વાંચો તમારું 14 ઓક્ટોબર 2026નું રાશિ ભવિષ્ય
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

મેષ : આપે તન-મન-ધનથી-વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેેવો. સામાજિક-વ્યવહારીક કામમાં ધ્યાન રાખવું.
વૃષભ : આપના અગત્યના કામનો ધીરે-ધીરે ઉકેલ આવતો જાય. રાહત થતી જાય. મહત્વના નિર્ણય લેવામાં સરળતા રહે.
મિથુન : આપના કામમાં હરિફવર્ગ-ઈર્ષ્યા કરનાર વર્ગની મુશ્કેલી અનુભવાય. કોર્ટ-કચેરીના કામકાજ અંગે દોડધામ-શ્રમ રહે.
કર્ક : આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે-ધીરે ઉકેલ આવતો જાય. સંતાનની ચિંતા ઓછી થાય.
સિંહ : આપના કામમાં પ્રતિકૂળતા જણાય. જમીન-મકાન-વાહનના કામમાં ઉતાવળ ન કરવી. ઘર-પરિવારની ચિંતા જણાય.
કન્યા : આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવું કામકાજ થવાથી આનંદ અનુભવો. બઢતી-બદલીના કામમાં પ્રગતિ જણાય.
તુલા : આપના કામમાં સાનુકૂળતા રહે. ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જાય. સામાજિક-વ્યવહારિક કામકાજ રહે.
વૃશ્ચિક : આપના ગણત્રી-ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી કામ કરવાનો ઉત્સાહ રહે. મિલન-મુલાકાત થઈ શકે.
ધન : આપને રાજકીય-સરકારી કામમાં, ખાતાકીય કામમાં પ્રતિકૂળતા જણાય. વાદ-વિવાદ-ગેરસમજ-મન-દુ:ખથી સંભાળવું પડે.
મકર : આપના કામમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતાં કામનો ઝડપી ઉકેલ લાવી શકો. પરદેશના કામમાં પ્રગતિ જણાય.
કુંભ : દિવસના પ્રારંભથી જ આપે સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને. જમીન-મકાન-વાહનના કામ થાય.
મીન : દેશ-પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં આપને સરળતા થતી જાય. ભાઈભાંડુવર્ગનો સહકાર મળી રહે.
- અગ્નિદત્ત પદમનાભ




