એમેઝોન, સ્વિગી, ફ્લિપકાર્ટ, ઝેપ્ટો પર ફૂડ ઓથોરિટી ત્રાટકી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- દેશના ફૂડ ઓપરેટરો પર તંત્રનો સપાટો
- ગેરમાર્ગે દોરતા દાવા અને પ્રતિબંધિત ઉત્પાદનોના વેચાણ બદલ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી
નવી દિલ્હી : ફૂડ ઓથોરિટી એફએસએસએઆઈએ બુધવારે જણાવ્યું હતું કે તેણે ઇ-કોમર્સ પ્લેટફોર્મ એમેઝોન, સ્વિગી ઇન્સ્ટામાર્ટ, બિગબાસ્કેટ, ફ્લિપકાર્ટ ઇન્ડિયા અને ઝેપ્ટો સામે ગેરમાર્ગે દોરતા દાવા અને પ્રતિબંધિત પ્રોડક્ટ્સના વેચાણ સહિત વિવિધ નિયમોનું પાલન ન કરવા બદલ દંડાત્મક કાર્યવાહી શરૂ કરી દીધી છે.
સોશિયલ મીડિયા પોસ્ટમાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ જણાવ્યું હતું કે તે ઇ-કોમર્સ પ્લેટફોર્મ્સ પર ત્રાટકી છે. તેમા એમેઝોન, સ્વિગી ઇન્સ્ટામાર્ટ, બિગબાસ્કેટ, ફ્લિપકાર્ટ ઇન્ડિયા અને ઝેપ્ટો પર રેગ્યુલેટરી નોન-કોમ્પ્લાયન્સ બદલ સજા કરી છે.
નોન-કોમ્પ્લાયન્સમાં મિસબ્રાન્ડિંગ, ગેરમાર્ગે દોરતા દાવાની સાથે પ્રતિબંદિત કે ઝેરી ખાદ્ય પદાર્થોનું વેચાણ અને પ્રદર્શનનો સમાવેશ થાય છે, એમ તેમણે ઉમેર્યું હતું. ફૂડ ઓથોરિટીએ પાંચ અગ્રણી ઇ-કોમર્સ પ્લેટફોર્મ એમેઝોન, ફ્લિપકાર્ટ ઇન્ડિયા, સ્વિગી ઇન્સ્ટામાર્ટ, ઝેપ્ટો અને બિબગાસ્કેટ સામે દંડાત્મક કાર્યવાહી શરુ કરી છે. ફૂડ પ્રોડક્ટ હેપિલો પ્રીમિયમ ડેટ બાઇટ્સ અને ઝેસ્ટી ઓરેન્જના સંદર્ભમાં ગેરમાર્ગે દોરતા દાવા બદલ આ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
સ્વિગી ઇન્સ્ટામાર્ટ અને બિગ બાસ્કેટના કેસમાં જોઈએ તો ફૂડ ઓથોરિટીએ મિલ્કી મિસ્ટ સહિતની કેટલીક ડેરી પ્રોડક્ટ્સ અંગેની બધી માહિતી પૂરી ન પાડવા બદલ અને ગેરમાર્ગે દોરતા દાવા કરવા બદલ પગલાં લેવાનો પ્રારંભ કર્યો છે. આ પ્રોડક્ટ્સમાં મિલ્કી મિસ્ત ફ્રેશ લો ફેટ ક્રીમ, મિલ્કી મિસ્ત ફાર્મ ફ્રેશ કર્ડ અને મિલ્કી મિસ્ત ગ્રીક યોગર્ટનો સમાવેશ થાય છે.




