દિલ્હીમાં હોસ્ટેલ ધરાશાયી : પાંચના મોત, વિદ્યાર્થીઓ કાટમાળમાં દટાયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

નવી દિલ્હી : દિલ્હીમાં શનિવારે ભારે વરસાદ પડયો હતો, જેના બીજા દિવસે રવિવારે એક મોટી દુર્ઘટના સામે આવી છે. દક્ષિણ દિલ્હીના સત્ય નિકેતન વિસ્તારમાં એક ૫૦ વર્ષ જુની પાંચ માળની ઇમારત પડી હતી. જેને પગલે પાંચ લોકો માર્યા ગયા છે જ્યારે નવ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. કેટલાક લોકો હજુ પણ કાટમાળ નીચે દટાયેલા હોવાના અહેવાલો છે. જ્યારે ઉત્તર પ્રદેશમાં પણ મકાન ધરાશાયી થતા છ લોકો માર્યા ગયા છે.
દિલ્હી યુનિવર્સિટીના દક્ષીણ કેમ્પસ પાસે સત્ય નિકેતન વિસ્તારમાં વિદ્યાર્થીઓ માટેની પાંચ માળની એક હોસ્ટેલ આવેલી હતી. આ હોસ્ટેલની ઇમારત આશરે ૫૦ વર્ષ જુની હતી. નીચે બેઝમેન્ટમાં વરસાદનું પાણી ભરાયું હતું જ્યારે કેટલુક કામ પણ ચાલી રહ્યંુ હતું, આ દરમિયાન જ ઇમારત ધસી પડી હતી. સ્થાનિકોનો દાવો છે કે અકસ્માત સમયે ઇમારતમાં આશરે ૩૦થી ૫૦ લોકો હતા. જોકે સત્તાવાર રીતે કોઇ જ આંકડો જાહેર કરવામાં નથી આવ્યો.
અત્યાર સુધીમાં નવ જેટલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા, જેમાંથી બે લોકો મૃત જાહેર કરાયા છે જ્યારે એકનું સારવાર દરમિયાન મૃત્યુ થયું થતા કુલ મૃત્યુઆંક ત્રણ પર પહોંચ્યો છે. એવા અહેવાલો છે કે કેટલાક વિદ્યાર્થીઓ હજુ પણ કાટમાળમાં દટાયેલા છે, જેમને ઓક્સિજન મળી રહે તે માટે ઓક્સિજન સિલિન્ડર પહોંચતું કરવામાં આવ્યું હતું. જે પણ વિદ્યાર્થીઓ આ બિલ્ડિંગમાં રહેતા હતા તેઓ કેરળ, હરિયાણા, ઉત્તર પ્રદેશ વગેરે રાજ્યોના છે.
બીજી તરફ ઉત્તર પ્રદેશના કાનપુરમાં એક મકાન પડી જતા છ લોકો માર્યા ગયા છે. ભારે વરસાદને પગલે બુદાઉન, બલિયા જિલ્લામાં મકાનો ધ્વસ્ત થવાની ઘટનાઓ સામે આવી હતી.
- હોસ્ટેલના કાટમાળમાં ફસાયેલા વિદ્યાર્થીઓએ ફોન કરી મદદ માગી
નવી દિલ્હી : દિલ્હીની જે હોસ્ટેલ ધરાશાયી થઇ તેના કાટમાળ નીચે કલાકો સુધી વિદ્યાર્થીઓ દટાયેલા રહ્યા. આ દરમિયાન કેટલાક વિદ્યાર્થીઓએ પોતાની પાસે રહેલા મોબાઇલથી ફોન કરીને પણ મદદની માગ કરી હતી. ભાજપના ધારાસભ્ય અનિલ શર્માએ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી જે બાદ મીડિયા સમક્ષ દાવો કર્યો હતો કે અનેક વિદ્યાર્થીઓ હજુ પણ ઇમારતના કાટમાળ નીચે દટાયેલા છે. જેમાંથી કેટલાકે મોબાઇલની ફોન કરીને મદદ માગી હતી. હાલમાં આ તમામ ફસાયેલા વિદ્યાર્થીઓને રેસ્ક્યૂ કરવા પ્રયાસો હાથ ધરાયા છે.




