Get The App

બ્લાસ્ટની દુર્ઘટના ટળી : હરિયાણામાં વિસ્ફોટકો ભરેલા બેગ સાથે 3 શખ્સો ઝડપાયા

Updated: Mar 13th, 2026

GS TEAM

Google News
Google News
બ્લાસ્ટની દુર્ઘટના ટળી : હરિયાણામાં વિસ્ફોટકો ભરેલા બેગ સાથે 3 શખ્સો ઝડપાયા 1 - image

Haryana STF Operation : હરિયાણા STFની અંબાલા ટીમે સમયસર મોટી કાર્યવાહી કરીને મોટી દુર્ઘટના ટાળી છે. ટીમે બરાડા પાસે એક મહત્ત્વનું ઓપરેશન પાર પાડીને ત્રણ યુવકોની ધરપકડ કરી છે. આ યુવકો કોઈ મોટી હોનારત સર્જવાના ઈરાદે વિસ્ફોટક સામગ્રી લઈ જઈ રહ્યા હતા. આરોપીઓ પાસેથી આશરે બે કિલોગ્રામ જેટલો વિસ્ફોટક જથ્થો મળી આવ્યો છે, જેના કારણે સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે.

બાતમીના આધારે થઈ કાર્યવાહી

અંબાલા એસટીએફના ડીએસપી અમન અને પ્રભારી પ્રતીક કુમારને ગુપ્ત માહિતી મળી હતી કે, ત્રણ યુવકો શંકાસ્પદ વિસ્ફોટકો સાથે બરાડા તરફથી અંબાલા આવી રહ્યા છે. આ બાતમીના આધારે એસટીએફની ટીમે રસ્તામાં જ ઘેરાબંધી કરી બાઈક પર સવાર ત્રણેય યુવકોને દબોચી લીધા હતા. તેમની તપાસ દરમિયાન એક બેગમાંથી 1 કિલો 975 ગ્રામ વિસ્ફોટક સામગ્રી મળી આવી હતી.

આ પણ વાંચો : LPG સંકટ વચ્ચે હોટલ-રેસ્ટોરન્ટ માટે મોટો નિર્ણય, કોમર્શિયલ ગેસ સપ્લાય માટે નવી ફોર્મ્યુલા જાહેર

અલગ-અલગ રાજ્યોના કનેક્શન

પકડાયેલા આરોપીઓ હરિયાણા, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. જેમાં અંબાલાના કંબાસી ગામનો એક યુવક, રાજસ્થાનના અજમેરનો એક અને ઉત્તર પ્રદેશના મેરઠનો એક યુવક સામેલ છે. પોલીસ હવે એ તપાસ કરી રહી છે કે આ યુવકોના તાર કયા સંગઠન સાથે જોડાયેલા છે અને તેઓ આ વિસ્ફોટકો ક્યાં લઈ જઈ રહ્યા હતા.

બોમ્બ સ્ક્વોડે વિસ્ફોટકો નિષ્ક્રિય કર્યા

મામલાની ગંભીરતાને જોતા તાત્કાલિક બોમ્બ નિરોધક દસ્તાને બોલાવવામાં આવ્યો હતો. નિષ્ણાતોએ સ્થળ પર જ પહોંચીને આ વિસ્ફોટક સામગ્રીને સુરક્ષિત રીતે નિષ્ક્રિય કરી દીધી છે. હાલમાં એસટીએફ અને અન્ય ગુપ્તચર એજન્સીઓ આ ત્રણેય યુવકોની કડક પૂછપરછ કરી રહી છે જેથી મોટા ષડયંત્રનો ખુલાસો થઈ શકે.

આ પણ વાંચો : યુદ્ધના કારણે હવાઈ મુસાફરી મોંઘી, એર ઈન્ડિયા બાદ ઈન્ડિગોએ ફ્યુઅલ ચાર્જમાં કર્યો વધારો, જાણો નવો ચાર્જ