India

પશ્ચિમ બંગાળના પૂર્વ CM મમતા બેનરજીના કાફલા પર હુમલો, પ્રદર્શનકારીઓએ ગાડી પર કાદવ અને જૂતા ફેંક્યા

By GS Team
9 Aug 20261 min read
TukuTouch Logo
પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણાના હલિશહરમાં પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનરજીના કાફલા પર હુમલો થયો. TMC કાર્યકર્તાના મૃત્યુ બાદ ગુસ્સે ભરાયેલા ટોળાએ તેમની ગાડી પર કાદવ, પાણીની બોટલો અને જૂતા-ચંપલ ફેંક્યા હતા. પોલીસે મમતા બેનરજીને સુરક્ષિત બહાર કાઢ્યા. મૃતકના પરિવારે પોલીસ પર કસ્ટડીમાં હત્યાનો આરોપ લગાવ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પશ્ચિમ બંગાળના પૂર્વ CM મમતા બેનરજીના કાફલા પર હુમલો, પ્રદર્શનકારીઓએ ગાડી પર કાદવ અને જૂતા ફેંક્યા

Mamata Banerjee Convoy Attacked In Halisahar: પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણા જિલ્લાના હલિશહરમાં પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનરજીના કાફલા પર ટોળાએ હુમલો કર્યો હતો. તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના એક મૃત કાર્યકર્તાના પરિવારજનોને મળવા જઈ રહેલા મમતા બેનરજીના કાફલાને ગુસ્સે ભરાયેલા પ્રદર્શનકારીઓએ રસ્તામાં રોકી લીધો હતો. પ્રદર્શનકારીઓએ તેમની ગાડીને ચારેય તરફથી ઘેરી લીધી હતી, અને તેના પર કાદવ, પાણીની બોટલો તેમજ જૂતા-ચંપલ ફેંક્યા હતા.

લોકોનું ટોળુ બન્યું આક્રોશિત

આક્રોશિત ટોળાએ મમતા બેનરજી સામે સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. પરિસ્થિતિ બગડતી જોઈને ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે કડક સુરક્ષા વચ્ચે મમતા બેનરજીને ત્યાંથી સુરક્ષિત બહાર કાઢ્યા હતા. આ સમગ્ર હંગામો ટીએમસી કાર્યકર્તાના મોત બાદ શરૂ થયો હતો, જેમાં મૃતકના પરિવારે સ્થાનિક પોલીસ પર કસ્ટડીમાં મારપીટ કરીને હત્યા કરવાનો ગંભીર આરોપ લગાવ્યો છે.