India

પશ્ચિમ બંગાળ સહિત 5 રાજ્યોમાં આજે ચૂંટણીની જાહેરાત થશે, 4 વાગ્યે EC કરશે પ્રેસ કોન્ફરન્સ

By GS TEAM
15 Mar 20262 mins read
TukuTouch Logo
ચૂંટણી પંચ દ્વારા તારીખોની જાહેરાત થતાની સાથે જ આ તમામ રાજ્યોમાં 'આદર્શ ચૂંટણી આચારસંહિતા' (Model Code of Conduct) તત્કાલ પ્રભાવથી લાગુ થઈ જશે. આ રાજ્યોની વિધાનસભાઓનો કાર્યકાળ મે અને જૂન 2026 માં પૂર્ણ થઈ રહ્યો છે, જેને ધ્યાનમાં રાખીને એપ્રિલ-મે મહિનામાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થવાની પૂરી શક્યતા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પશ્ચિમ બંગાળ સહિત 5 રાજ્યોમાં આજે ચૂંટણીની જાહેરાત થશે, 4 વાગ્યે EC કરશે પ્રેસ કોન્ફરન્સ

Election 2026 : ભારતીય ચૂંટણી પંચ (ECI) આજે પશ્ચિમ બંગાળ, આસામ, તમિલનાડુ, કેરળ અને કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીના કાર્યક્રમની સત્તાવાર જાહેરાત કરશે. વિજ્ઞાન ભવન ખાતે આજે સાંજે 4 થી 5 વાગ્યાની વચ્ચે યોજાનારી પ્રેસ કોન્ફરન્સમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સંપૂર્ણ વિગતો આપશે.

આદર્શ આચારસંહિતા થશે લાગુ

ચૂંટણી પંચ દ્વારા તારીખોની જાહેરાત થતાની સાથે જ આ તમામ રાજ્યોમાં 'આદર્શ ચૂંટણી આચારસંહિતા' (Model Code of Conduct) તત્કાલ પ્રભાવથી લાગુ થઈ જશે. આ રાજ્યોની વિધાનસભાઓનો કાર્યકાળ મે અને જૂન 2026 માં પૂર્ણ થઈ રહ્યો છે, જેને ધ્યાનમાં રાખીને એપ્રિલ-મે મહિનામાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થવાની પૂરી શક્યતા છે.

આ વખતે શું બદલાશે?

સૂત્રોના જણાવ્યા અનુસાર, 2021ની ચૂંટણીઓની સરખામણીએ આ વખતે ચૂંટણી પંચ કેટલાક મહત્વના ફેરફાર કરી શકે છે. જેમાં મુખ્યત્વે આ વખતે મતદાનના તબક્કાઓની સંખ્યા ઘટાડવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે. ખાસ કરીને પશ્ચિમ બંગાળમાં નિષ્પક્ષ અને હિંસામુક્ત મતદાન સુનિશ્ચિત કરવા માટે કેન્દ્રીય સુરક્ષા દળો (Central Forces) ની તૈનાતીમાં મોટો વધારો કરવામાં આવશે. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના નેતૃત્વમાં પંચની 'ફુલ બેન્ચે' તાજેતરમાં જ કોલકાતાની મુલાકાત લઈને તમામ પક્ષો સાથે સુરક્ષા અને વ્યવસ્થા અંગે ઊંડાણપૂર્વક ચર્ચા કરી છે.

રાજ્યવાર સ્થિતિ

આસામ, તમિલનાડુ, કેરળ અને પુડુચેરીમાં મતદાર યાદી તૈયાર કરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે. પંચે પોતાની આખરી સમીક્ષા બાદ હવે માત્ર સત્તાવાર જાહેરાત કરવાની બાકી છે. પશ્ચિમ બંગાળમાં છેલ્લી વખતે 8 તબક્કામાં મતદાન થયું હતું, પરંતુ આ વખતે સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરી તબક્કાઓ ઘટાડવાની વ્યૂહનીતિ જણાઈ રહી છે.