India

ટેકઑફ પહેલાં જ એર ઇન્ડિયાની ફ્લાઇટમાં હાઇજેક ઍલર્ટ! ટોઇલેટના અરીસા પર લખ્યો હતો ખતરનાક મેસેજ

By GS Team
11 Nov 20261 min read
TukuTouch Logo
કોલકાતાથી મુંબઈ જતી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં ટેકઑફ પહેલાં હાઇજેકની ધમકી મળતાં સુરક્ષા એજન્સીઓમાં દોડધામ મચી હતી. વિમાનના શૌચાલયના કાચ પર ધમકીભર્યો સંદેશ મળતાં પાયલટે ATCને જાણ કરી. વિમાનને આઇસોલેશનમાં ખસેડી CISF અને સુરક્ષા કર્મચારીઓએ સઘન તપાસ શરૂ કરી છે. CCTV ફૂટેજની પણ તપાસ ચાલી રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ટેકઑફ પહેલાં જ એર ઇન્ડિયાની ફ્લાઇટમાં હાઇજેક ઍલર્ટ! ટોઇલેટના અરીસા પર લખ્યો હતો ખતરનાક મેસેજ
FILE PHOTO

Air India : કોલકાતાથી મુંબઈ જઈ રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટને ટેકઑફ કરતાં પહેલા હાઈજેકનો ધમકીભર્યો ઍલર્ટ મળતાં સુરક્ષા એજન્સીઓમાં દોડધામ મચી ગઈ હતી. ઉડાન ભરતાં પહેલા જ વિમાનના શૌચાલયના કાચ પર એક ધમકીભર્યો સંદેશ જોવા મળ્યો હતો, જેના વિશે માહિતી મળતાં જ પાયલોટે તુરંત એર ટ્રાફિક કંટ્રોલ(ATC)ને હાઇજેકનો ઍલર્ટ મોકલી દીધો હતો.

વિમાનને આઈસોલેશનમાં ખસેડવામાં આવ્યું

આ ગંભીર મામલાને ધ્યાનમાં રાખીને તુરંત જ વિમાનને સુરક્ષિત રીતે આઈસોલેશનમાં ખસેડવામાં આવ્યું હતું. મૈપુસાના પોલીસ ઇન્સ્પેક્ટરએ જણાવ્યું કે, સુરક્ષા એજન્સીઓએ માનક સંચાલન પ્રક્રિયા (SOP) હેઠળ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને સઘન તપાસ શરૂ કરી દીધી છે. સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યોરિટી ફોર્સ (CISF) અને ઍરપૉર્ટ સુરક્ષાના વિશેષ કર્મચારીઓ દ્વારા વિમાનના દરેક ભાગની બારીકાઈથી તપાસ કરવામાં આવી રહી છે જેથી કોઈ પણ શંકાસ્પદ વસ્તુ કે ભયની ખાતરી કરી શકાય.

વિમાનમાં લાગેલા CCTV ફૂટેજની તપાસ

પ્રાથમિક તપાસમાં આ ધમકીભર્યો સંદેશ કોણે અને શા માટે લખ્યો છે તેની સત્યતા તપાસવા માટે એજન્સીઓ ઍરપૉર્ટ પરિસરમાં તેમજ વિમાનની અંદર લાગેલા CCTV કેમેરાના ફૂટેજની પણ તપાસ કરી રહી છે. હાલ સમગ્ર પરિસ્થિતિ પર સુરક્ષા એજન્સીઓની નજર છે અને સઘન તપાસ જારી છે.