‘ચીને લાખો અમેરિકનના જીવ લીધા’ ટ્રમ્પના ટ્રેડ એડવાઈઝરનો આક્ષેપ, ભારત પર ટેરિફ અંગે પણ કહી મોટી વાત
Donald Trump Advisor on Tariff : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પારસ્પરિક ટેરિફ મુદ્દે ફરી પોતાની ઈચ્છા વ્યક્ત કરી છે. તેમણે રવિવારે (13 એપ્રિલ) કહ્યું કે, જે દેશોએ અમેરિકા પર ટેરિફ લગાવ્યો, તેઓને છોડવામાં નહીં આવે. તેમણે ચીન અંગે કહ્યું કે, તેઓએ અમારી સાથે ખૂબ જ ખરાબ વ્યવહાર કર્યો છે. હવે ટ્રમ્પ અને વ્હાઈટ હાઉસના ટ્રેડ એડવાઈઝર પીટર નવારોએ ચીનને આડે હાથ લીધું છે. તેમણે ચીન પર આક્ષેપ કરતા કહ્યું કે, બીજિંગે લાખો અમેરિકાનો જીવ લીધો છે.
વિશ્વના દેશો આપણને છેતરી રહ્યા છે : પીટર નવારો
પીટર નવારો (Peter Navarro)એ એક સમાચાર સંસ્થા સાથે વાત કરતા કહ્યું કે, ‘અમે જોયું છે કે જાપાન, ઓસ્ટ્રેલિયા અને યુરોપિયન દેશો આપણા પર વિવિધ પ્રકારના ટેક્સ લાદે છે. દુનિયા અમને છેતરી રહી છે. આ દેશો દાયકાઓથી અમને છેતરી રહ્યા છે. તેઓ આપણા દેશ પર ટેરિફ, ઊંચો ટેરિફ ઝીંકીને છેતરે છે. જોકે સૌથી મહત્ત્વની વાત એ છે કે, તેઓ વેટ ટેક્સ, ડમ્પિંગ, કરન્સી મૈનિપુલેશન દ્વારા પણ અમને છેતરી રહ્યા છે.’
ચીને લાખો લોકોની જીવ લીધા : ટ્રમ્પના સલાહકાર
ટ્રમ્પના સલાહકારે ચીન સાથે સંબંધો અંગે કહ્યું કે, ‘રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ વચ્ચે સારા સંબંધો છે. અમે માત્ર ચીન અંગે વાત કરીએ છીએ. ચીને ફેનિટલ ડ્રગ્સથી લાખો અમેરિકનોનો જીવ લીધો છે.’ જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, ટેરિફ અંગે કયા કયા દેશોએ અમેરિકા સાથે વાત કરી? તો તેમણે કહ્યું કે, ‘બ્રિટન, સંયુક્ત આરબ અમિરાત, ભારત, જાપાન, સાઉથ કોરિયા, ઈન્ડોનેશિયા અને ઈઝરાયેલ જેવા અનેક દેશોએ અમેરિકાનો સંપર્ક કર્યો હતો.’
ટ્રમ્પે પરસ્પર ટેરિફ પર 90 દિવસ પ્રતિબંધ લાવ્યો
ટ્રમ્પે તાજેતરમાં 60થી વધુ દેશોને 90 દિવસ સુધી રેસિપ્રોકલ ટેરિફ મામલે રાહત આપી હતી. તેમણે ફરી જાહેરાત કરી સ્પષ્ટતા આપી હતી કે, અયોગ્ય વેપાર કરતાં દેશોને માફી મળશે નહીં, તેમણે ટેરિફનો સામનો કરવો જ પડશે. હાલમાં જ ડોનાલ્ડ ટ્રમ્પ સમક્ષ ઘણા દેશોએ સ્માર્ટફોન, કોમ્પ્યુટર સહિત અન્ય ઈલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ્સ પર ટેરિફમાં રાહત આપવા ભલામણ કરવામાં આવી હતી. તેના પર ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ટ્રુથ પર કહ્યું હતું કે, કોઈને રાહત મળશે નહીં, કોઈપણ દેશને છૂટ મળશે નહીં. ખાસ કરીન ચીનમાં ઉત્પાદિત સેમિકંડક્ટર અને ઈલેક્ટ્રોનિક્સને તો જરાય પણ નહીં. શરૂઆતમાં જ ગ્રાહક ખર્ચમાં વૃદ્ધિની ચિંતાના કારણે રાહત આપવામાં આવી હતી. હવે વધુ નહીં...