India

અમેરિકા-ઈરાન ડીલ: સોના-ચાંદીના ભાવમાં તોતિંગ ઉછાળો, જાણો લેટેસ્ટ ભાવ

By GS Team
22 Jun 20261 min read
TukuTouch Logo
સોમવારે સોના અને ચાંદીના ભાવમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે, કારણ કે અમેરિકા અને ઈરાન વચ્ચે અનિશ્ચિતતા યથાવત છે. બીજી તરફ વૈશ્વિક બજારમાં ડૉલર ઇન્ડેક્સમાં પણ નબળાઈ જોવા મળી રહી છે. મલ્ટી કોમોડિટી માર્કેટ (MCX) પર સોના અને ચાંદીના ભાવ દિવસની સર્વોચ્ચ સપાટી પર ટ્રેડ થઈ રહ્યા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

અમેરિકા-ઈરાન ડીલ: સોના-ચાંદીના ભાવમાં તોતિંગ ઉછાળો, જાણો લેટેસ્ટ ભાવ

Gold Silver Price Jump US Iran Deal : સોમવારે સોના અને ચાંદીના ભાવમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે, કારણ કે અમેરિકા અને ઈરાન વચ્ચે અનિશ્ચિતતા યથાવત છે. બીજી તરફ વૈશ્વિક બજારમાં ડૉલર ઇન્ડેક્સમાં પણ નબળાઈ જોવા મળી રહી છે. મલ્ટી કોમોડિટી માર્કેટ (MCX) પર સોના અને ચાંદીના ભાવ દિવસની સર્વોચ્ચ સપાટી પર ટ્રેડ થઈ રહ્યા હતા.

સોનાનો નવો ભાવ: સોનું ₹1,400 અથવા 1% વધીને ₹1,48,600 પ્રતિ 10 ગ્રામ પર કારોબાર કરી રહ્યું હતું.

ચાંદીનો નવો ભાવ: MCX પર ચાંદીની કિંમત ₹4,500 અથવા 2% વધીને અંદાજે ₹2.38 લાખ પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઈ હતી.

સ્વિત્ઝરલેન્ડમાં અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ રોકવા અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ (Strait of Hormuz) સંપૂર્ણપણે ખોલવા માટે પ્રથમ તબક્કાની વાતચીત થઈ છે. બંને દેશો અંતિમ કરાર માટે 60 દિવસના રોડમેપ પર સહમત થયા છે. આ વૈશ્વિક ભૌગોલિક-રાજકીય અનિશ્ચિતતા વચ્ચે રોકાણકારો સોના-ચાંદીને સુરક્ષિત રોકાણ માની રહ્યા છે, જેના કારણે કિંમતો આકાશને આંબી રહી છે. ઇન્ટરનેશનલ માર્કેટમાં સોનું $4,200 પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહ્યું છે.