Get The App

પંજાબ કોંગ્રેસના ધારાસભ્ય પર ડ્રગ તસ્કરો સાથે સંડોવણીનો આરોપ, EDએ ચાર કરોડની હવેલી ટાંચમાં લીધી

Updated: Mar 12th, 2025

GS TEAM


Google News
Google News
પંજાબ કોંગ્રેસના ધારાસભ્ય પર  ડ્રગ તસ્કરો સાથે સંડોવણીનો આરોપ, EDએ ચાર કરોડની હવેલી ટાંચમાં લીધી 1 - image


ED Action Against Congress MLA: એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટે પંજાબમાં કોંગ્રેસ ધારાસભ્ય સુખપાલ ખૈરાના ઘરે દરોડા પાડ્યા છે. ભોલાથ બેઠક પરથી ધારાસભ્ય ખૈરા પર ડ્રગ તસ્કરો પાસેથી લેણ-દેણનો આરોપ મૂકવામાં આવ્યો છે. ઈડીએ  કાર્યવાહીના ભાગરૂપે ચંદીગઢ સેક્ટર-5ની હવેલી ટાંચમાં લીધી છે. જેની કિંમત રૂ. 3.82 કરોડ છે.

ખૈરાએ ડ્રગ તસ્કર ગુરદેવ સિંહ સાથે સોદો કર્યો હોવાનો આરોપ છે. ઈડીએ સોશિયલ મીડિયા પર આ અંગે માહિતી આપી હતી. કોંગ્રેસ ધારાસભ્ય ખૈરા પર  પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ 2002ની જોગવાઈઓ હેઠળ કેસ નોંધ્યો હતો.

તસ્કર ગુરદેવ સિંહ સાથે સંબંધ

2015ના ફાઝિલ્કા જિલ્લામાં એનડીપીએસ એક્ટ હેઠળ આ દરોડા પાડવામાં આવ્યા હતા. 28 સપ્ટેમ્બર, 2023ના રોજ ખૈરાની ચંદીગઢ સ્થિત નિવાસ સ્થાનેથી ધરપકડ થઈ હતી. ઈડીએ જણાવ્યું કે, પંજાબ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસમાં ગુરદેવ સિંહ પાસેથી કુલ 1800 ગ્રામ હેરોઈન, એક 315 બોર પિસ્તોલ અને બે કારતૂસ, 2 પાકિસ્તાની સીમકાર્ડ, એક 32 બોર પિસ્તોલ અને 24 બુલેટ્સ, 24 સોનાના બિસ્કિટ જપ્ત કર્યા હતા. ફાઝિલ્કા કોર્ટે પોતાના આદેશમાં ગુરદેવ સિંહ ઉપરાંત અન્ય આઠની એનડીપીએસ એક્ટ, 1985ની વિવિધ કલમ હેઠળ દોષિત ઠેરવ્યા હતાં. ઈડીની તપાસમાં ખુલાસો થયો કે, સુખપાલ સિંહ ખૈરાએ આંતરરાષ્ટ્રીય ડ્રગ સિંડિકેટ દ્વારા ગુરદેવ સિંહ અને તેના વિદેશી સહયોગીઓ પાસેથી પ્રાપ્ત રૂ. 3.82 કરોડ મેળવ્યા હતા. જેનો ઉપયોગ ચૂંટણી પ્રચારમાં કર્યો હતો.

આ પણ વાંચોઃ ટ્રેન હાઇજેક માટે ભારત જવાબદાર, પાકિસ્તાનના PM શાહબાઝના સલાહકારનો પાયાવિહોણો દાવો

કોઈ નોટિસ મળી નથીઃ ખૈરા

સુખપાલ ખૈરાએ ફેસબુક પર પોસ્ટ કરી ઈડીની આ કાર્યવાહીને ખોટી ઠેરવી છે. તેમણે કહ્યું કે, મને પણ મીડિયા પાસેથી જાણવા મળ્યું કે, ઈડીએ મારૂ ચંદીગઢ સ્થિત ઘર ટાંચમાં લીધું છે. હું સ્પષ્ટતા કરૂ છું કે, મને આ અંગે  કોઈ માહિતી નથઈ. ઈડી કે કોઈ અન્ય સરકારી સ્રોતોએ આ મામલે મને કોઈ નોટિસ આપી નથી. આ માહિતી મારા ચરિત્રના હનન સમાન છે. ભાજપ દેશમાં વિપક્ષ નેતાઓને ફસાવવા ઈડીનો ઉપયોગ કરી રહ્યું છે.

ત્રણ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા

ખૈરાનું રાજકીય જીવન ઉતાર-ચડાવ વાળુ રહ્યું છે. ખૈરા કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયો હતો. 2017માં તે આપની ટિકિટ પર ધારાસભ્ય બન્યા અને પક્ષે બાદમાં વિપક્ષ નેતા બનાવ્યા હતા. જો કે, આ દિવસો ટકી શક્યા નહીં. આમ આદમી પાર્ટીએ તેમને બરતરફ કર્યા હાત. જૂન, 2021માં ખૈરા કોંગ્રેસમાં જોડાયા અને કોંગ્રેસની ટિકિટ પર બે વખત ધારાસભ્ય બન્યા. કોંગ્રેસે સંગરૂર લોકસભા બેઠકમાંથી ખૈરાને ટિકિટ આપી હતી. પરંતુ તે જીતી શક્યા નહીં.

પંજાબ કોંગ્રેસના ધારાસભ્ય પર  ડ્રગ તસ્કરો સાથે સંડોવણીનો આરોપ, EDએ ચાર કરોડની હવેલી ટાંચમાં લીધી 2 - image

Tags :