લગ્ન કરવાનો ઇનકાર કરતાં બ્રેકઅપ થાય અને યુવતી આત્મહત્યા કરી લે તો યુવક સામે ઉશ્કેરણીનો કેસ નહીં : સુપ્રીમ કોર્ટ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Supreme Court Refusal To Marry Not Abetment To Suicide: સુપ્રીમ કોર્ટે બ્રેકઅપ બાદ આત્મહત્યાના કેસમાં એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. સુપ્રીમે પોતાના ચુકાદામાં જણાવ્યું છે કે, જો કોઈ પ્રેમી લગ્ન કરવાની ના પાડી દે અને બ્રેકઅપ પછી છોકરી સ્યુસાઈડ કરી લે, તો પ્રેમી એટલે કે છોકરા પર આત્મહત્યા માટે ઉશ્કેરવાનો (Abetment to Suicide) કેસ ચલાવી શકાય નહીં. સુપ્રીમ કોર્ટે એક કેસમાં ચુકાદો આપતાં કહ્યું કે, બ્રેકઅપ બાદ જો છોકરી આત્મહત્યા કરે છે, તો તેના પ્રેમી પર ઉશ્કેરણીનો કેસ ત્યારે જ ચલાવી શકાય, જ્યારે તેના માટેના ચોક્કસ પુરાવા હોય. કોર્ટે વધુમાં ઉમેર્યું કે, બ્રેકઅપનું પરિણામ આત્મહત્યા હોઈ શકે છે, પરંતુ એ કેવી રીતે જાણી શકાય કે એવું થશે જ?
તેલંગાણાના કેસમાં મોટો નિર્ણય
આ મામલો દક્ષિણ ભારતના રાજ્ય તેલંગાણાથી જોડાયેલો છે. અહીં એક છોકરીએ ત્યારે સુસાઈડ કરી લીધું જ્યારે તેના પ્રેમીએ લગ્ન કરવાની ના પાડી દીધી હતી. ત્યારબાદ આત્મહત્યા માટે દુષ્પ્રેરણા સંબંધિત કેસમાં પ્રેમી અને તેના પરિવારના અન્ય 5 સભ્યો સામે પોલીસે ગુનો નોંધ્યો હતો. તેલંગાણા હાઈકોર્ટે સાક્ષીઓ અને પુરાવાઓના આધારે છોકરાના પરિવારને દોષી માન્યા હતા. જે બાદ મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો, જ્યાં જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ વિનોદ ચંદ્રનની ખંડપીઠે પોતાનો ફેસલો સંભળાવ્યો હતો.
સુપ્રીમ કોર્ટના ચુકાદામાં શું છે?
સર્વોચ્ચ અદાલતે કહ્યું કે, પુરાવા અને સાક્ષીઓ એ દર્શાવે છે કે, બ્રેકઅપ પછી છોકરીએ સ્યુસાઈડ કર્યું, પરંતુ તેનાથી એ સાબિત નથી થતું કે છોકરાએ તેને આ માટે ઉશ્કેરી હતી. કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું કે, 'લગ્ન માટે ના પાડવી અને બ્રેકઅપ કરવું એ એક વાત છે, જ્યારે આત્મહત્યા માટે ઉશ્કેરવું એ અલગ બાબત છે. બ્રેકઅપને આપોઆપ આત્મહત્યાની ઉશ્કેરણી તરીકે ગણી શકાય નહીં.' બેન્ચે ચુકાદામાં નોંધ્યું કે, એવા કોઈ પુરાવા રજૂ કરવામાં આવ્યા નથી કે, છોકરાએ બ્રેકઅપ પછી છોકરીને આત્મહત્યા માટે ઉશ્કેરી હતી. ત્યારબાદ છોકરા અને તેના પરિવાર સામે નોંધાયેલા કેસને સર્વોચ્ચ અદાલતે રદ (ક્વોશ) કરી દીધો હતો.
3 મહિના સુધી બંને રિલેશનશિપમાં હતા
સુનાવણી દરમિયાન કોર્ટે નોંધ્યું કે, સ્યુસાઈડ પહેલા મૃતક છોકરી તેના પ્રેમી સાથે લગભગ 3 મહિના સુધી રિલેશનશિપમાં હતી. પ્રેમીની માતાએ બાદમાં આ લગ્નનો અસ્વીકાર કર્યો હતો, ત્યારબાદ છોકરીએ સ્યુસાઈડ કરી લીધું હતું. સુપ્રીમ કોર્ટે કહ્યું કે બ્રેકઅપ સમયે પ્રેમીને એ ખબર નહોતી કે છોકરી આત્મહત્યા કરી લેશે. NCRB ના આંકડા મુજબ 2024 માં ભારતમાં કુલ 1,70,746 આત્મહત્યા નોંધાઈ હતી, જેમાંથી 7,850 આત્મહત્યાઓ પ્રેમ સંબંધો સાથે જોડાયેલી હતી.




