India

ઇરાન યુદ્ધ વચ્ચે પહેલી વખત એલએનજી ટેન્કર ભારત આવ્યું

By GS TEAM
30 Apr 20261 min read
ઇરાન યુદ્ધ વચ્ચે પહેલી વખત એલએનજી ટેન્કર ભારત આવ્યું

ફેબ્રુઆરીના અંતમાં અમેરિકા-ઇરાન વચ્ચે યુદ્દ શરુ થયા પછી હોર્મુઝની ખાડીમાંથી જહાજોનું આવનજાવન બંધ છે. હોર્મુઝમાંથી એલપીજી ટેન્કર તો પાર થયા, પરંતુ એકપણ એલએનજી ટેન્કર પાસ થઈ શક્યું ન હતુ, પરંતુ  એક એલએનજી ટેન્કરે હોર્મુઝ પાર કરી લીધું છે અને હવે તે ભારતની પાસે દેખાઈ રહ્યું છે.  હાલમાં તે ભારતની પાસે જોવા મળી રહ્યું છે. ૨૮મી ફેબ્રુઆરીએ યુદ્ધ શરુ થયા પછી આ પહેલું એવું એલએનજી ટેન્કર છે જે હોર્મુઝ પાર કરવામાં સફળ રહ્યું છે. આ ટેન્કરની ક્ષમતા ૧.૩૫ લાખ ઘનમીટર છે. તેણે છેલ્લે ૩૧ માર્ચના રોજ ખાડીમાં દેખા દીધી હતી. આના પરથી સંકેત મળે છે કે જહાજે હોર્મુઝ પાર કરવા માટે કોઈ એક પદ્ધતિ અપનાવી હશે જેમા સિગ્નલ બંધ કરી દીધુ હશે. તેના લીધે થોડા સમય સુધી તેને શોધવું મુશ્કેલ બની ગયું હશે. હવે તેણે ગાયબ રહીને હોર્મુઝ પાર કરી લીધું છે. તેના પછી તેણે સિગ્નલ ઓન કર્યુ છે.