'PM મોદીએ મને 10 વખત કૉલ કર્યા પણ મેં ન ઉપાડ્યા...', રાજ્યપાલ બનેલા નેતાનો દાવો!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Brajmohan Ram Odisha Governor Appointment : ઝારખંડના પલામુ લોકસભા મતવિસ્તારના પૂર્વ સાંસદ બ્રજમોહન રામને ઓડિશાના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ નિયુક્તિ અંગે વાત કરતાં તેમણે ખુલાસો કર્યો કે મંગળવારે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને ખાનગી નંબર પરથી એક પછી એક 10 વખત ફોન કર્યો હતો, પરંતુ નંબર ઓળખી ન શકવાને કારણે તેમણે ફોન ઉપાડ્યો નહોતો. બાદમાં ફોન કરનાર વડાપ્રધાન હોવાનું જાણવા મળતાં તેમણે વાત કરી હતી. આ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ તેમને ફોન કરીને નવી જવાબદારી અંગે જાણ કરી હતી.
ખાનગી નંબર પરથી વારંવાર ફોન આવ્યા
બ્રજમોહન રામે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે મંગળવારે સવારે તેમના મોબાઇલ પર ખાનગી નંબર પરથી વારંવાર ફોન આવી રહ્યા હતા. જોકે, સ્ક્રીન પર નંબર દેખાતો ન હોવાથી તેમણે ફોન ઉપાડવાનું ટાળ્યું હતું. બાદમાં તેમને જાણ કરવામાં આવી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની સાથે વાત કરવા માગે છે. ત્યારબાદ વડાપ્રધાનનો ફોન આવતાં તેમણે વાત કરી હતી. મોદીએ ‘જોહાર’ કહીને અભિવાદન કર્યું અને સંગઠન સંબંધિત વિગતો જાણી હતી. આ સાથે તેમને સરકાર તરફથી મોટી જવાબદારી સોંપવામાં આવી રહી હોવાનું પણ જણાવ્યું હતું. બ્રજમોહન રામના જણાવ્યા અનુસાર, બપોરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો પણ ફોન આવ્યો હતો. તેમણે બ્રજમોહન રામને ઓડિશાના રાજ્યપાલ બનાવવામાં આવી રહ્યા હોવાની જાણ કરી હતી. જોકે, આ માહિતી અન્ય કોઈને ન આપવા માટે પણ કહેવામાં આવ્યું હતું.
ઝારખંડ ભાજપના નેતાઓએ અભિનંદન પાઠવ્યાં
બ્રજમોહન રામની રાજ્યપાલ તરીકેની નિયુક્તિને ઝારખંડ ભાજપના નેતાઓએ રાજ્ય માટે ગૌરવની બાબત ગણાવી છે. ભાજપના પ્રદેશ પ્રમુખ આદિત્ય સાહુ અને કેન્દ્રીય સંરક્ષણ રાજ્યમંત્રી સંજય સેઠે તેમને અભિનંદન પાઠવ્યાં હતાં. વિપક્ષના નેતા બાબુલાલ મરાંડીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે બ્રજમોહન રામ પોતાના અનુભવ અને માર્ગદર્શનથી ઓડિશામાં બંધારણીય જવાબદારીઓ સફળતાપૂર્વક નિભાવશે.
દલિત સમાજ માટે ગૌરવની બાબત ગણાવી
ભાજપના નેતા અને મોરચાના સ્થાપક પ્રમુખ રણજીત રામે આ નિયુક્તિ બદલ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે બ્રજમોહન રામને રાજ્યપાલની જવાબદારી મળવી ઝારખંડના દલિત સમાજ માટે ગૌરવ અને આનંદની બાબત છે. તેમણે વધુમાં જણાવ્યું કે ભાજપે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકોને રાષ્ટ્રપતિ તથા રાજ્યપાલ જેવા બંધારણીય પદો સુધી પહોંચાડીને પ્રતિનિધિત્વ આપ્યું છે




