India

ભારતમાં AIનો મહાકુંભ! ગૂગલ, Nvidia, મેટા, માઇક્રોસોફ્ટ સહિત 50થી વધુ કંપનીઓ બનશે મહેમાન

By GS TEAM
14 Feb 20262 mins read
TukuTouch Logo
ભારત વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત અને મહત્ત્વપૂર્ણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) સંમેલનનું યજમાન બનવા જઈ રહ્યું છે. 'India AI Impact Summit 2026' આગામી 16 ફેબ્રુઆરીથી 20 ફેબ્રુઆરી દરમિયાન નવી દિલ્હીના પ્રતિષ્ઠિત ભારત મંડપમ ખાતે યોજાશે. આ પાંચ દિવસીય કાર્યક્રમમાં ભારત પોતાની 'સોવરિન AI' વ્યૂહરચના અને ગ્લોબલ AI ગવર્નન્સમાં પોતાની ભૂમિકા વિશ્વ સમક્ષ રજૂ કરશે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભારતમાં AIનો મહાકુંભ! ગૂગલ, Nvidia, મેટા, માઇક્રોસોફ્ટ સહિત 50થી વધુ કંપનીઓ બનશે મહેમાન

India AI Impact Summit 2026 : ભારત વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત અને મહત્ત્વપૂર્ણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) સંમેલનનું યજમાન બનવા જઈ રહ્યું છે. 'India AI Impact Summit 2026' આગામી 16 ફેબ્રુઆરીથી 20 ફેબ્રુઆરી દરમિયાન નવી દિલ્હીના પ્રતિષ્ઠિત ભારત મંડપમ ખાતે યોજાશે. આ પાંચ દિવસીય કાર્યક્રમમાં ભારત પોતાની 'સોવરિન AI' વ્યૂહરચના અને ગ્લોબલ AI ગવર્નન્સમાં પોતાની ભૂમિકા વિશ્વ સમક્ષ રજૂ કરશે.

વિશ્વના 100થી વધુ દેશોની સહભાગીતા

આ સમિટની ભવ્યતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે, તેમાં 100થી વધુ દેશોના ડેલિગેશન ભાગ લેશે. જેમાં 15થી 20 દેશોના રાષ્ટ્રીયાધ્યક્ષો (રાષ્ટ્રપતિ, વડાપ્રધાન), 50થી વધુ મંત્રીઓ અને વિશ્વની અગ્રણી ટેક કંપનીઓના 50થી વધુ CEO હાજરી આપવાના છે.

કોણ-કોણ લેશે ભાગ? 

સિલિકોન વેલીના દિગ્ગજોથી લઈને ભારતીય ઉદ્યોગ સાહસિકો આ કાર્યક્રમમાં એક મંચ પર જોવા મળશે. જેમાં ભારતીય ટેક નિષ્ણાતો ઉપરાંત વિદેશની દિગ્ગજ કંપનીઓનાં ઉચ્ચ અધિકારીઓ પણ હાજરી આપશે. મૂળ ભારતીય અને ગુગલના સીઈઓ સુંદર પિચાઇથી માંડી અનેક દિગ્ગજ હસ્તીઓ આ કાર્યક્રમમાં હાજરી આપશે. 

સુંદર પિચાઇ: CEO, Google

સેમ ઓલ્ટમેન: CEO, OpenAI

જેન્સન હુઆંગ: CEO, Nvidia

ડેમિસ હસાબિસ: CEO, DeepMind

ડારિયો અમોડેઈ: CEO, Anthropic

બ્રેડ સ્મિથ: પ્રેસિડેન્ટ, Microsoft

યાન લેકુન: ચીફ AI સાયન્ટિસ્ટ, Meta

700થી વધુ સેશન અને ખાસ એજન્ડા

આ ઇવેન્ટમાં કુલ 700થી વધુ સત્રો યોજાશે, જેમાં AI સેફ્ટી, ગવર્નન્સ, ડેટા પ્રોટેક્શન, એથિકલ ફ્રેમવર્ક અને આર્થિક વિકાસમાં AIના ઉપયોગ પર ચર્ચાઓ થશે. સમિટ દરમિયાન 16-17 ફેબ્રુઆરીએ 'AI રિસ્પોન્સિબિલિટી પ્લેજ' (AI જવાબદારીના શપથ) અભિયાન હેઠળ ગિનિસ વર્લ્ડ રૅકોર્ડ બનાવવાનો પણ પ્રયાસ કરવામાં આવશે.

કેવી રીતે કરવું રજિસ્ટ્રેશન?

સામાન્ય નાગરિકો અને ડેલિગેટ્સ સત્તાવાર વેબસાઇટ impact.indiaai.gov.in પર જઈને 'Register Now' વિકલ્પ દ્વારા પોતાની વિગતો ભરીને આ ઐતિહાસિક ઇવેન્ટનો ભાગ બની શકે છે.