India

'મેં પોલીસ પર ભરોસો કર્યો અને મારી પર જ...', કરૂર નાસભાગ મામલે તમિલનાડુના CM વિજયનો મોટો વિસ્ફોટ

By GS Team
10 Jul 20262 mins read
TukuTouch Logo
મુખ્યમંત્રી થલપતિ વિજયે કરૂરમાં થયેલી નાસભાગની ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. 2025માં તેમની તમિલગા વેત્રી કઝગમ(TVK) પાર્ટીની સ્થાપના રેલી દરમિયાન થયેલી નાસભાગમાં 41 લોકોના મોત થયા હતા. વિજયે પોલીસ પર આક્ષેપ કરતાં કહ્યું કે કરૂર પોલીસે ભીડ અંગે જાણ ન કરી, જેના કારણે આ દુર્ઘટના બની. તેમણે પીડિત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે પગલાં લેવા જણાવ્યું.

Summarized by AI; it may make mistakes. Check important info

'મેં પોલીસ પર ભરોસો કર્યો અને મારી પર જ...', કરૂર નાસભાગ મામલે તમિલનાડુના CM વિજયનો મોટો વિસ્ફોટ

CM Thalapathy Vijay On Karur Stampede : વર્ષ 2025માં અભિનેતા થલપતિ વિજયની તમિલગા વેત્રી કઝગમ(TVK) નામની નવી પાર્ટીની સ્થાપના કરતી વખતે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન હજારો લોકોની ભીડ ઉમટી હતી, જેમાં નાસભાગ થતાં 41 લોકોના મોત થયા હતા, ત્યારે રાજ્યના મુખ્યમંત્રી બન્યા બાદ સીએમ વિજયે નાસભાગની ઘટના પર ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે.

કરૂર ઘટનાને ક્યારે ભૂલી ન શકાય : CM વિજય
મુખ્યમંત્રી વિજયે કહ્યું કે, ‘કરૂરમાં નાસભાગની ઘટનાથી આખા રાજ્યને દુઃખ થયું હતું. આ દુર્ઘટનામાં અનેક પરિવારોએ પોતાના બાળકો ગુમાવ્યા હતા. આ દુઃખને ક્યારે ભૂલી શકાય નહીં.’ વિજયે પોલીસ પર આક્ષેપ કરતાં કહ્યું કે, મેં તેમના પર ભરોસો કર્યો, પરંતુ તેમણે મારા પર આક્ષેપો લગાવી દીધા.’

‘સરકાર પીડિત પરિવારો સાથે’
કરૂરમાં 10 જુલાઈ શુક્રવારે યોજાયેલા એક કાર્યક્રમ વિજયે કહ્યું કે, ‘અમે કરૂર નાસભાગની ઘટનામાં અમારી બહેનોના બાળકો ગુમાવ્યા છે. આ માત્ર એક દુર્ઘટના નહીં, પરંતુ આખા સમાજને એવું નુકસાન થયું છે, જે ક્યારેય ભરપાઈ ન થઈ શકે. સરકાર પીડિત પરિવારો સાથે મજબૂતી સાથે ઊભી છે અને ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે જરૂરી પગલા ઉઠાવવામાં આવશે.’

જો પોલીસે સમયસર જાણ કરી હોત તો...
વિજયે ઘટના અંગે પોલીસની ભૂમિકા પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે, ‘રેલીમાં ભીડ સતત વધી રહી હોવાની પેરંબલૂર પોલીસે અમને પહેલેથી માહિતી આપી હતી, પરંતુ કરૂર પોલીસે અમને આવી કોઈ જાણ ન કરી. પોલીસ પોતે અમને કાર્યક્રમ સ્થળે લઈ ગઈ હતી અને મેં તેમના પર વિશ્વાસ કર્યો હતો. જો સમય પહેલા જાણ કરી હોત તો આવી ઘટના ન બની હોત.’