India

‘ચાલતી બસમાં વિદ્યાર્થિનીને ખોટી રીતે સ્પર્શ કર્યો’, કોંગ્રેસ ધારાસભ્ય પર ગંભીર આરોપ, Video Viral

By GS Team
7 Oct 20263 mins read
TukuTouch Logo
તેલંગાણામાં કોંગ્રેસના MLA માલેરેડ્ડી રંગા રેડ્ડી પર BRS દ્વારા ગંભીર આરોપ લાગ્યા છે. ઇબ્રાહિમપટ્ટનમના ધારાસભ્યએ ચાલુ સરકારી બસમાં એક વિદ્યાર્થિની સાથે અયોગ્ય વર્તન કરી તેને ખોટી રીતે સ્પર્શ કર્યો હોવાનો દાવો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં ધારાસભ્ય વિદ્યાર્થિનીનો હાથ પકડતા દેખાય છે. BRS નેતા પ્રવીણ કુમારે કેસ દાખલ કરવાની માંગ કરી છે. જોકે, ધારાસભ્યએ તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

‘ચાલતી બસમાં વિદ્યાર્થિનીને ખોટી રીતે સ્પર્શ કર્યો’, કોંગ્રેસ ધારાસભ્ય પર ગંભીર આરોપ, Video Viral

Telangana Congress MLA Controversy : તેલંગાણામાં વિપક્ષ ભારત રાષ્ટ્ર સમિતિ (BRS) દ્વારા શાસક પક્ષ કોંગ્રેસ પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. BRS નેતાઓનો આરોપ છે કે ઇબ્રાહિમપટ્ટનમના કોંગ્રેસ ધારાસભ્ય માલેરેડ્ડી રંગા રેડ્ડીએ ચાલુ સરકારી બસમાં મુસાફરી કરી રહેલી એક વિદ્યાર્થિની સાથે અયોગ્ય વર્તન કર્યું અને તેને ખોટી રીતે સ્પર્શ કર્યો.

સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થતાં વિવાદ વધ્યો

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં ધારાસભ્ય માલેરેડ્ડી રંગા રેડ્ડી બસમાં બે વિદ્યાર્થિનીઓ સાથે વાતચીત કરતા નજરે પડે છે. તેઓ કોંગ્રેસ સરકારની મહિલાઓ માટેની મફત બસ યોજના ‘મહાલક્ષ્મી’ અંગે ચર્ચા કરી રહ્યા હતા. વિદ્યાર્થિનીઓએ જણાવ્યું હતું કે તેઓ છેલ્લા 1 વર્ષથી આ યોજનાનો લાભ લઈ રહી છે અને તેનાથી વાર્ષિક આશરે 45,000 રૂપિયાની બચત થઈ રહી છે. વાતચીત દરમિયાન ધારાસભ્ય વિદ્યાર્થિનીનો હાથ પકડતા જોવા મળ્યા, જેને લઈને રાજકીય વિવાદ સર્જાયો છે.

BRS નેતાએ કેસ દાખલ કરવા અને સમન્સ પાઠવવા કરી માંગ

વીડિયો સામે આવ્યા બાદ BRS નેતા આર. એસ. પ્રવીણ કુમારે આકરો વિરોધ નોંધાવ્યો હતો. તેમણે સવાલ ઉઠાવ્યો કે ધારાસભ્યને વિદ્યાર્થિનીનો હાથ પકડવાની કે અયોગ્ય સ્પર્શ કરવાની શું જરૂર હતી? આ મહિલાના સન્માનને ઠેસ પહોંચાડવા સમાન ગુનો છે. તેમણે રાજ્ય મહિલા આયોગ પાસે ધારાસભ્યને સમન્સ પાઠવવાની માંગ કરી છે. આ સાથે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પૂછ્યું કે સુરક્ષા માટેની SHE ટીમો ક્યાં છે? કંડક્ટરની ફરિયાદના આધારે ધારાસભ્ય સામે કાયદેસર ગુનો નોંધાવો જોઈએ.

તમામ આરોપો પાયાવિહોણા : ધારાસભ્યની સફાઈ

વિવાદ વધતાં ધારાસભ્ય માલેરેડ્ડી રંગા રેડ્ડીએ સ્પષ્ટતા કરી તમામ આક્ષેપોને સદંતર નકારી કાઢ્યા છે. તેમણે જણાવ્યું કે 6 ઓક્ટોબરે કલેક્ટર કચેરીની બેઠક બાદ તેઓ બોન્ગુલુરુથી સામાન્ય બસમાં સવાર થયા હતા. વિદ્યાર્થિનીઓ ભીડને ધ્યાને રાખી વધુ બસો શરૂ કરવા રજૂઆત કરી રહી હતી અને તેઓ પિતાતુલ્ય સ્નેહ સાથે સામાન્ય વાતચીત કરી રહ્યા હતા. બસે ટર્ન લીધો તે ક્ષણના વીડિયોને BRS રાજકીય લાભ ખાતર તોડી-મરોડીને રજૂ કરી રહી છે. તેઓ મહિલાઓનું પૂરેપૂરું સન્માન કરે છે.વિવાદ વધતાં ધારાસભ્ય માલેરેડ્ડી રંગા રેડ્ડીએ સ્પષ્ટતા કરી તમામ આક્ષેપોને સદંતર નકારી કાઢ્યા છે. તેમણે જણાવ્યું કે 6 ઓક્ટોબરે કલેક્ટર કચેરીની બેઠક બાદ તેઓ બોન્ગુલુરુથી સામાન્ય બસમાં સવાર થયા હતા. વિદ્યાર્થિનીઓ ભીડને ધ્યાને રાખી વધુ બસો શરૂ કરવા રજૂઆત કરી રહી હતી અને તેઓ પિતાતુલ્ય સ્નેહ સાથે સામાન્ય વાતચીત કરી રહ્યા હતા. બસે ટર્ન લીધો તે ક્ષણના વીડિયોને BRS રાજકીય લાભ ખાતર તોડી-મરોડીને રજૂ કરી રહી છે. તેઓ મહિલાઓનું પૂરેપૂરું સન્માન કરે છે.