દ.ફ્રાન્સમાં હીટવેવ અને તીવ્ર હવાઓ વચ્ચે જંગલની આગ ફરી વળી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

નવી દિલ્હી: ગુરુવારે દક્ષિણ ફ્રાન્સમાં જંગલની આગ ફેલાઈ ગઈ જેમાં લગભગ ૧,૨૧૦ હેક્ટર જમીન બળીને ખાક થઈ ગઈ. તીવ્ર હવા અને અતિશય સૂકા મોસમને કારણે આગ ઝડપથી ફેલાઈ ગઈ. અનેક સ્થળે લાગેલી આગ બુઝાવવા માટે અસંખ્ય ફાયરફાયટર, પાણી છાંટવાના વિમાન અને ઈમરજન્સી વાહનો તૈનાત કરવામાં આવ્યા. સૌથી મોટી આગ સ્પેનની સીમા નજીક ઓડે વિસ્તારમાં લાગી. આટલી વિનાશક આગ છતાં કોઈ જાનહાનિ ન થઈ હોવાનું અધિકારીઓએ જણાવ્યું.
ઓડેમાં લાગેલી સૌથી ભીષણ આગે લગભગ ૯૦૦ હેક્ટર જમીનને પોતાની ઝપેટમાં લઈ લીધી જેના કારણે લગભગ ૮૦૦ ફાયરફાયટર અને દોઢસો વાહનો તૈનાત કરવા પડયા. તેજ હવાને કારણે આગ બુઝાવવામાં મુશ્કેલી સર્જાઈ હતી, પરિણામે અધિકારીઓએ બે વધુ કેનાડેયર વોટર બોમ્બર વિમાનોની મદદ લેવી પડી. અધિકારીઓએ ભારપૂર્વક જણાવ્યું કે તાપમાન વધવાથી તેમજ તેજ હવાને કારણે સ્થિતિ વધુ વણસી હતી.
ઉપરાંત ફાયરફાયટરોએ માર્સિલે પાસે લાગેલી અનેક અન્ય આગ પર પણ કાબૂ મેળવવાના પ્રયાસ કર્યા. બે સ્થળે લાગેલી આગ પર કાબૂ તો મેળવી લેવાયો પણ આગ હજી સુધી સળગી રહી હતી જ્યારે લૈંકોન-પ્રોવેસ પાસે લાગેલી એક વધુ આગે લગભગ ૨૬૦ હેક્ટર જમીન બાળી નાખી. માર્સિલે એરપોર્ટ પાસે રોગનેકમાં લાગેલી એક નાનકડી આગને બુઝાવવાના પ્રયાસ થઈ રહ્યો હતો. ઈમરજન્સી સેવાઓએ અનેક સ્થળે આગ પર કાબૂ મેળવવા દરમ્યાન કોઈ જાનહાનિની ઘટના સફળતાપૂર્વક ટાળી દીધી.
અગાઉ વર્લ્ડ વેધર બ્યુરોએ એવી ચેતવણી આપી હતી કે પશ્ચિમી યુરોપમાં રેકોર્ડ તોડ હીટવેવને કારણે લાંબો સમય ઉચ્ચ તાપમાન, ઓછો ભેજ અને સુકી વનસ્પતિને કારણે જંગલની આગનું જોખમ મંડરાઈ રહ્યું છે. ફ્રાન્સની હવામાન એજન્સીએ આગામી દિવસોમાં ફરી ભીષણ ગરમી પડવાનું અનુમાન લગાવ્યું છે.
આગને કારણે સંવેદનશીલ ઓડે વિસ્તારમાં ગયા વર્ષે ફ્રાન્સની દાયકાઓમાં સૌથી ભીષણ આગ લાગી હતી જ્યારે તાજેતરમાં જ એક વધુ જંગલની આગને કારણે ફ્રેજસની પાસે કેંમ્પસાઈટ્સમાંથી બે હજારથી વધુ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા.









