષ્ય, ડેટા સેન્ટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સ્કિલ ડેવલપમેન્ટ અને સુરક્ષિત ઉપયોગ જેવા ગંભીર મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી.