India

બેંગલુરુમાં હૃદયકંપાવનારી ઘટના: હોટેલમાં બે માસૂમ દીકરીઓની હત્યા કરી પિતાનો આત્મહત્યાનો પ્રયાસ

By GS Team
10 Aug 20261 min read
TukuTouch Logo
બેંગલુરુના કેમ્પેગૌડા એરપોર્ટ નજીક તાજ હોટેલમાં હૃદય કંપાવનારી ઘટના બની. નાગવારાના 40 વર્ષીય એસજી ઈમરાને પત્નીના ચારિત્ર્ય પર શંકા રાખી પોતાની 5 વર્ષની પુત્રી શેખ ઝેહરા અને 10 વર્ષની પુત્રી શેખ ઝોયાનું ગળું દબાવી હત્યા કરી. બાદમાં તેણે આત્મહત્યાનો પ્રયાસ કર્યો. પોલીસને સુસાઈડ નોટ મળી, જેમાં પારિવારિક ઝઘડાનો ઉલ્લેખ છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

બેંગલુરુમાં હૃદયકંપાવનારી ઘટના: હોટેલમાં બે માસૂમ દીકરીઓની હત્યા કરી પિતાનો આત્મહત્યાનો પ્રયાસ

Bengaluru Double Murder : બેંગલુરુના કેમ્પેગૌડા ઈન્ટરનેશનલ એરપોર્ટ નજીક આવેલી એક હોટેલમાં હૃદયકંપાવનારી ઘટના સામે આવી છે. પત્નીના ચારિત્ર્ય પર શંકા હોવાના કારણે 40 વર્ષીય એસજી ઈમરાન નામના શખ્સે પોતાની જ બે માસૂમ દીકરીઓની ગળું ઘોંટીને હત્યા કરી દીધી હતી. આ બનાવ બાદ તેણે પોતે પણ ચપ્પુ વડે ગળું કાપી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.

હોટેલ રૂમમાંથી બે બાળકીઓના મૃતદેહ મળ્યા

આ ઘટના બેંગલુરુના નાગવારા વિસ્તારના રહેવાસી ઈમરાને એરપોર્ટ પાસે આવેલી તાજ હોટેલમાં અંજામ આપી હતી. તેણે પોતાની 5 વર્ષની દીકરી શેખ ઝેહરા અને 10 વર્ષની દીકરી શેખ ઝોયાની હત્યા કરી હતી. હોટેલના સ્ટાફે રૂમમાંથી અવાજ સાંભળી તપાસ કરતાં બંને બાળકીઓ મૃત હાલતમાં મળી આવી હતી, જ્યારે ઈમરાન લોહીલુહાણ હતો. તેને તુરંત હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની હાલત સુધારા પર છે.

ઘટનાસ્થળેથી સુસાઈડ નોટ મળી આવી

ઘટના અંગે માહિતી આપતાં બેંગલુરુ નોર્થ ઈસ્ટના ડીસીપી જીકે મિથુન કુમારે જણાવ્યું હતું કે, પોલીસને બનાવ સ્થળેથી એક નોટ મળી છે. આ નોટમાં ઈમરાને પત્ની સાથેના કૌટુંબિક ઝઘડા અને તેના અન્ય સંબંધો હોવાની શંકાનો ઉલ્લેખ કર્યો છે. કેમ્પેગૌડા એરપોર્ટ પોલીસે આ મામલે ગુનો નોંધી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.