India

IAF ચીફ અમરપ્રીત સિંહે કેપ્ટન સ્મિત મચ્છરની સમયસૂચકતા અને શારીરિક શક્તિ માટે પ્રશંસા કરી

By GS Team
3 Oct 20261 min read
TukuTouch Logo
નવી દિલ્હી: ભારતીય વાયુદળના વડા એર ચીફ માર્શલ અમરપ્રીત સિંહે 'ફ્લાય-દુબઈ'ના કેપ્ટન સ્મિત મચ્છરની પ્રશંસા કરી છે. ઓમાની કો-પાયલોટના હુમલા સામે સ્મિતે દર્શાવેલી સમયસૂચકતા અને શારીરિક શક્તિને તેમણે બિરદાવી. વડાપ્રધાન મોદી સહિત સંરક્ષણ મંત્રી અને રાષ્ટ્રપતિએ પણ સ્મિતની હિંમતને સલામી આપી. ઇજાઓ છતાં વિમાનને સુરક્ષિત રીતે સંભાળવા બદલ સ્મિતની પ્રશંસા કરાઈ.

Summarized by AI; it may make mistakes. Check important info

IAF ચીફ અમરપ્રીત સિંહે કેપ્ટન સ્મિત મચ્છરની સમયસૂચકતા અને શારીરિક શક્તિ માટે પ્રશંસા કરી
  • સમગ્ર ઘટનાક્રમનો પૂરેપૂરો અભ્યાસ કર્યા પછી ભારતીય વાયુદળના વડાએ કેપ્ટન સ્મિત મચ્છરની પ્રશંસા કરી છે

નવી દિલ્હી : ભારતીય વાયુદળના વડા એર ચીફ માર્શલ અમરપ્રીત સિંહે શનિવારે કેપ્ટન સ્મિત મચ્છરની સમયસૂચકતા અને શારીરિક શક્તિ માટે ભારોભાર પ્રશંસા કરી હતી. કેપ્ટન સ્મિતે ઓમાની કો-પાયલોટે કરેલા હુમલા સામે જે ટક્કર લીધી હતી, તેને અમરપ્રીતસિંહે બિરદાવી હતી. તેઓએ કહ્યું હતું કે 'ફલાય-દુબઈ'ના પાયલોટસ પણ હિંમતવાળા છે. આવી ધમકીથી ડરી જતા નથી. ઉલ્લેખનીય છે કે કેપ્ટન સ્મિત મચ્છર એર દુબઈની સેવામાં છે.
ઉલ્લેખનીય છે કે આટલી બધી ઈજા થઈ હોવા છતાં કેપ્ટન સ્મિત મચ્છર કેબિનના દ્વાર સુધી પહોંચી શક્યો હતો અને બીજાઓને સહાય માટે બોલાવી શક્યો હતો. તેમાં પ્રવાસી તરીકે રહેલા બે પાયલોટએ બહારથી પણ કેબિન ડોર ઉઘાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
એર ચીફ માર્શલ એ.પી. સિંહે આગળ કહ્યું હતું કે, તેઓની માનસિક નિશ્ચયાત્મકતા અને શારીરિક ક્ષમતા અન્યો માટે ઉદાહરણરૂપ બની શકે તેમ છે.
આ પૂર્વે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા સ્મિત મચ્છર સાથે વિડીયો કોલ દ્વારા વાતચીત કરી હતી. વડાપ્રધાને વધુમાં કહ્યું હતું કે ઈન્જરીઝ થઈ હોવા છતાં તેઓએ વિમાનનો કમાન્ડ સંભાળી નીચે જઈ રહેલા વિમાનને ફરી ઊંચે લઈ ગયા તે પ્રશંસાપાત્ર છે.
વડાપ્રધાન મોદી ઉપરાંત સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પણ કેપ્ટન સ્મિત મચ્છરની પ્રશંસા કરી હતી.