આકાશમાં હેલિકોપ્ટર, જમીન પર હરણો પાકની રક્ષા માટે અનોખું ઓપરેશન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- કંઝર્વેશન સોલ્યુશન ટીમમાં 14 નિષ્ણાતો સામેલ
ઉજ્જૈન : મધ્યપ્રદેશના શાજાલપુર જિલ્લામાં ઊભા પાકને જંગલી જાનવરોથી રક્ષવા માટે વનવિભાગે અપનાવેલા નોખા તરીકારૂપે શુજાલપુર, કાલા પીપલ અને ઉજ્જૈન જિલ્લાના સીમાવર્તી વિસ્તારોમાં કૃષ્ણમૃગ તથા નીલગાયને સુરક્ષિત સ્થાનો પર પહોંચાડવા માટે હેલિકોપ્ટરની મદદથી રેસ્ક્યૂ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે.
અભિયાનના પ્રારંભે હન્નખેડી ગામે બોમા પધ્ધતિથી ૯૭ કૃષ્ણમૃગોને પકડી લેવાયા. ૧૧-૩૧ ઓકટોબર સુધી ચલાવાનારા આ અભિયાનમાં મધ્યપ્રદેશ વન વિભાગ, દક્ષિણ આફ્રિકાની કંઝર્વેશન સોલ્યુશન ટીમનો સહયોગ મેળવી રહ્યો છે. અભિયાનનો હેતુ, વન્ય જીવોને સુરક્ષિતપણે નિર્ધારિત ક્ષેત્રોમાં મોકલવાનો છે કે જેથી પાકનું નુકસાન ઘટાડી શકાય. ઓપરેશનના પ્રથમ તબક્કામાં કૃષ્ણમૃગોને એક નિર્ધારિત ઘેરા તરફ પહોંચાડવામાં આવ્યા. એ પછી બોમા પધ્ધતિથી એમને સુરક્ષિતપણે પકડવામાં આવ્યા. બપોરે ગરમી વધતા રેસ્ક્યૂ કામગીરી અટકાવાઇ.
વન્ય જીવોને ઉપરોક્ત પધ્ધતિથી રેસ્ક્યૂ કરવાનો પ્રારંભ સતત બીજા વર્ષે શુજાલપુર વિસ્તારમાંથી કરવામાં આવ્યો છે. આ ખાસ ઝુંબેશમાં દક્ષિણ આફ્રિકાની કંઝેર્વેશન સોલ્યુશન ટીમના ૧૪ નિષ્ણાતો સામેલ છે. એમના ઉપરાંત વન વિભાગ, મહેસુલ વિભાગ અને પોલીસ પ્રશાસનના અધિકારી-કર્મચારી પણ તૈનાત છે. લગભગ ૨૦૦ લોકોની ટીમ ઝુંબેશમાં જોડાઇ છે.
વહીવટી તંત્રે ઝુંબેશ દરમિયાન ગ્રામીણ નાગરિકોને ખાસ સાવધાની રાખવાની અપીલ કરી છે. કારણ કે વન્ય જીવોની સાથોસાથ ગ્રામીણ લોકોની સુરક્ષા પણ જરૂરી છે. આથી એમને જરૂર વિના ઘરબહાર નહિ નીકળવા અને કાર્યવાહી પુરી થતા સુધી ખેતરોમાં ખેતીકામ, સિંચાઇ અને અન્ય ગતિવિધિઓ નહિ કરવા માટે જણાવાયું છે. બાળકોને ખેતરો, ઘરો અને અન્ય સ્થળોએથી દુર રાખવાની સૂચના પણ અપાઇ છે.તદુપરાંત, પાળેલા પશુઓને ખુલ્લામાં નહિ છોડવાની, વન્ય જીવોનો પીછો નહિ કરવાની સૂચના પણ અપાઇ છે. ગ્રામીણો નિર્ધારિત સુરક્ષા ક્ષેત્રોમાં ગેરકાયદે પ્રવેશ કરે નહિ, વન્ય જીવોને ઘેરવા અથવા નસાડી મૂકવાની કોશીશ કરે નહિ તથા હેલિકોપ્ટરનો અવાજ સાંભળીને બહાર નીકળીને ભીડ ઉભી કરે નહિ, એમ એમને જણાવાયું છે.




