Get The App

હવામાન વિભાગનું સાત દિવસનું એલર્ટ : ગુજરાત સહિત આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી

Updated: Jul 31st, 2025

GS TEAM

Google News
Google News
હવામાન વિભાગનું સાત દિવસનું એલર્ટ : ગુજરાત સહિત આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી 1 - image


IMD Rain Alert : દેશભરના અનેક રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે. મેઘરાજાએ શરૂઆતથી જ હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, બિહાર, ઝારખંડ સહિત અનેક રાજ્યોમાં રૌદ્ર સ્વરૂપ દેખાડી દીધું છે, ત્યારે ભારતીય હવામાન વિભાગે ગુજરાત સહિત અનેક રાજ્યો માટે સાત ઓગસ્ટ સુધીનું એલર્ટ જાહેર કર્યું છે. દેશના વિવિધ ભાગોમાં સક્રિય વરસાદી સિસ્ટમોને કારણે અલગ-અલગ રાજ્યોમાં અલગ-અલગ પ્રકારની ચેતવણીઓ જારી કરવામાં આવી છે. આગાહી મુજબ ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, ઉત્તરાખંડ, હિમાચલ, પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ બિહાર ઝારખંડ સહિતના રાજ્યોમાં વરસાદ પડવાની આગાહી કરાઈ છે.

જાણો કયાં કયાં રાજ્યોમાં પડશે વરસાદ

ગુજરાત : 1 ઓગસ્ટે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ ચાલુ રહેશે. ખાસ કરીને, ઉત્તર અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં સારો વરસાદ થઈ શકે છે. 2 ઓગસ્ટેથી 5 ઓગસ્ટ રાજ્યમાં વરસાદનું જોર થોડું ઘટી શકે છે. જોકે, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા હળવા ઝાપટાં પડી શકે છે. હવામાન વિભાગે 5 ઓગસ્ટ સુધી રાજ્યભરમાં હળવા વરસાદની આગાહી કરી છે, પરંતુ કોઈ મોટી ચેતવણી જારી કરી નથી. 6 ઓગસ્ટથી 7 ઓગસ્ટ વરસાદની ગતિવિધિ ફરી વધી શકે તેવી શક્યતા છે.

મહારાષ્ટ્ર અને ગોવા : 31 જુલાઈ (ગુરુવાર) થી 2 ઓગસ્ટ (શનિવાર): આ સમયગાળા દરમિયાન, કોંકણ અને મધ્ય મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં હળવોથી મધ્યમ વરસાદ ચાલુ રહેશે. મુંબઈ અને આસપાસના ઉપનગરોમાં પણ હળવા વરસાદી ઝાપટાંની શક્યતા છે. 3 ઓગસ્ટ (રવિવાર) થી 7 ઓગસ્ટ (ગુરુવાર) દરમિયાન, વરસાદની ગતિવિધિ થોડી ધીમી પડી શકે છે. મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને છૂટાછવાયા હળવા વરસાદની શક્યતા છે. હાલમાં મહારાષ્ટ્રના કોઈપણ જિલ્લા માટે કોઈ રેડ એલર્ટ કે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું નથી.

આ પણ વાંચો : પાકિસ્તાનને ભારતનો વધુ એક ઝટકો, 40 વર્ષ જૂના ડ્રીમ પ્રોજેક્ટને સરકારનું ગ્રીન સિગ્નલ

દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ : 31 જુલાઈથી 2 ઓગસ્ટ મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે. આ પ્રદેશોમાં ચોમાસાની સક્રિયતાને કારણે કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. 3 ઓગસ્ટથી 7 ઓગસ્ટ વરસાદની ગતિવિધિ થોડી ધીમી પડી શકે છે. આ સમયગાળા દરમિયાન, વાતાવરણ સામાન્ય રીતે વાદળછાયું રહેશે અને છૂટાછવાયા હળવા વરસાદની શક્યતા છે. ભારે વરસાદની સંભાવના ઓછી છે.

ઉત્તરાખંડ : 1 ઓગસ્ટે પહાડી વિસ્તારોમાં વરસાદનું જોર યથાવત રહેશે. દેહરાદૂન, નૈનીતાલ, ચંપાવત અને બાગેશ્વર જેવા જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે. આ દિવસે પણ વીજળી પડવાની અને ભારે પવન ફૂંકાવાની શક્યતા છે. 2 ઓગસ્ટથી 6 ઓગસ્ટ રાજ્યના તમામ જિલ્લાઓમાં હળવા થી મધ્યમ વરસાદ ચાલુ રહેશે. કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદના ઝાપટાં પણ પડી શકે છે. હવામાન વિભાગે આ સમયગાળા માટે ભારે વરસાદ સાથે વીજળી પડવાની અને પવન ફૂંકાવાની ચેતવણી પણ આપી છે. 7 ઓગસ્ટે રાજ્યના ઘણા વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા છે.

આ પણ વાંચો : ...તો iPhoneની કિંમતમાં ધરમૂળથી ફેરફાર થશે, જાણો ટ્રમ્પના ટેરિફ બોંબથી ‘Apple’ પર શું પડશે અસર?

હિમાચલ પ્રદેશ : 1 ઓગસ્ટથી 7 ઓગસ્ટ રાજ્યમાં ચોમાસાની તીવ્રતા થોડી ઓછી થઈ શકે છે. જોકે, આગામી અઠવાડિયા દરમિયાન પહાડી વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ ચાલુ રહેશે. આ સમયગાળામાં પણ કેટલાક સ્થળોએ અચાનક ભારે વરસાદના ઝાપટાં પડી શકે છે.

પંજાબ : 1 ઓગસ્ટથી 7 ઓગસ્ટ પંજાબમાં વરસાદનું પ્રમાણ સામાન્ય રીતે હળવુંથી મધ્યમ રહેવાની સંભાવના છે. આ સમયગાળામાં મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને છૂટાછવાયા વરસાદના ઝાપટાં પડી શકે છે. લુધિયાણા, અમૃતસર અને પટિયાલા જેવા શહેરોમાં પણ છૂટાછવાયા વરસાદની શક્યતા છે.

હરિયાણા : 1 ઓગસ્ટે રાજ્યમાં ગર્જના સાથે હળવો વરસાદ થવાની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ આવી શકે છે. 2 ઓગસ્ટથી 5 ઓગસ્ટ વરસાદનું જોર વધી શકે છે. ખાસ કરીને 2 ઓગસ્ટથી 5 ઓગસ્ટ દરમિયાન રાજ્યના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ, વાવાઝોડા અને વીજળી પડવાની સંભાવના છે. આ દિવસોમાં હવામાન ખરાબ રહી શકે છે. 6 ઓગસ્ટ અને 7 ઓગસ્ટે વરસાદની તીવ્રતા ઓછી થઈ શકે છે. હળવાથી મધ્યમ વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે.

આ પણ વાંચો : PIN યાદ રાખવાની માથાકૂટથી છૂટકારો! આ રીતે થશે UPI પેમેન્ટ, ફ્રોડ-સ્કેમથી પણ બચી શકાશે

દિલ્હી : 1 ઓગસ્ટથી 4 ઓગસ્ટ દિલ્હી-NCRમાં વરસાદની ગતિવિધિ સક્રિય રહેશે. હળવોથી મધ્યમ વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે. 4 ઓગસ્ટ સુધી વાતાવરણ વાદળછાયું રહેશે અને વરસાદી ઝાપટાં પડવાની સંભાવના છે, જે તાપમાનમાં રાહત આપશે. 5 ઓગસ્ટથી 7 ઓગસ્ટ વરસાદનું જોર ઓછું થઈ શકે છે. હળવા વરસાદની શક્યતા છે, પરંતુ ભારે વરસાદનું કોઈ એલર્ટ નથી.

ઉત્તર પ્રદેશ : 1 ઓગસ્ટs રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ ચાલુ રહેશે. પૂર્વ અને પશ્ચિમ બંને ભાગોમાં વરસાદની ગતિવિધિ સક્રિય રહેશે. 2 ઓગસ્ટથી 7 ઓગસ્ટ રાજ્યમાં વરસાદનું જોર થોડું ઘટી શકે છે. જોકે, છૂટાછવાયા હળવા વરસાદી ઝાપટાં ચાલુ રહેશે. વાતાવરણ વાદળછાયું રહેશે, જેના કારણે તાપમાનમાં રાહત મળશે.

બિહાર : 1 ઓગસ્ટે ઘણા વિસ્તારોમાં વરસાદનું જોર વધી શકે છે. ગાજવીજ અને ભારે વરસાદની સંભાવના છે, જેના માટે સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવે છે. 2 ઓગસ્ટે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ ચાલુ રહેશે. 3 ઓગસ્ટ અને 4 ઓગસ્ટે વરસાદની ગતિવિધિ સક્રિય રહેશે અને કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ થઈ શકે છે. 5 ઓગસ્ટથી 7 ઓગસ્ટ વરસાદનું જોર થોડું ઓછું થવાની શક્યતા છે, પરંતુ છૂટાછવાયા હળવા વરસાદી ઝાપટાં પડી શકે છે.

ઝારખંડ : 1 ઓગસ્ટથી 7 ઓગસ્ટ વરસાદનું પ્રમાણ સામાન્ય રીતે હળવુંથી મધ્યમ રહેશે. મોટાભાગના વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે. હાલમાં, ભારે વરસાદ માટે કોઈ મોટી ચેતવણી જારી કરવામાં આવી નથી.

મધ્ય પ્રદેશ : 1 ઓગસ્ટ અને 2 ઓગસ્ટ ઘણા ભાગોમાં ભારે વરસાદ, ગાજવીજ અને વીજળી પડવાની સંભાવના છે. પશ્ચિમ અને પૂર્વ મધ્ય પ્રદેશના ઘણા જિલ્લાઓમાં વરસાદ ચાલુ રહેશે. 3 ઓગસ્ટથી 7 ઓગસ્ટ વરસાદની તીવ્રતામાં થોડો ઘટાડો થઈ શકે છે. મોટાભાગના વિસ્તારોમાં હળવા થી મધ્યમ વરસાદ ચાલુ રહેશે. જોકે, કેટલાક સ્થળોએ છૂટાછવાયા વરસાદના ઝાપટાં અને ગાજવીજ સાથે વરસાદની શક્યતા રહેશે.

છત્તીસગઢ : 1 ઓગસ્ટે રાજ્યના ઘણા ભાગોમાં હળવા થી મધ્યમ વરસાદની શક્યતા છે. કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. 2 ઓગસ્ટથી 7 ઓગસ્ટ વરસાદનું પ્રમાણ સામાન્ય રીતે હળવુંથી મધ્યમ રહેશે. મોટાભાગના વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે. હાલમાં, ભારે વરસાદ માટે કોઈ મોટી ચેતવણી જારી કરવામાં આવી નથી.

રાજસ્થાન : 1 ઓગસ્ટે વરસાદનું જોર યથાવત રહેશે. પૂર્વ અને પશ્ચિમ રાજસ્થાનમાં હળવાથી મધ્યમ વરસાદની સાથે કેટલાક સ્થળોએ ભારે વરસાદની શક્યતા છે. 2 ઓગસ્ટથી 6 ઓગસ્ટ રાજ્યમાં વરસાદની તીવ્રતા ઓછી થઈ શકે છે. જોકે, મોટાભાગના વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટાં ચાલુ રહેશે. 7 ઓગસ્ટે હવામાનમાં સુધારો થવાની અપેક્ષા છે અને વરસાદની પ્રવૃત્તિ વધુ ઓછી થઈ જશે.

Tags :