VIDEO : રાજગઢમાં ભીષણ અકસ્માત: ખાટૂ શ્યામ દર્શને નીકળેલા શ્રદ્ધાળુઓની કાર તળાવમાં ખાબકી, 5ના મોત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Rajgarh Accident : મધ્ય પ્રદેશના રાજગઢ જિલ્લાના ખુજનેર થાણા વિસ્તારમાં શુક્રવારે એક દર્દનાક માર્ગ અકસ્માતમાં 5 શ્રદ્ધાળુઓના મોત થયા છે. ખાટૂ શ્યામજીના દર્શન માટે નીકળેલા શ્રદ્ધાળુઓની કાર MP09-CC-6414 ભીલખેડી જોળ પાસે અનિયંત્રિત થઈને રોડ કિનારે આવેલા તળાવમાં ખાબકી હતી.
સ્પીડમાં જતી કાર સીધી પાણીમાં ગરકાવ થઈ
માહિતી મુજબ, કાર ખૂબ જ તેજ રફતારથી જઈ રહી હતી. આ દરમિયાન ડ્રાઈવરે વાહ પરનો કાબૂ ગુમાવી દેતાં કાર સીધી તળાવમાં પડી હતી. જોતજોતામાં કાર પાણીમાં ઊંડે ઉતરી ગઈ હતી, જેના કારણે તેમાં સવાર શ્રદ્ધાળુઓ બહાર નીકળી શક્યા નહોતા.
શાજાપુરના બે ગામના હતા તમામ મૃતકો
પરિવારજનોના જણાવ્યા મુજબ, શાજાપુર જિલ્લાના અરંડિયા અને અરંડિયા ખુર્દ ગામના રહેવાસી વિનીત તિવારી, કમલ કિશોર તિવારી, શંકરનાથ, અરિજીત અને શંકર પટેલ શુક્રવારે સવારે ખાટૂ શ્યામજીના દર્શન કરવા માટે નીકળ્યા હતા.
હોસ્પિટલમાં ડોક્ટરોએ 5 લોકોને મૃત જાહેર કર્યા
અકસ્માતની જાણ થતાં જ ગ્રામજનો અને ખુજનેર થાણા પ્રભારી રવિ ઠાકુર પોલીસ કાફલા સાથે સ્થળ પર પહોંચ્યા હતા. ગ્રામજનોની મદદથી શ્રદ્ધાળુઓને બહાર કાઢીને ખુજનેર હોસ્પિટલ પહોંચાડાયા હતા. જ્યાં ડોક્ટરોએ વિનીત, કમલ કિશોર, શંકર નાથ અને અરિજીતને મૃત જાહેર કર્યા હતા. પાંચમા શ્રદ્ધાળુ શંકર પટેલની શ્વાસ ચાલતી હોવાથી તેમને CPR આપી બચાવવાનો પ્રયાસ કરાયો હતો, પરંતુ તેમને પણ બચાવી શકાયા નહોતા.
ગામમાં શોકનો માહોલ અને પોલીસ તપાસ શરૂ
સવારે ભગવાનના જયકારા સાથે નીકળેલા 5 લોકોના મોતના સમાચાર પહોંચતાં જ ગામમાં માતમ છવાઈ ગયો હતો. હાલમાં પોલીસે મૃતદેહોનો કબજો મેળવી પીએમની કાર્યવાહી પૂરી કરી છે. પ્રાથમિક તપાસમાં કારની તેજ રફતાર અને અનિયંત્રિત થવું અકસ્માતનું મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે.









