India

હૈદરાબાદમાં હચમચાવતી ઘટના, ચપ્પુની અણીએ દારૂ પીવડાવી 8મું ભણતી વિદ્યાર્થિની પર ગેંગ રેપ

By GS TEAM
20 Feb 20262 mins read
TukuTouch Logo
હૈદરાબાદમાં માનવતાને શરમાવે તેવી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. નરસિંગી વિસ્તારમાંથી લાપતા થયેલી 8માં ધોરણની વિદ્યાર્થિની સાથે ત્રણ શખ્સોએ સામૂહિક દુષ્કર્મ ગુજાર્યું હોવાની વિગતો બહાર આવતા સમગ્ર પંથકમાં રોષ ફેલાયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

હૈદરાબાદમાં હચમચાવતી ઘટના, ચપ્પુની અણીએ દારૂ પીવડાવી 8મું ભણતી વિદ્યાર્થિની પર ગેંગ રેપ

Hyderabad Crime News : હૈદરાબાદમાં માનવતાને શરમાવે તેવી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. નરસિંગી વિસ્તારમાંથી લાપતા થયેલી 8માં ધોરણની વિદ્યાર્થિની સાથે ત્રણ શખ્સોએ સામૂહિક દુષ્કર્મ ગુજાર્યું હોવાની વિગતો બહાર આવતા સમગ્ર પંથકમાં રોષ ફેલાયો છે.

ચપ્પુની અણીએ દારુ પીવડાવ્યો 

હૈદરાબાદના નરસિંગી વિસ્તારમાંથી ગત સોમવારથી લાપતા થયેલી 16 વર્ષીય વિદ્યાર્થિની ચેંગીચેરલાના એક ફ્લેટમાંથી મળી આવી છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, ત્રણ શખ્સોએ તેને બંધક બનાવી, ચપ્પુની અણીએ બળજબરીથી દારૂ પીવડાવી તેની સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. પોલીસે આ મામલે એક 24 વર્ષીય યુવક અને એક સગીરની ધરપકડ કરી છે, જ્યારે ત્રીજો આરોપી હજુ ફરાર છે.

મિત્રતાની જાળમાં ફસાવી આચર્યું પાપ

ભોગ બનનાર સગીરા ધોરણ 8માં અભ્યાસ કરે છે. તે ધરપકડ કરાયેલા સગીર આરોપીને પહેલાથી ઓળખતી હતી, જે ચારમિનારની એક ફૂટવેર શોપમાં સેલ્સમેન તરીકે કામ કરતો હતો. ગત 16 ફેબ્રુઆરીના રોજ શાળા છૂટ્યા બાદ વિદ્યાર્થિની તેને મળવા ગઈ હતી. ત્યાંથી આરોપીઓ તેને લલચાવી-ફોસલાવી ચેંગીચેરલાના એક ખાલી એપાર્ટમેન્ટમાં લઈ ગયા હતા.

ચપ્પુની અણીએ આપી યાતના

એપાર્ટમેન્ટમાં ત્રણેય નરાધમોએ સગીરા પર હુમલો કર્યો અને જીવથી મારી નાખવાની ધમકી આપીને તેને દારૂ પીવા મજબૂર કરી હતી. તબીબી તપાસમાં સગીરાના ખાનગી ભાગોમાં ગંભીર ઈજાઓ હોવાનું પણ સામે આવ્યું છે. પોલીસે બુધવારે સગીરાને ફ્લેટમાંથી રેસ્ક્યુ કરી સારવાર માટે ખસેડી હતી.

માતાએ નોંધાવી હતી અપહરણની ફરિયાદ

સગીરા તેની નાની સાથે નરસિંગીની એક સોસાયટીમાં રહેતી હતી. સોમવારે સવારે તે સ્કૂલે જવા નીકળી હતી પરંતુ મોડી સાંજ સુધી પરત ન ફરતા પરિવારે શોધખોળ આદરી હતી. કોઈ પત્તો ન મળતા મંગળવારે સવારે તેની માતાએ પોલીસમાં ગુમશુદગી અને અપહરણની ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી આ પાપનો પર્દાફાશ કર્યો હતો.