Get The App

મલેશિયાના પૂર્વ વડાપ્રધાન અબ્દુલ્લા અહમદ બદાવીનું નિધન, હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ

Updated: Apr 14th, 2025

GS TEAM


Google News
Google News
મલેશિયાના પૂર્વ વડાપ્રધાન અબ્દુલ્લા અહમદ બદાવીનું નિધન, હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ 1 - image


Former Malaysian PM Death : મલેશિયાના પૂર્વ વડાપ્રધાન અબ્દુલ્લા અહમદ બદાવીનું 85 વર્ષની ઉંમરે નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા. કુઆલાલંપુરની એક હોસ્પિટલે તેમના નિધનની માહિતી આપી છે. અબ્દુલ્લાને 25 એપ્રિલ-2024ના રોજ નેશનલ હાર્ટ ઈન્સ્ટિટ્યૂટના ક્રિટિકલ કેર યુનિટમાં દાખલ કરાયા હતા. તેઓ ન્યુમોથોરેક્સ નામની બીમારીથી પીડાતા હતા.

તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા

તેમને રવિવારે શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી, જેના કારણે તેમને તાત્કાલીક કુઆલાલંપુરના સ્ટેટ ઈન્સ્ટિટ્યૂટ ઓફ હાર્ટમાં દાખલ કરવામાં આવ્યા હતા. કાર્ડિયોલોજિસ્ટની ટીમ દ્વારા તેમની સારવાર અને દેખરેખ રાખવામાં આવી રહી હતી, જોકે સોમવારે સાંજે 7:10 વાગ્યે તેઓનું નિધન થયું છે. 22 વર્ષ સુધી વડાપ્રધાન રહેલા અનુભવી નેતા મહાથિર મોહમ્મદના રાજીનામા બાદ 2003માં અબ્દુલ્લા વડાપ્રધાન બન્યા હતા.

આ પણ વાંચો : ટ્રમ્પના નવા નિયમોના કારણે ભારતીયોને ઝટકો, વિઝા માટે જોવી પડશે રાહ

બદાવીએ ઈસ્લામમાં ડિગ્રી મેળવી હતી

તેમનાના પિતા મલેશિયાના શાસક નેશનલ ફ્રન્ટ ગઠબંધનમાં સૌથી પ્રભાવશાળી પક્ષ યુનાઈટેડ મલેય નેશનલ ઓર્ગેનાઇઝેશન (UMNO) ના સ્થાપક સભ્ય હતા. બદાવીનો જન્મ મલેશિયાના પેનાંગ પ્રાંતમાં થયો હતો અને તેમણે ઈસ્લામમાં ડિગ્રી મેળવી હતી. 1978માં તેમના પિતાના નિધન સુધી તેઓ સિવિલ સર્વિસ સાથે જોડાયેલા રહ્યા હતા. ત્યારબાદ તેમણે પોતાની રાજકીય કારકિર્દી શરૂ કરી હતી. 1998માં તેમને નાયબ વડાપ્રધાનની જવાબદારી સોંપવામાં આવી હતી.

આ પણ વાંચો : ‘ચીને લાખો અમેરિકનના જીવ લીધા’ ટ્રમ્પના ટ્રેડ એડવાઈઝરનો આક્ષેપ, ભારત પર ટેરિફ અંગે પણ કહી મોટી વાત

Tags :