'તે મારું ઘર બરબાદ કર્યું...' Iphone માટે પહાડ પરથી પડી જનારા યુવકની માતાનો જૂનો વીડિયો લીક!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Chhatrapati Sambhajinagar Family Death Case: મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં 250 ફૂટ ઊંડી ખાઈમાં ખાબકતાં જીવ ગુમાવનાર યુવકની માતાની એક રહસ્યમય પોસ્ટથી આ કરૂણ ઘટનાની પોલીસ તપાસમાં એક નવો વળાંક આવ્યો છે.
વીડિયોમાં 18 વર્ષના કુણાલ ચંદગુડે પહાડ પર ઊભા રહીને આત્મહત્યાની ધમકી આપતો જોવા મળ્યો હતો. તેના માતા-પિતા, મુરલીધર અને સંગીતા કલાકો સુધી તેને પાછા હટી જવા આજીજી કરતા રહ્યા. ત્યારબાદ તેને બચાવવા માટે તેના પિતાએ તેનો હાથ પકડ્યો,પરંતુ બંનેના પગ લપસી જતાં નીચે પડી જવાથી બંનેના મોત થયા હતા. ગણતરીની સેકન્ડોમાં જ દુ:ખી માતાએ પણ છલાંગ લગાવી દીધી અને તેનું પણ મોત નીપજ્યું હતું.
પોલીસે જણાવ્યું કે કુણાલે એક iPhone ખરીદ્યો હતો, પરંતુ તે તેના હપ્તા નહોતો ભરી શકતો. શુક્રવારે સવારે પહાડ તરફ જતાં પહેલાં EMI મુદ્દે તેની તેના પિતા સાથે બોલાચાલી થઈ હતી.
અગાઉ પણ યુવકે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો
જોકે, સૂત્રોના જણાવ્યા પ્રમાણે કુણાલે એક વર્ષ પહેલાં પણ આ જ જગ્યા પર આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. મોટા દીકરાના મોત બાદથી જ પરિવારમાં તણાવ ચાલી રહ્યો હતો.
યુવકની માતાનો જૂનો વીડિયો લીક
તપાસના આ પાસામાં પોલીસનો રસ સંગીતાની એક સોશિયલ મીડિયા પોસ્ટના કારણે વધ્યો, જેમાં પારિવારિક વિવાદ તરફ ઈશારો કરવામાં આવ્યો હતો.
પોસ્ટમાં તેમણે લખ્યું હતું કે, 'તે પ્રોપર્ટી માટે મારા અને મારા પુત્રના હક છીનવી લીધા. તે ભાઈઓ અને માતા-પિતાને ક્યારેય સાથે રહેવા ન દીધા. તે મારું ઘર બરબાદ કરી દીધું. તે મારા પરિવારમાં ઝેર ઘોળી દીધું. મારા દીકરાને તેના માતા-પિતાથી અલગ કરી દીધો. તારી આવનારી સાત પેઢીઓ ભોગવશે. આ મારો શ્રાપ છે.'
તેમણે પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં કોઈના નામનો ઉલ્લેખ કર્યો નથી અને ન તો કોઈ સંદર્ભ આપ્યો છે. પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આ પોસ્ટનો વાસ્તવિક અર્થ શું હતો.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે દંપતીના મોટા દીકરાનું છ વર્ષ પહેલાં બીમારીના કારણે નિધન થઈ ગયુ હતું. ત્યારથી તેઓ પારિવારિક વિવાદમાં ઉલઝાયેલા હતા.
ઘરમાં તણાવના કારણે મુરલીધર પોતાને કામમાં વ્યસ્ત રાખતા હતા અને મહિનાઓ સુધી ઘરે નહોતા આવતા. પરિવારના સભ્યોના મોતના માત્ર 2 દિવસ પહેલાં જ મુરલીધર ત્રણ મહિના પછી ઘરે પાછા ફર્યા હતા, જેનાથી ઘરમાં તણાવ વધ્યો હતો.









