India

ઇન્ટરપોલની જેમ દેશમાં શરુ થશે 'ભારતપોલ', વિદેશ ભાગી જતાં આરોપીઓ પર સકંજાની તૈયારી

By GS Team
6 Jan 20253 mins read
This article was originally published on 6 Jan 2025
TukuTouch Logo
જે ગુનેગારો ભારતમાં ગુના કરીને વિદેશ ભાગી જતાં અથવા વિદેશમાં બેસીને ભારતમાં ક્રાઇમ સિન્ડિકેટ ચલાવે છે તેવા ગુનેગારો સામે હવે રાજ્યની પોલીસને પણ ઇન્ટરપોલ જેવું શક્તિશાળી હથિયાર મળશે. હકીકતમાં ગૃહ મંત્રાલય ભારતમાં 'ભારતપોલ' શરુ કરવા જઈ રહ્યું છે. જે ઇન્ટરપોલની જેમ જ ગુનેગારો વિશેની માહિતી શેર કરવા અને તેમની સામે તાત્કાલિક પગલાં લેવાનો માર્ગ મોકળો કરશે. 7 જાન્યુઆરીએ નવી દિલ્હીમાં ગૃહમંત્રી અમિત શાહ દ્વારા તેનું લોકાર્પણ કરવામાં આવશે. ચાલો જાણીએ કે આ વ્યવસ્થા કેવી રીતે કામ કરશે? તેની જરૂર શું કામ પડી અને તેનો શું ફાયદો થશે?

Summarized by AI; it may make mistakes. Check important info

ઇન્ટરપોલની જેમ દેશમાં શરુ થશે 'ભારતપોલ', વિદેશ ભાગી જતાં આરોપીઓ પર સકંજાની તૈયારી

Home Ministry to launch 'Bharatpol' : જે ગુનેગારો ભારતમાં ગુના કરીને વિદેશ ભાગી જતાં અથવા વિદેશમાં બેસીને ભારતમાં ક્રાઇમ સિન્ડિકેટ ચલાવે છે તેવા ગુનેગારો સામે હવે રાજ્યની પોલીસને પણ ઇન્ટરપોલ જેવું શક્તિશાળી હથિયાર મળશે. હકીકતમાં ગૃહ મંત્રાલય ભારતમાં 'ભારતપોલ' શરુ કરવા જઈ રહ્યું છે. જે ઇન્ટરપોલની જેમ જ ગુનેગારો વિશેની માહિતી શેર કરવા અને તેમની સામે તાત્કાલિક પગલાં લેવાનો માર્ગ મોકળો કરશે. 7 જાન્યુઆરીએ નવી દિલ્હીમાં ગૃહમંત્રી અમિત શાહ દ્વારા તેનું લોકાર્પણ કરવામાં આવશે. ચાલો જાણીએ કે આ વ્યવસ્થા કેવી રીતે કામ કરશે? તેની જરૂર શું કામ પડી અને તેનો શું ફાયદો થશે?

શું છે 'ભારતપોલ'?

'ભારતપોલ' નો ઉદ્દેશ્ય માત્ર ગુનેગારોને પકડવાનો જ નથી પરંતુ તેમની સામે સમયસર કાર્યવાહી કરવી અને ગુનાઓને જડમૂળથી નાબૂદ કરવાનો છે. આ એક એડવાન્સ ઓનલાઇન પોર્ટલ છે. જે સીબીઆઇ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. તેનું ટ્રાયલ પૂરું થઈ ચૂક્યું છે. હવે ફક્ત તેની ઔપચારિક શરુઆત થવાની બાકી છે.

ઇન્ટરપોલ શું છે?

ઇન્ટરપોલ એટલે કે ઇન્ટરનેશનલ ક્રિમિનલ પોલીસ ઑર્ગેનાઇઝેશન એ વિશ્વનું સૌથી મોટું ઇન્ટરનેશનલ પોલીસ ઑર્ગેનાઇઝેશન છે. આ એક એવી સંસ્થા છે જે આંતરરાષ્ટ્રીય સ્તરે તમામ દેશોની પોલીસ વચ્ચે સંકલન કરે છે. આ 195 દેશોની તપાસ એજન્સીઓનું સંગઠન છે. જેના દ્વારા ગુનેગારોની માહિતીની આપ-લે અને તેમની ધરપકડ કરવા માટે આંતરરાષ્ટ્રીય નોટિસ જારી કરવામાં આવે છે. ભારત તરફથી CBI આ સંસ્થા સાથે જોડાયેલ છે. આ સંસ્થા સન 1923થી કાર્યરત છે. ઇન્ટરપોલનું હેડક્વાર્ટર ફ્રાન્સના લિયોન શહેરમાં આવેલું છે.

કઈ રીતે કામ કરે છે ઇન્ટરપોલ?

ધારો કે કોઈ વ્યક્તિએ ભારતમાં ગુનો કર્યો છે અને ગુનો કર્યા પછી તે સ્વિત્ઝર્લૅન્ડ ભાગી ગયો છે. આ સ્થિતિમાં ગુનેગારને પકડવા માટે ભારતીય પોલીસનો દાવો સ્વિત્ઝર્લૅન્ડમાં કામ કરતો નથી. જેથી કરીને ઇન્ટરપોલ આ ગુનેગારને પકડવા માટે કામ કરશે. ભારત તે આરોપીની માહિતી ઇન્ટરપોલને આપશે. ત્યાર પછી તેના નામ પર ઇન્ટરપોલ નોટિસ જાહેર કરશે. ઇન્ટરપોલ અનેક પ્રકારની નોટિસ બહાર પાડે છે. પરંતુ તેમાંથી બે મુખ્ય છે. એક યલો નોટિસ, જે ગુમ થયેલા લોકો માટે જાહેર કરવામાં આવે છે. બીજી રેડ નોટિસ કે જે વોન્ટેડ ગુનેગારો અને આરોપીઓ માટે જાહેર કરાય છે.

'ભારતપોલ'ની જરૂર કેમ પડી?

ભારતમાં રાજ્યોની પોલીસ અને તપાસ એજન્સીઓને માહિતી મેળવવા અથવા વિદેશમાં છુપાયેલા ગુનેગારોને પકડવા માટે વારંવાર ઇન્ટરપોલનો આશરો લેવો પડે છે. હાલની પ્રક્રિયામાં રાજ્ય સરકારે પહેલા સીબીઆઇનો સંપર્ક કરવો પડે છે. ત્યારબાદ સીબીઆઇ ઇન્ટરપોલનો સંપર્ક કરે છે અને જરૂરી નોટિસ જાહેર કરવાની માંગ કરે છે. આ સમગ્ર પ્રક્રિયા માત્ર જટિલ જ નથી પરંતુ ઘણો સમય પણ લઈ લે છે. આ સમસ્યાના ઉકેલ માટે 'ભારતપોલ' શરુ કરવામાં આવી રહ્યું છે. તેની મદદથી ગુનેગારો સામે રેડ નોટિસ, ડિફ્યુઝન નોટિસ અને અન્ય જરૂરી ઇન્ટરપોલ નોટિસ જારી કરવાની પ્રક્રિયા ઝડપી અને સરળ બનશે. હાલમાં જો રાજ્યોએ પોતાની વિનંતીઓને ટ્રેક કરવા માંગતા હોય તો રાજ્યોએ CBIને ફરીથી ઈમેઇલ અથવા ફેક્સ કરવો પડે છે. પરંતુ હવે પોલીસ સીધી 'ભારતપોલ' પર તેમની વિનંતીને ટ્રેક કરી શકશે.

તો શું 'ભારતપોલ' હવે નોટિસ જરી કરશે?

ના, ઇન્ટરપોલ દ્વારા જ નોટિસ જાહેર કરવામાં આવશે. જ્યારે ગુનેગારની માહિતી અથવા તો તેના લોકેશનની માહિતી જોઈતી હોય તો પોલીસ 'ભારતપોલ' દ્વારા સીધી ઇન્ટરપોલને વિનંતી મોકલી શકશે. જો ઇન્ટરપોલ તે વિનંતીનો સ્વીકારે કરે છે. તો પછી સંબંધિત ગુનેગાર સામે રેડ નોટિસ, ડિફ્યુઝન નોટિસ અથવા અન્ય પ્રકારની નોટિસ જારી કરવામાં આવશે. 'ભારતપોલ'નો ઉદ્દેશ્ય ઇન્ટરપોલ સાથેનો વ્યવહાર ઝડપી બનાવવાનો છે.