India

દેશના બે રાજ્યોની 11 રાજ્યસભા બેઠકો માટે ચૂંટણી કાર્યક્રમ જાહેર, જાણો મતદાન અને પરિણામની તારીખો

By GS Team
22 Sep 20262 mins read
TukuTouch Logo
ચૂંટણી પંચે ઉત્તર પ્રદેશની 10 અને ઉત્તરાખંડની 1 રાજ્યસભા બેઠક માટે ચૂંટણી કાર્યક્રમ જાહેર કર્યો છે. 16 ઑક્ટોબરે મતદાન થશે અને તે જ દિવસે પરિણામ જાહેર થશે. યુપીમાં 10 બેઠકોના વર્તમાન સભ્યોનો કાર્યકાળ 25 નવેમ્બરે પૂર્ણ થાય છે. ભાજપ 7, SP 2 અને BSP 0 બેઠકો જીતી શકે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

દેશના બે રાજ્યોની 11 રાજ્યસભા બેઠકો માટે ચૂંટણી કાર્યક્રમ જાહેર, જાણો મતદાન અને પરિણામની તારીખો

Rajya sabha Election date Annouced : ચૂંટણી પંચ દ્વારા ઉત્તર પ્રદેશની 10 અને ઉત્તરાખંડની 1 રાજ્યસભા બેઠક માટે ચૂંટણી કાર્યક્રમની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. આ તમામ 11 બેઠકો માટે 16 ઓક્ટોબરના રોજ મતદાન યોજાશે અને તે જ દિવસે સાંજે પરિણામો પણ જાહેર કરવામાં આવશે. ઉત્તર પ્રદેશની 10 રાજ્યસભા સીટોના વર્તમાન સભ્યોનો કાર્યકાળ 25 નવેમ્બરે પૂર્ણ થઈ રહ્યો છે, જેને પગલે આ ચૂંટણી યોજાઈ રહી છે.

મુખ્ય નેતાઓનો કાર્યકાળ થાય છે પૂર્ણ

યુપીની 10 રાજ્યસભા બેઠકોમાંથી હાલ 8 બેઠકો ભારતીય જનતા પાર્ટી (BJP) પાસે છે, જ્યારે 1-1 બેઠક સમાજવાદી પાર્ટી (SP) અને બસપા (BSP) પાસે છે. ભાજપના જે રાજ્યસભા સભ્યોનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે તેમાં કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરી, પૂર્વ ડીજીપી બ્રજલાલ, સીમા દ્વિવેદી, નીરજ શેખર, ગીતા શાક્યા, અરુણ સિંહ અને બી.એલ. વર્માનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ડૉ. દિનેશ શર્માએ અંદમાન અને નિકોબારના એલજી બન્યા બાદ રાજીનામું આપતાં તે બેઠક પણ ખાલી પડી છે. સમાજવાદી પાર્ટીના મુખ્ય રાષ્ટ્રીય મહાસચિવ રામગોપાલ યાદવ અને બસપાના રામજી ગૌતમનો કાર્યકાળ પણ પૂર્ણ થઈ રહ્યો છે.

image.png
image.png

રાજ્યસભા ચૂંટણીનું સમીકરણ

ઉત્તર પ્રદેશ વિધાનસભાની કુલ 403 બેઠકોમાંથી હાલમાં 6 ધારાસભ્યોના નિધન બાદ 397 ધારાસભ્યો મતદાન કરશે. રાજ્યસભાની એક સીટ જીતવા માટે ઉમેદવારને આશરે 37 પ્રથમ પસંદગીના મતોની જરૂર પડશે. બસપાનો યુપી વિધાનસભામાં એક પણ ધારાસભ્ય ન હોવાથી, વર્તમાન સાંસદનો કાર્યકાળ પૂરો થતાં જ રાજ્યસભામાં પણ બસપાનું પ્રતિનિધિત્વ શૂન્ય થઈ જશે.

પક્ષીય સંખ્યાબળ અને બેઠકોની ગણતરી

સમાજવાદી પાર્ટી પાસે 101 ધારાસભ્યોનું બળ હોવાથી તે 2 રાજ્યસભા બેઠકો સરળતાથી જીતી શકે તેમ છે, અને તેની પાસે વધારાના મતો પણ બચશે. બીજી તરફ ભાજપ પાસે પોતાના 256 અને સહયોગી પક્ષોના 33 મળીને કુલ 289 ધારાસભ્યોનું સંખ્યાબળ છે. આ ગણિત અનુસાર ભાજપ સરળતાથી 7 બેઠકો જીતી શકે તેવી મજબૂત સ્થિતિમાં છે.