India

જિનેટિકલી મોડીફાઇડ પિગ કિડનીથી દર્દી નવ મહિના ડાયાલિસિસ વગર રહ્યો

By GS Team
6 Sep 20262 mins read
TukuTouch Logo
નવી દિલ્હીમાં લાખો કિડની દર્દીઓ માટે રાહતના સમાચાર છે. અમેરિકાના 66 વર્ષીય ટિમ એન્ડ્રઝમાં જિનેટિકલી મોડિફાઇડ ડુક્કરની કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ સફળ રહ્યું હતું. આ પિગ કિડનીએ 271 દિવસ સુધી કામ કર્યું, જેનાથી દર્દીને ડાયાલિસિસની જરૂર ન પડી. માનવીય કિડની ઉપલબ્ધ ન થાય ત્યાં સુધી આ પિગ કિડની ટ્રાન્સપ્લાન્ટ એક વિકલ્પ બની રહેશે, જેણે નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જિનેટિકલી મોડીફાઇડ પિગ કિડનીથી દર્દી નવ મહિના ડાયાલિસિસ વગર રહ્યો
  • કિડનીના લાખો દર્દીઓ માટે રાહતના સમાચાર
  • માનવીની કિડની મળે ત્યાં સુધી પિગ કિડનીનો ઉપયોગ કરવાનો માર્ગ મોકળો

નવી દિલ્હી : જિનેટિકલી મોડિફાઇડ ડુક્કરની કિડનીનું માનવીમાં ટ્રાન્સપ્લાન્ટ સફળ બનતા લાખો દર્દીઓને રાહત થઇ શકશે. અમેરિકાના ૬૬ વર્ષીય ટિમ એન્ડ્રઝમાં ટ્રાન્સપ્લાન્ટમાં કરાયેલી પિગ કિડનીએ ૨૭૧ દિવસ સુધી કામ કર્યું હતું અને દર્દીને ડાયાલિસિસની જરૂર પડી ન હતી.
માનવ ડોનોરની કિડની ઉપલબ્ધ થઇ શકે ત્યાં સુધી દર્દીને ડાયાલિસિસથી બચાવવાના પ્રયત્ન તરીકે પિગકિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી હતી. આ પ્રયોગ કરનારી અમેરિકની બાયોટેક કંપનીએ જણાવ્યું કે એન્ડ્રઝે નવો વર્લ્ડરેકોર્ડ સર્જયો છે. કંપનીએ એક નિવેદનમાં કહ્યું કે માનવીની કિડની મળે ત્યાં સુધી દર્દીને ડાયાલિસિસથી મુક્તિ આપવાનો આ એક વિકલ્પ છે.
અમેરિકાના ૮ લાખ નાગરિકો અને વિશ્વમાં લાખો લોકો કિડની રોગના અંતિમ તબક્કાના દર્દીઓ છે જેમને માટે ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટેશન એક માત્ર ઇલાજ છે. કિડની દાતાઓની અછત હોવાથી મહિનાઓ સુધી દર્દીઓને ડાયાલિસીસ પર આધાર રાખવો પડે છે. વર્ષ ૨૦૨૪માં અમેરિકામાં ફક્ત ૨૮,૦૦૦ કિડની ટ્રાન્સપ્લાન્ટસ થયા હતા.
ટીમ એન્ડ્રુઝને ટાઇપટુ ડાયાબીટિસથી એન્ડસ્ટેજ કિડની ડીઝીઝ થયો હતો અને પાંચ વર્ષમાં માનવીની કિડની મળવાની તક ફક્ત ૯ ટકા હતી. સર્જનોએ એન્ડ્રુઝની ઇમ્યુન સિસ્ટમ સાથે કોમ્પેટિબલ (સુસંગત, અનુરૂપ) થઇ શકે તેવા જિનેટિકલી મોડીફાઇડ ડુક્કરની કિડની ટ્રાન્સપ્લાન્ટમાં કરી હતી. નવ મહિના પછી કિડની ફેલ થઇ અને થોડા મહિના ડાયાલિસિસ પર રહ્યા પછી દર્દીને એક મૃત માનવી દાતા પાસેથી કિડની મળી.
એન્ડ્રુઝે કહ્યું કે પિગ કિડની ટ્રાન્સપ્લાન એક 'ચમત્કાર' હતો. તેમણે કહ્યું કે હું જીવંત હતો જે હું ઘણા વર્ષોથી નહીં હતો. તે રસોઇ, કચરો સાફ કરવાનું અને લાંબા અંતર સુધી પોતાના શ્વાન સાથે ચાલી શકતો હતો.
૨૦૨૪માં પ્રથમવુાર પિગ કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાયું હતું અને દર્દીનું બાવન દિવસ પછી મૃત્યુ થયું હતું. જો કે તેમનું મૃત્યુ હૃદયરોગથી થયું હતું. એન્ડ્રુઝના કિસ્સામાં લગભગ છ મહિનામાં કિડનીના બ્લડ વેસલ્સમાં (રક્ત વાહિનીઓ)માં બગાડ થયો હતો અને કિડની ટ્રાન્સપ્લાન્ટના નવ મહિના પછી કિડની કાઢી નાખવામાં આવી હતી. તે પછી એન્ડ્રુઝને ફરી ડાયાલિસિસનો આધાર રાખવો પડયો હતો. થોડા મહિના પછી તેમને માનવીની કિડની મળી જે હવે છેલ્લા છ મહિનાથી બરાબર કામ કરી રહી છે.