India

સેમિકોન 2.0 મિશનને લીલી ઝંડી, મોબાઈલ અને યુરિયા પોલિસી... મોદી કેબિનેટના 7 મોટા નિર્ણયો

By GS Team
15 Jul 20262 mins read
TukuTouch Logo
પીએમ મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે 7 મોટા નિર્ણયો લીધા. વારાણસીમાં 10,998 કરોડના ખર્ચે 43 કિલોમીટર લાંબો 'વરુણ એક્સપ્રેસવે' અને 14,448 કરોડના ખર્ચે 46 કિલોમીટરનો 'ગંગા એલિવેટેડ કોરિડોર' મંજૂર થયો. 'સેમિકોન 2.0 મિશન' હેઠળ 1,27,500 કરોડના બજેટ સાથે ભારત સેમિકન્ડક્ટર હબ બનશે. આ સાથે મોબાઈલ મેન્યુફેક્ચરિંગ, રાષ્ટ્રીય રોકાણ નીતિ અને રેલવે પ્રોજેક્ટ્સને પણ લીલી ઝંડી મળી.

Summarized by AI; it may make mistakes. Check important info

સેમિકોન 2.0 મિશનને લીલી ઝંડી, મોબાઈલ અને યુરિયા પોલિસી... મોદી કેબિનેટના 7 મોટા નિર્ણયો
IMAGE - IANS

Modi cabinet decisions 2026: પીએમ મોદીની અધ્યક્ષતામાં બુધવારે મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં દેશના ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેક્નોલોજી ક્ષેત્રે કાયાપલટ કરનારા 7 મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. આ બેઠકમાં સેમિકોન 2.0 મિશનને લીલી ઝંડી આપવાની સાથે વારાણસી (કાશી)માં બે ભવ્ય એલિવેટેડ કોરિડોર બનાવવાની મંજૂરી આપવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે પત્રકાર પરિષદમાં આ નિર્ણયોની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, દેશમાં નેક્સ્ટ લેવલના ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે આ બે મોટી મંજૂરીઓ ખૂબ જ મહત્ત્વની સાબિત થશે.

વારાણસીને મળશે 'વરુણ એક્સપ્રેસવે' અને 'સિગ્નેચર બ્રિજ'ની ભેટ

કેબિનેટમાં વારાણસીના વિકાસ માટે બે વિશાળ કોરિડોર મંજૂર કરાયા છે:

  • વરુણ એક્સપ્રેસવે: વરુણ નદીના કિનારે 43 કિલોમીટર લાંબો 6-લેન અને 4-લેન ધરાવતો એલિવેટેડ કોરિડોર બનાવવામાં આવશે. હાઇબ્રિડ એન્યુઇટી મોડલ હેઠળ આશરે 10,998 કરોડ રૂપિયાના રોકાણ સાથે બનનારો આ પ્રોજેક્ટ આગામી 4 વર્ષમાં પૂરો થવાની આશા છે.
  • ગંગા એલિવેટેડ કોરિડોર: કાશીમાં ગંગા નદીના કિનારે 46 કિલોમીટર લાંબો 6-લેનનો કોરિડોર બનશે. આ કોરિડોર IIT-BHU પાસેથી પસાર થઈને લંકા ચોક અને રામનગર તરફ જશે, જ્યાં એક ભવ્ય 'સિગ્નેચર બ્રિજ' પણ બનાવવામાં આવશે. આ પ્રોજેક્ટ પાછળ 14,448 કરોડ રૂપિયાનો ખર્ચ થશે.

સેમિકોન 2.0 મિશન: દેશ બનશે સેમિકન્ડક્ટર હબ

ટેક્નોલોજી ક્ષેત્રે આત્મનિર્ભર બનવા માટે સરકારે 1,27,500 કરોડ રૂપિયાના કુલ બજેટ સાથે 'સેમિકોન 2.0' મિશનને મંજૂરી આપી દીધી છે. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, આજના સમયમાં સેમિકન્ડક્ટર ચિપ્સ અત્યંત મહત્ત્વની છે. મોબાઇલ, કેમેરા, ફ્રિજ, ટીવી, એસી જેવા ઉપકરણોથી લઈને સ્કૂટર, કાર, ટ્રેન અને છેક મિસાઇલ સુધીના તમામ આધુનિક મેન્યુફેક્ચરિંગમાં આ ચિપ્સ અનિવાર્ય છે. આ નવું મિશન હવે દેશની આખી ઇલેક્ટ્રોનિક્સ વેલ્યુ ચેનને કવર કરશે.

કેબિનેટના અન્ય 4 મહત્ત્વના નિર્ણયો

  • મોબાઇલ ફોન મેન્યુફેક્ચરિંગ સ્કીમ: દેશમાં મોબાઇલ ઉત્પાદનને વેગ આપવા 62,500 કરોડ રૂપિયાની યોજના મંજૂર કરાઈ.
  • રાષ્ટ્રીય રોકાણ નીતિ: યુરિયા-2026 માટેની રાષ્ટ્રીય રોકાણ નીતિને કેબિનેટે લીલી ઝંડી આપી.
  • પારા દીપ-હરિદાસપુર રેલ લાઇન ડબલિંગ: રેલ નેટવર્ક મજબૂત કરવા 2,5ND2 કરોડ રૂપિયાના ખર્ચે આ લાઇન ડબલ કરાશે.
  • ડાંગોપોસી-રાજખરસાવાં રેલ પ્રોજેક્ટ: આ બંને સ્ટેશનો વચ્ચે 1365 કરોડ રૂપિયાના ખર્ચે ચોથી રેલ લાઇન નાખવામાં આવશે.