Get The App

હરિયાણામાં 10માંથી 9 શહેરોમાં ભાજપનો મેયર બનશે: કોંગ્રેસ ઝીરો, હુડ્ડાના ગઢમાં પણ હાર

Updated: Mar 12th, 2025

GS TEAM


Google News
Google News
હરિયાણામાં 10માંથી 9 શહેરોમાં ભાજપનો મેયર બનશે: કોંગ્રેસ ઝીરો, હુડ્ડાના ગઢમાં પણ હાર 1 - image


Haryana Local Body Election Result: હરિયાણાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપે શાનદાર જીત હાંસલ કરી છે. વિધાનસભા ચૂંટણી બાદ આ ચૂંટણી ભાજપ અને કોંગ્રેસ બંને માટે એક પરીક્ષા જેવું હતું, જેમાં કોંગ્રેસ ફરી નિષ્ફળ થઈ છે. સ્થિતિ એવી છે કે, હરિયાણાની કુલ 10 નગર પાલિકામાંથી 9 પર ભાજપે જીત હાંસલ કરી છે. વળી, માનેસર નગર પાલિકામાં બિનહરીફ ઉમેદવાર ડૉ. ઈન્દ્રજીત વિજેતા થયા છે. કોંગ્રેસનું 10 માંથી એકપણ બેઠક પર ખાતું નથી ખૂલ્યું. આ સિવાય 21 નગર પરિષદની ચૂંટણીમાં પણ કોંગ્રેસને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. સોનીપત, પાનીપત, ગુરૂગ્રામથી લઈને ફરીદાબાદ સુધી ભાજપે જોરદાર જીત હાંસલ કરી છે. ત્યાં સુધી કે, જુલાના નગર પાલિકાના ચેરમેનનું પદ પણ ભાજપે જીત્યું છે. વિધાનસભામાં જુલાના બેઠક પરથી વિનેશ ફોગાટે જીત હાંસલ કરી હતી. 

ભાજપના રાજીવ જૈનની સોનીપતમાં વિક્ટ્રી માર્ચ

સોનીપત નગર નિગમમાં મેયર પદ માટે થયેલી પેટાચૂંટણીમાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. અહીં ભાજપના રાજીવ જૈને 34,749 મતોના અંતરથી જીત હાંસલ કરી છે. વળી, કોંગ્રેસના કમલ દીવાન 23,109 મત સાથે બીજા નંબરે છે. જાટ પ્રભુત્વ ધરાવતા સોનીપતના શહેરી વિસ્તારોમાં ભાજપ પહેલાંથી જ મજબૂત રહી છે. અત્યારે એકવાર ફરી તેણે જીત હાંસલ કરી બતાવી દીધું છે કે, લોકો હજુ પણ તેમના ઉપર વિશ્વાસ કરે છે. 

આ પણ વાંચોઃ દેશમાં પહેલીવાર કોઈ રાજ્ય પોતાનો સેટેલાઇટ લોન્ચ કરશે, સરહદી સુરક્ષા અને વિકાસમાં મદદરૂપ થશે

ગુરૂગ્રામમાં લહેરાયો ભાજપનો પરચમ

ગુરૂગ્રામ નગર પાલિકાની ચૂંટણીમાં પણ ભાજપે શાનદાર જીત હાંસલ કરી છે. પાર્ટીના ઉમેદવાર રાજ રાનીએ 1,79,485 મતના અંતરથી કોંગ્રેસના ઉમેદવાર સીમા પાહુજાને હરાવ્યા છે. કોંગ્રેસ ઉમેદવારના ખાતામાં 91,296 મત આવ્યા હતાં. રાજ રાની મલ્હોત્રાને કુલ 2,15,754 મત મળ્યા હતાં.

હુડ્ડાના ગઢમાં પણ ભાજપનો ભગવો

સૌથી વધારે ચર્ચા રોહતકની પેટા ચૂંટણીના પરિણામની છે. આ જિલ્લો ભૂપિન્દર હુડ્ડાનો ગઢ માનવામાં આવે છે પરંતુ, અહીં પણ કોંગ્રેસને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. અહીંના ભાજપ ઉમેદવાર રામ અવતારે 45,198 મતથી કોંગ્રેસના સૂરજમલ કિલોઈને હરાવ્યા હતાં. ભાજપને 1,02,269 અને કોંગ્રેસને 57,071 મત મળ્યા હતા. 

ફરીદાબાદમાં ભાજપ ઉમેદવારને મળ્યા 4 લાખ મત

ફરીદાબાદ નગર પાલિકા પર ભાજપ ઉમેદવાર પ્રવીણ જોશીને 4,16,927 મત મળ્યા હતાં. જોકે, કોંગ્રેસની લત્તા રાનીને 1,00,075 મત મળ્યા હતાં.

કરનાલમાં કોંગ્રેસની કારમી હાર

પૂર્વ મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરના હોમ ટાઉન કરનાલ નગર પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના મનોજ વધવા 58,271 મતથી બીજા નંબરે રહ્યા હતાં. અહીં 83,630 મત સાખે ભાજપની રેનૂ બાલા ગુપ્તાએ જીત હાંસલ કરી છે. આ બેઠક પંજાબી પ્રભુત્વ ધરાવે છે, અહીં પરંપરાગત રૂપે ભાજપને મજબૂત માનવામાં આવે છે. 

આ પણ વાંચોઃ પંજાબ કોંગ્રેસના ધારાસભ્ય પર ડ્રગ તસ્કરો સાથે સંડોવણીનો આરોપ, EDએ ચાર કરોડની હવેલી ટાંચમાં લીધી

હિસારમાં કોંગ્રેસની હાર

હિસાર નગર પાલિકાથી ભાજપના પ્રવીણ પોપલીએ 66,456 મત સાથે જીત હાંસલ કરી છે. તેમણે કોંગ્રેસના કૃષ્ણ ટિટૂ સિંગલાને માત આપી છે. એકબાજુ જ્યાં પોપલીના ખાતામાં 96,329 મત મળ્યાં, ત્યાં સિંગલાને ફક્ત 31,872 મત જ મળ્યા હતાં. 

પાનીપતમાં ભાજપની જીત

હવે વાત પાનીપતની કરીએ તો અહીં ભાજપના ઉમેદવાર કોમલ સૈનીએ જીત હાંસલ કરી છે. ભાજપ માટે આ સૌથી મોટી જીત છે. વિધાનસભા ચૂંટણીમાં ભાજપે હરિયાણામાં પોતાના દમ પર મોટી જીત હાંસલ કરીને બધાને ચોંકાવી દીધા છે. હાલ, ભાજપ રાજ્યમાં ત્રીજીવાર સત્તા સંભાળી રહ્યું છે. 

માનેસરમાં બિનહરીફ ઇન્દ્રજીત યાદવે મારી બાજી

ગુરૂગ્રામના પાડોશમાં સ્થિત માનેસરમાં ભાજપ અને કોંગ્રેસ બંનેને હારનો સામનો કરવો પડ્યો છે. અહીં અપક્ષ ઉમેદવાર ડૉ. ઈન્દ્રજીત યાદવ વિજેતા થયા છે. તેમણે 2293 મતથી જીત હાંસલ કરી છે. યાદવને કુલ 26,393 મત મળ્યા છે.

આ પણ વાંચોઃ ભાજપની સરકાર બનશે તો મુસ્લિમ ધારાસભ્યોને વિધાનસભામાંથી ફેંકી દઈશું: સુવેન્દુના નિવેદન પર હોબાળો

અંબાલામાં ભાજપની જીત

ભાજપના સિનિયર નેતા અનિલ વિજનો ગઢ ગણાતા અંબાલામાં શૈલજા સચદેવાને મોટી જીત હાંસલ કરી છે. જેને જનતાએ શહેરના મેયર તરીકે પસંદ કર્યાં છે. 

યમુનાનગરમાં લહેરાયો ભગવો

પંજાબને અડીને આવેલાં યમુનાનગર શહેરમાં પણ જનતાએ ભાજપના મેયર પસંદ કર્યાં છે. અહીંથી ભાજપના ઉમેદવારે 50 હજારથી વધુ મતના અંતર સાથે જીત હાંસલ કરી છે. 

Tags :