India

ઝારખંડમાં ગમખ્વાર અકસ્માત: ટ્રક સાથે કાર અથડાતાં કેબિનેટ મંત્રી દીપિકા પાંડેની પુત્રી સહિત 4ના મોત

By GS Team
24 Sep 20262 mins read
TukuTouch Logo
ઝારખંડના જમશેદપુર જિલ્લાના દોમુહાની વિસ્તારમાં મોડી રાત્રે કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં 4 લોકોના કરુણ મોત થયા છે, જેમાં ઝારખંડના ગ્રામીણ વિકાસ મંત્રી દીપિકા પાંડે સિંહની પુત્રી પણ સામેલ છે. ટક્કર એટલી ભયાનક હતી કે કારના પરખચ્ચા ઉડી ગયા હતા. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. આ ઘટનાથી રાજકીય વર્તુળોમાં શોક છવાયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઝારખંડમાં ગમખ્વાર અકસ્માત: ટ્રક સાથે કાર અથડાતાં કેબિનેટ મંત્રી દીપિકા પાંડેની પુત્રી સહિત 4ના મોત

Deepika Pandey Singh Daughter Accident : ઝારખંડના જમશેદપુર જિલ્લાના દોમુહાની વિસ્તારમાં એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે, જ્યાં મોડી રાત્રે એક કાર અને ટ્રક વચ્ચે ભીષણ ટક્કર થવાથી ચાર લોકોનાં કમકમાટીભર્યા મોત નીપજ્યાં છે. આ દુર્ઘટનામાં મૃત્યુ પામનારાઓમાં ઝારખંડના ગ્રામીણ વિકાસ મંત્રી દીપિકા પાંડે સિંહની પુત્રી પણ સામેલ છે. ટક્કર એટલી જોરદાર હતી કે કાર સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી અને તેના પરખચ્ચા ઉડી ગયા હતા. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા અને પોલીસ તથા રાહત-બચાવ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી હતી.

મંત્રીમંડળમાં શોકની લાગણી ફરીવળી

આ આઘાતજનક અકસ્માતના સમાચાર સામે આવતા જ ઝારખંડના રાજકીય અને સામાજિક બેડામાં ભારે શોકનું મોજુ ફરી વળ્યું છે. મંત્રીના પરિવાર અને સ્વજનોએ આ દુઃખદ ઘટના પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. ઝારખંડના સ્વાસ્થ્ય મંત્રી ડૉ. ઇરફાન અંસારી સહિતના અનેક અગ્રણીઓએ સોશિયલ મીડિયાના માધ્યમથી આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે અને તેને અત્યંત પીડાદાયક ગણાવી છે. હાલ પોલીસ દ્વારા આ સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે કે આ ગંભીર અકસ્માત કઈ પરિસ્થિતિઓમાં સર્જાયો હતો અને તેના માટે જવાબદાર પરિબળો કયા હતા.

સરકાર માટે સંકટમોચક છે દીપિકા પાંડે સિંહ

ઉલ્લેખનીય છે કે અગાઉ રાંચીમાં જેપીએસસી-જેએસએસસી (JPSC-JSSC) ના વિદ્યાર્થીઓના પ્રદર્શન દરમિયાન મંત્રી દીપિકા પાંડે સિંહે સરકારનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને વિદ્યાર્થીઓના લોકશાહી અધિકારોનું સમર્થન કરતા વહીવટી તંત્ર સાથે ચર્ચા કરી હતી. તેમણે પ્રદર્શનકારીઓ પર લાઠીચાર્જ કે બળપ્રયોગ ન કરવા ભાર મૂક્યો હતો તેમજ 17 ઓગસ્ટે રાંચી સદર હોસ્પિટલ પહોંચીને વિદ્યાર્થી નેતા દેવેન્દ્ર નાથ મહતોના ઉપવાસ પણ પુરા કરાવ્યા હતા. હાલ આચાનક સર્જાયેલી આ કુટુંબિક દુર્ઘટનાને કારણે સમગ્ર રાજકીય વર્તુળમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું છે.