Get The App

સળંગ બીજા મહિને GST કલેક્શન 2 લાખ કરોડને પાર, પશ્ચિમ બંગાળથી પાછળ રહ્યું ગુજરાત

Updated: Jun 2nd, 2025

GS TEAM


Google News
Google News
સળંગ બીજા મહિને GST  કલેક્શન 2 લાખ કરોડને પાર, પશ્ચિમ બંગાળથી પાછળ રહ્યું ગુજરાત 1 - image


GST Collection News : મે મહિનામાં ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) કલેક્શન  16.4 ટકા વધીને 2.01 લાખ કરોડ રૂપિયા રહ્યું છે તેમ આજે જારી કરવામાં આવેલા સરકારી આંકડામાં જણાવવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે ગયા મહિને એપ્રિલમાં જીએસટી કલેક્શન 2.37 લાખ કરોડ રૂપિયા હતું જે અત્યાર સુધીનું સૌથી વધુ કલેક્શન હતું. મે, 2024મા જીએસટી કલેક્શન 172739 કરોડ રૂપિયા રહ્યું હતું.

મે મહિનામાં ઘરેલુ લેવડ દેવડથી કુલ જીએસટી આવક 13.7 ટકા વધીને 1.50 લાખ કરોડ રૂપિયા રહી છે. જ્યારે આયાતથી જીએસટી કલેક્શન 25.2 ટકા વધીને 51266 કરોડ રૂપિયા રહ્યું છે. 

મેમાં કુલ સેન્ટ્રલ જીએસટી આવક 35434 કરોડ રૂપિયા, સ્ટેટ જીએસટી આવક 43902 કરોડ રૂપિયા અને ઇન્ટેગ્રેટેડ જીએસટી ક્લેક્શન લગભગ 1.09 લાખ કરોડ રૂપિયા રહ્યું છે. સેસથી 12879 કરોડ રૂપિયાની આવક થઇ છે. મે મહિનામાં કુલ રિફંડ 4 ટકા ઘટીને 27210 કરોડ રૂપિયા રહ્યું છે. મેમાં નેટ જીએસટી 1.74 લાખ કરોડ રૂપિયા રહ્યું છે. જે વાર્ષિક ધોરણે 20.4 ટકાની વૃદ્ધિ દર્શાવે છે.  મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, કર્ણાટક અને તમિલનાડુ જેવા રાજ્યોના જીએસટી કલેક્શનમાં 17 થી 25 ટકાની વૃદ્ધિ જોવા મળી છે. જ્યારે ગુજરાત, આંધ્ર પ્રદેશ, તેલંગણાના જીએસટી કલેક્શનમાં 6 ટકા સુધીની વૃદ્ધિ જોવા મળી છે. જેનાથી સ્પષ્ટ દેખાય છે કે જીએસટી કલેક્શન કરવામાં પ.બંગાળ જેવા રાજ્યોથી ગુજરાત જેવું રાજ્ય પાછળ રહી ગયું હતું. 

મધ્ય પ્રદેશ, હરિયાણા, પંજાબ અને રાજસ્થાનના જીએસટી કલેક્શનમાં 10 ટકા સુધીની વૃદ્ધિ જોવા મળી છે

* મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, કર્ણાટક અને તમિલનાડુ જેવા રાજ્યોના જીએસટી કલેક્શનમાં 17 થી 25 ટકાની વૃદ્ધિ 

* ગુજરાત, આંધ્ર પ્રદેશ, તેલંગણાના જીએસટી કલેક્શનમાં 6 ટકા સુધીની જ્યારે મધ્ય પ્રદેશ, હરિયાણા, પંજાબ, રાજસ્થાનના કલેક્શનમાં 10 ટકા સુધીની વૃદ્ધિ


Tags :