ચૂંટણી પંચ બચી જશે તેવા ભ્રમમાં ન રહે, મારી પાસે પાક્કા પુરાવા છે: રાહુલ ગાંધીનો પડકાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Rahul Gandhi In Loksabha: લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમનો આરોપ છે કે ચૂંટણી પંચના અધિકારી અને સત્તા પક્ષની મિલીભગતથી ચૂંટણીની 'ચોરી' કરવામાં આવે છે. રાહુલ ગાંધીએ ફરી એકવાર દાવો કર્યો છે કે, ‘અમારી પાસે ચૂંટણી પંચ વિરુદ્ધ પાક્કા પુરાવા છે અને અમે કોઈને છોડીશું નહીં.’ નોંધનીય છે કે, રાહુલ ગાંધી અગાઉ પણ ચૂંટણી પંચ પર ગંભીર આરોપ લગાવી ચૂક્યા છે.
મારી પાસે પુરાવા છે
સંસદ ભવનમાં પત્રકારો સાથે વાતચીતમાં રાહુલ ગાંધીએ કહ્યું છે, કે 'ચૂંટણી પંચ બિલકુલ ભ્રમમાં ન રહે. લોકશાહી અને બંધારણને ખતમ કરવાના પ્રયાસ કરનારાઓને અમે છોડીશું નહીં. ચૂંટણી પંચ પોતાની જવાબદારી નિભાવી નથી રહ્યું. ચૂંટણી ચોરી કરવા ચૂંટણી પંચે જે પેંતરા અપનાવ્યા તેના પાક્કા પુરાવા છે મારી પાસે.'
મોટી ઉંમરના લોકોને વોટર લિસ્ટમાં ઉમેર્યા
રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું, કે 'હજુ તો માત્ર એક મતવિસ્તાર પર નજર નાંખી અને આ બધુ સામે આવી ગયું. મને ભરોસો છે કે ભારતના તમામ મતવિસ્તારોમાં આ જ બધા નાટક ચાલુ છે. હજારો મતદારો ઉમેરાયા તેમની ઉંમર શું છે? 45, 50, 60, 65. એક જ મતવિસ્તારમાં હજારો મતદારો ઉમેરાયા. 18 વર્ષથી વધુ ઉંમરના નવા મતદારો ઉમેરાઈ રહ્યા છે તેથી અમે પકડી પાડ્યા'
બચી જશો તેવા ભ્રમમાં ન રહેતા
રાહુલ ગાંધીએ ચૂંટણી પંચને ચેતવણી આપતાં કહ્યું, કે 'હું ચૂંટણી પંચને સંદેશો આપવા માંગુ છું, કે જો તમને લાગતું હોય તો કે તમે બચી જશો, તમારા અધિકારીઓ એવું માનતા હોય કે તે બચી જશે તો તમે ભ્રમમાં છો. અમે તમારી પાછળ પડી જવાના છીએ.'









