Get The App

હિમંતા બિસ્વા સરમાના શૂટિંગ વીડિયોનો વિવાદ વકર્યો, સુપ્રીમ કોર્ટ PIL દાખલ, ઓવૈસીએ નોંધાવી FIR

Updated: Feb 9th, 2026

GS TEAM

Google News
Google News
હિમંતા બિસ્વા સરમાના શૂટિંગ વીડિયોનો વિવાદ વકર્યો, સુપ્રીમ કોર્ટ PIL દાખલ, ઓવૈસીએ નોંધાવી FIR 1 - image


Assam CM Shooting Video Controversy: સુપ્રીમ કોર્ટમાં એક જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે જેમાં ઉચ્ચ બંધારણીય હોદ્દા પર રહેલા વ્યક્તિઓ પર નફરત ફેલાવતા બેજવાબદાર નિવેદનો કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. અરજદારોએ આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્મા, અન્ય વરિષ્ઠ મંત્રીઓ અને રાજ્યપાલો દ્વારા આપવામાં આવેલા મુસ્લિમ વિરોધી નિવેદનોને ઉચ્ચ હોદ્દા પર રહેલા લોકો દ્વારા બંધારણીય જવાબદારીના ભંગનું ઉદાહરણ ગણાવ્યું છે.

ઓવૈસીએ હૈદરાબાદમાં ફરિયાદ નોંધાવી

AIMIM અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ સોમવારે હૈદરાબાદ શહેરના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને સોશિયલ મીડિયા પર શેર કરાયેલા વીડિયોને લઈને આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહીની માંગ કરી. હૈદરાબાદના સાંસદ ઓવૈસીએ X પર એક પોસ્ટમાં કહ્યું કે, 'દુર્ભાગ્યવશ, નરસંહાર વિશે નફરતભરી વાતો હવે હવે સામાન્ય બની ગઈ છે.'

હું જેલમાં જવા તૈયાર છું: આસામના મુખ્યમંત્રી

AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસી દ્વારા ફરિયાદ દાખલ કરાતા આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ કહ્યું કે, 'હું જેલમાં જવા તૈયાર છું, હું શું કરી શકું? મને કોઈ વીડિયો વિશે કંઈ ખબર નથી. જો તેમણે મારી સામે કેસ દાખલ કર્યો છે, તો મારી ધરપકડ કરો; મને શું વાંધો છે? મને કોઈ વાંધો નથી. પણ હું મારા શબ્દો પર અડગ છું, હું બાંગ્લાદેશી ઘુસણખોરોની વિરુદ્ધ છું અને હું તેમની વિરુદ્ધ રહીશ.'

12 લોકોએ આસામના મુખ્યમંત્રી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી

આ જનહિત અરજીને પૂર્વ ઉપ રાજ્યપાલ નજીબ જંગ, સામાજિક કાર્યકર્તા તરીકે રેખા વર્મા અને જૉન દયાલ સહિત 12 લોકો સામેલ છે. અરજી કરનારાઓએ કોર્ટમાં આ ગંભીર મુદ્દા પર દખલ આપવાની માગ કરી છે. મુખ્યમંત્રી સરમા, વરિષ્ઠ મંત્રી અને રાજ્યપાલ સતત એવા નિવેદન આપી રહ્યા છે, જે મુસ્લિમ સમુદાયને નિશાન બનાવે છે.

આસામ ભાજપે વીડિયો કર્યો હતો પોસ્ટ

જોકે, આ વીડિયોને હવે ડિલીટ કરી દેવાયો છે. વીડિયોમાં કથિત રીતે સરમા એક રાઈફલથી નિશાન તાકતા નજરે પડી રહ્યા છે અને બે લોકો પર ગોળી ચલાવતા પણ દેખાઈ રહ્યા હતા - એકે ટોપી પહેરી હતી અને બીજાએ દાઢી રાખી હતી - અને કેપ્શનમાં લખ્યું હતું 'પોઇન્ટ-બ્લેન્ક શૉટ.' આસામ ભાજપે વીડિયોને X પર પોસ્ટ કર્યો હતો, પરંતુ વિવાદ વધતાં તેને હટાવી દેવાયો.