India

દારૂમાં નકલી સ્વાદ? ઓલ્ડ મોન્ક અને રોયલ ચેલેન્જ સહિતના વેરિયન્ટ સામે FSSAIની કાર્યવાહી

By GS Team
4 Aug 20262 mins read
TukuTouch Logo
FSSAI એ ડિયાજિયોની રોયલ ચેલેન્જ વ્હિસ્કી અને મેકડોવેલ્સ રમ સહિત 7 બ્રાન્ડ પર પ્રતિબંધ મૂક્યો છે. કૃત્રિમ ફ્લેવરિંગનો ઉપયોગ અને સબ-સ્ટાન્ડર્ડ ગુણવત્તાને કારણે આ કાર્યવાહી થઈ છે. ઇનબ્રુની બેગપાઇપર અને ઓલ્ડ કાસ રમ પણ સામેલ છે. ડાબરના મધ, ઘી અને તેલ પર "100 ટકા" ના ભ્રામક દાવા બદલ વેચાણ અટકાવવાનો આદેશ અપાયો છે. ડિયાજિયોએ કોર્ટમાં પડકાર ફેંક્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

દારૂમાં નકલી સ્વાદ? ઓલ્ડ મોન્ક અને રોયલ ચેલેન્જ સહિતના વેરિયન્ટ સામે FSSAIની કાર્યવાહી

FSSAI Ban Diageo Royal Challenge Whisky McDowell Rum : ફૂડ સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ્સ ઑથોરિટી ઑફ ઇન્ડિયા (FSSAI) દ્વારા આલ્કોહોલ અને ખાદ્ય ક્ષેત્રે કડક નિયમનકારી પગલાં લેવામાં આવી રહ્યા છે. FSSAI એ યોગ્ય એજિંગ અને કુદરતી ઘટકોને બદલે કૃત્રિમ ફ્લેવરિંગનો ઉપયોગ કરવા બદલ ડિઆજિઓ (Diageo)ની ભારતીય યુનિટ અને ઇનબ્રુ બેવરેજીસ (Inbrew Beverages)ની કેટલીક લોકપ્રિય વ્હિસ્કી અને રમ પર પ્રતિબંધ મૂક્યો છે.

કઈ બ્રાન્ડ્સ પર લાગ્યો પ્રતિબંધ?

ડિઆજિઓ (Diageo): મધ્ય પ્રદેશમાં બનતી એન્ટિક્યુટી બ્લુ વ્હિસ્કી, રોયલ ચલેન્જ વ્હિસ્કી અને મહારાષ્ટ્રમાં બનતી મેકડોવેલ્સ નંબર 1 રમ સામે પ્રતિબંધ આદેશ અપાયો છે.

ઇનબ્રુ અને અન્ય: ઇનબ્રુની બેગપાઇપર લક્ઝરી વ્હિસ્કી, ઓલ્ડ કાસ એક્સએક્સએક્સ રમ અને મહારાષ્ટ્રમાં મોહન રોકી સ્પ્રિંગવોટર દ્વારા બનતી ઓલ્ડ મોંકના ત્રણ લોકપ્રિય વેરિયેન્ટ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. રેગ્યુલેટરના જણાવ્યા મુજબ, કંપનીઓ રમ કે વ્હિસ્કીમાં કુદરતી પ્રક્રિયા કે મોલાસીસ અને માલ્ટ જેવા ઘટકોના ઉપયોગને બદલે સીધી કૃત્રિમ ફ્લેવર ઉમેરી રહી હતી. જેને કારણે આ ઉત્પાદનો "સબ-સ્ટાન્ડર્ડ" સાબિત થયા છે. ડિઆજિઓએ આ આદેશ સામે કોર્ટ કેસ દાખલ કર્યો છે અને ઉત્પાદન લેબલ કાયદા મુજબ હોવાનું જણાવ્યું છે.

ડાબરના મધ, ઘી અને તેલ પર પણ FSSAIની કાર્યવાહી

આ કડક કાર્યવાહીની વચ્ચે FSSAI એ ડાબર ઇન્ડિયાને પણ ઝટકો આપ્યો છે. રેગ્યુલેટરે ડાબરને મધ, એપલ સાઇડર વિનેગર, ગાયનું ઘી, તેલ અને નારિયેળ દૂધ જેવા ઉત્પાદનો પર "100 ટકા"(100 per cent)ના અસ્પષ્ટ અને ભ્રામક દાવા કરવા બદલ વેચાણ તરત જ બંધ કરવાનો આદેશ આપ્યો છે.

ડાબરના કેટલાક ઓર્ગેનિક ઉત્પાદનો પર માન્ય FSSAI ઓર્ગેનિક એન્ડોર્સમેન્ટ વગર 'જૈવિક ભારત' લોગો વપરાતો હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું છે. FSSAIએ ડાબરને આ ઉત્પાદનોનું વેચાણ અટકાવીને 15 દિવસની અંદર એક્શન ટેકન રિપોર્ટ સબમિટ કરવા નિર્દેશ આપ્યો છે.