India

હું ભારતીય નાગરિક જ છું, મારી અટકાયત નહીં અપહરણ કરાયું.... ધ્રૂવ રાઠીનો મોટો દાવો

By GS Team
11 Oct 20262 mins read
TukuTouch Logo
CJPના દેખાવો પૂર્વે યુટ્યુબર ધ્રુવ રાઠીની અટકાયત કરાઈ હતી. મુક્ત થયા બાદ તેમણે વીડિયો દ્વારા સ્પષ્ટતા કરી. રાઠીએ પોતાને ભારતીય નાગરિક ગણાવ્યા અને જર્મન નાગરિક હોવાની અફવાઓ ફગાવી. તેમણે દાવો કર્યો કે તેમની અટકાયત નહીં, પરંતુ અપહરણ થયું હતું. 50થી વધુ લોકોએ ઘરમાં ઘૂસી 22-23 કલાક સુધી હેરાન કર્યા.

Summarized by AI; it may make mistakes. Check important info

હું ભારતીય નાગરિક જ છું, મારી અટકાયત નહીં અપહરણ કરાયું.... ધ્રૂવ રાઠીનો મોટો દાવો

CJP Protest and Dhruv Rathi : CJP ગઈકાલે દેખાવો કરે એ પહેલા જ ધ્રૂવ રાઠીની અટકાયત કરી લેવામાં આવી હતી. જોકે આજે તેમને છોડી દેવામાં આવ્યા જેના બાદ જાણીતા યુટ્યુબર ધ્રૂવ રાઠીએ પહેલો વીડિયો જાહેર કરીને મોટો ધડાકો કર્યો છે. તેમણે પોતાના વિશે ફેલાવવામાં આવતી તમામ અફવાઓને ફગાવી દીધી છે.

ધ્રૂવ રાઠીનો મોટો ધડાકો

ધ્રૂવ રાઠીએ તેમના વીડિયોમાં પોતાનો પાસપોર્ટ બતાવીને દાવો કર્યો છે કે હું ભારતીય જ નાગરિક છું. મારા વિશે જે પણ અફવાઓ ફેલાવાઈ રહી છે કે હું જર્મન નાગરિક છું તે તદ્દન ખોટું છે. આ સાથે તેમણે એવો પણ દાવો કર્યો હતો કે મારી અટકાયત નહોતી કરાઈ પરંતુ મારું અપહરણ કરી લેવાયું હતું.

મારા ઘરની બહાર 50થી વધુ લોકો સાદા કપડામાં હતા

20થી 25 લોકો મારા ઘરમાં ઘૂસી આવ્યા હતા અને હું ઊંઘમાં હતો ત્યારે મને સાથે લઈ ગયા હતા. મારી મમ્મીને તેઓ ધક્કો મારીને મારા બેડરુમ સુધી ઘૂસી આવ્યા હતા. હું આને કિડનેપ જ ગણાવીશ. મને કોઈ વર્દીધારી પોલીસવાળો એની સાથે નહોતો લઈ ગયો. મને તો દેખાવો કરવા સુધી પણ જવા ન દીધો. તેઓ મને બેડરુમથી ઢસડીને લઈ ગયા હતા. મને ચંપલ પહેરવાની તક પણ નહોતી આપી. મને જીપમાં બેસાડીએ એકથી બીજા પોલીસ સ્ટેશને ફેરવતા રહ્યા અને મોબાઇલ પણ છીનવી લીધો હતો. મને વકીલને પણ મળવા ન દીધા. આ લોકોએ મને 22-23 કલાક સુધી હેરાન કર્યો.