India

શિમલામાં ભયાનક દુર્ઘટના, અચાનક ધસી પડ્યો પહાડ, અનેક વાહનો દટાયા, જીવ બચાવવા દોડ્યા લોકો, VIDEO વાયરલ

By GS Team
7 Oct 20261 min read
TukuTouch Logo
હિમાચલ પ્રદેશના શિમલામાં ઢલી-સંજોલી બાયપાસ માર્ગ પર ભયાનક ભૂસ્ખલન થયું હતું. બુધવારે પહાડ ધસી પડતાં 1થી 2 વાહનો કાટમાળ નીચે દટાઈ ગયા હતા. આ ઘટનાનો વીડિયો વાયરલ થયો છે, જેમાં લોકો જીવ બચાવવા દોડતા દેખાય છે. સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાયો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

શિમલામાં ભયાનક દુર્ઘટના, અચાનક ધસી પડ્યો પહાડ, અનેક વાહનો દટાયા, જીવ બચાવવા દોડ્યા લોકો, VIDEO વાયરલ

Shimla Landslide Video : હિમાચલ પ્રદેશના શિમલામાં બુધવારે એક મોટી દુર્ઘટના સામે આવી છે, જ્યાં ઢલી-સંજોલી બાયપાસ માર્ગ પર અચાનક મોટો પહાડ ધસી પડ્યો હતો. આ ભયાનક ભૂસ્ખલનની લપેટમાં રસ્તા પરથી પસાર થઈ રહેલા વાહનો આવી ગયા હતા અને કાટમાળ નીચે દબાઈ ગયા હતા. આ સમગ્ર ઘટનાનો કંપારી છૂટી જાય તેવો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં સ્થળ પર હાજર લોકો પોતાનો જીવ બચાવવા માટે નાસભાગ કરતાં જોવા મળી રહ્યા છે.

પહાડ તૂટી પડતાં વાહનો કાટમાળની ચપેટમાં આવ્યા

મળતી માહિતી મુજબ, શિમલાના સંજોલી વિસ્તારમાં આવેલા ઢલી બાયપાસ નજીક આ દુર્ઘટના સર્જાઈ હતી. જે સમયે પહાડ પરથી ભારે માત્રામાં પથ્થરો અને માટી નીચે ધસી પડ્યા, તે વખતે હાઇવે પરથી વાહનો પસાર થઈ રહ્યા હતા. ભૂસ્ખલનની શરૂઆત થતાં જ કેટલાક વાહનચાલકો સમયસૂચકતા વાપરીને પોતાની ગાડીઓ આગળ હંકારી લઈ ગયા હતા, પરંતુ 1થી 2 જેટલી ગાડીઓ સીધી જ કાટમાળની ચપેટમાં આવીને દબાઈ ગઈ હતી.

જીવ બચાવવા માટે લોકોએ સુરક્ષિત સ્થળે દોટ મૂકી

ઘટનાસ્થળેથી થોડે દૂર ઊભેલી વ્યક્તિએ આ સમગ્ર ઘટનાનો વીડિયો કેમેરામાં કેદ કર્યો હતો. વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે ધૂળની ડમરીઓ અને પથ્થરોના ધસમસતા પ્રવાહ વચ્ચે રસ્તાની બાજુમાં ઊભેલા રાહદારીઓ પોતાનો જીવ બચાવવા માટે અહીં-તહીં દોડી રહ્યા હતા. અચાનક થયેલા આ લેન્ડસ્લાઇડને કારણે સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો.