Get The App

ગૂગલ ભારતમાં 1.1 કરોડ વિદ્યાર્થીઓને રોબોટિક્સ અને કોડિંગ શીખવાડશે : પિચાઈ

Updated: Feb 19th, 2026

GS TEAM

Google News
Google News
ગૂગલ ભારતમાં 1.1 કરોડ વિદ્યાર્થીઓને રોબોટિક્સ અને કોડિંગ શીખવાડશે : પિચાઈ 1 - image

- જનરેશન એઆઈ માટે 10 હજારથી વધુ શાળાને ભાગીદાર બનાવશે

- ગૂગલ ભારત અને અમેરિકાની એઆઈ કનેક્ટિવિટી વધારતો સબ સી કેબલ નાખશે, આંધ્રમાં ગૂગલના એઆઈ હબની સાથે જોડાશે

નવી દિલ્હી : ટેકનોલોજી જાયન્ટ ગૂગલ ભારતમાં ૧.૧ કરોડ વિદ્યાર્થીઓને રોબોટિક્સ અને કોડિંગ શીખવાડશે. આ ઉપરાંત ગૂગલ ક્લાઉડ દેશના ૮૦૦થી વધુ જિલ્લામાં બે કરોડથી પણ વધુ સરકારી કર્મચારીને મદદ કરવા તેના પ્લેટફોર્મ પર ૧૮ ભાષાઓમાં સલામત ઇન્ફ્રાસ્ટ્રકચર પૂરુ પાડશે. કંપનીએ સબસી કેબલથી  ભારત-અમેરિકાની એઆઈ કનેક્ટિવિટીમાં વધારાની પણ જાહેરાત કરી છે. 

સુંદર પિચાઈએ ભારતમાં મોટાપાયા પરના સ્કિલિંગ પ્રોગ્રામની પણ જાહેરાત કરી હતી. તેમા ગૂગલ એઆઈ સર્ટિફિકેટ ફોર સ્ટુડન્ટ્સ અને કારકિર્દીનો પ્રારંભ કરનારા પ્રોફેશનલ્સનો સમાવેશ થાય છે. આ માટે તેમણે કર્મયોગી ભારત સાથે જોડાણ કર્યુ છે. તેમણે જણાવ્યું હતું કે ગૂગલ અટલ ટિન્કરિંગ લેબની સાથે મળીને દસ હજારથી વધુ સ્કૂલો થકી લગભગ ૧.૧ કરોડ વિદ્યાર્થીઓ સુધી જનરેટિવ એઆઈ (એઆઈ)ની મદદ પહોંચાડશે. આ ઉપરાંત ગૂગલ ક્લાઉડ દેશના ૮૦૦થી વધુ જિલ્લામાં બે કરોડથી પણ વધુ સરકારીને ૧૮ ભાષામાં સલામત ઇન્ફ્રાસ્ટ્રકચર પૂરુ પાડીને મદદ કરશે. 

હાલમાં ભારતમાં ચાલતી એઆઈ ઇમ્પેક્ટ સમિટમાં ગૂગલના સીઇઓ સુદર પિચાઈએ જણાવ્યું હતું કે તેઓ અમેરિકા અને ભારત વચ્ચેની એઆઈ કનેક્ટિવિટીમાં નોંધપાત્ર વધારો કરવા દરિયાની અંદર કેબલ નાખવાના છે. ગૂગલે થોડા સમય પહેલાં જ આંધ્રમાં ંવિઝગ ખાતે ૧૫ અબજ ડોલરના એઆઈ હબની જાહેરાત કરી હતી. આ સ્થળ ગીગાવોટના માપની કમ્પ્યુટ ફેસિલિટી હશે. તેને ઇન્ટરનેશનલ સબસી કેબલ ગેટવે વડે જોડવામાં આવશે. સબસી કેબલને જોડવાનું કામ પૂરું થતાં ભારતમાં મોટાપાયા પર રોજગાર સર્જન થશે. લોકોને અને કારોબારોને અત્યાધુનિક એઆઈનો ફાયદો મળશે. ભારતીય યુઝર વિશ્વભરમાં વોઇસ અને વિઝ્યુઅલ રિસર્ચનો સૌથી વધુ ઉપયોગ કરનારા છે. 

સુંદર પિચાઈએ જણાવ્યું હતું કે ભારતે એઆઈના મોરચે નોંધપાત્ર કાઠું કાઢ્યું છે અને ગૂગલ ભારતની એઆી યાત્રામાં તેનું ભાગીદાર બનવા માંગે છે. ભારત આ ટેકનોલોજી દ્વારા અસાધારણ સફર ખેડવાનું છે. એઆઈ વિશ્વની સમસ્યાઓને ઉકેલવાના અને જીવનને વધુ સુગમ બનાવવાની  સૌથી સક્ષમ પ્રણાલિઓમાં એક છે. બીમારીઓ શોધવાથી લઈને તેની સારવાર, સમાજને મજબૂત બનાવવા, શીખવાનું કે કોઈ કાર્યને વધુ સરળ બનાવવામાં એઆઈ ઉપયોગી છે.